________________
૧૩)
કલશામૃત ભાગ-૪ એ પદાર્થની પર્યાય કોઈ બીજો પદાર્થ કરે એમ છે જ નહીં.
જુઓ! આ શરીર છે-પર્યાય છે. તો પરમાણુંઓ પર્યાય સહિત જ છે. આત્માએ તેના હલન-ચલનની પર્યાય બનાવી તેમ નથી. આહાહા ! ભાષા જે નીકળે છે તે પણ પર્યાય સહિત પરમાણું છે. ભાષાના જે પરમાણું છે એ... પર્યાય સહિત જ છે. તેની પર્યાયને આત્મા બનાવી શકે ? એટલે દરેક દ્રવ્ય દરેક પદાર્થ પર્યાય સહિત જ છે. ભગવાન (સર્વજ્ઞ) પરમેશ્વરે એમ જ દેખ્યું છે. પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય હોય? પર્યાય એટલે પોતાનું કાર્ય. કાર્ય વિનાનું કારણ હોય? દરેક પદાર્થનું (સ્વતંત્ર) કાર્ય હોય છે. દ્રવ્યમાં પર્યાયનું કાર્ય સ્વતંત્રપણે પોતાથી થાય છે.
જેટલી જાણવા યોગ્ય વસ્તુ છે... તેમાં અતીત=ભૂતકાળ, અનાગત–આગામીકાળ અને વર્તમાન, ત્રણે કાળમાં દરેક દ્રવ્ય પર્યાય સહિત છે. અનંતકાળ ગયો તેમાં દરેક પદાર્થ પોતાની પર્યાય – અવસ્થા સહિત છે. વર્તમાનમાં જે દ્રવ્ય છે તે પોતાની પર્યાય સહિત છે. ભવિષ્યમાં જે દ્રવ્ય રહેશે તે પોતાની પર્યાય સહિત રહેશે.
તેમને (Hવયન) પોતામાં પ્રતિબિંબિત કરતું થયું”ભૂત અર્થાત્ ગયો કાળ, વર્તમાન અને ભવિષ્ય તે બધાય અનંત દ્રવ્યો અને દરેક દ્રવ્ય તેની પર્યાય સહિત છે તેને જ્ઞાન પ્રત્યક્ષ કરે છે – પ્રતિબિંબિત કરે છે. જે પ્રતિબિંબિત થાય છે તેનું જ્ઞાન અહીંયા થઈ જાય છે. ભવિષ્યની અનંતી પર્યાય સહિત જે દ્રવ્ય છે તેનું અહીંયા જ્ઞાન થઈ જાય છે.
શ્રોતા- પર્યાયનો અંત તો કોઈ દિવસ આવે નહીં ! ઉત્તર:- પર્યાયનો અંત નથી, તો અંત નથી... એમ જ્ઞાન દેખે છે.
અહીંયા તો એ સિદ્ધ કરવું છે કે – દ્રવ્ય જે વસ્તુ છે આત્મા, પરમાણું આદિ છ દ્રવ્ય છે. એમાં પરમાણું અનંત છે, કાલાણું અસંખ્ય છે, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ આદિ એક છે. દરેક દ્રવ્ય દરેક કાળમાં પોતાની પર્યાય સહિત છે. દરેક દ્રવ્ય પર દ્રવ્ય સહિત છે તેવું ત્રણકાળમાં છે જ નહીં.
અહીંયા પોતાનો આત્મા... પોતાની પર્યાય સહિત છે, આ શરીર પોતાની પર્યાય સહિત છે. કાર્માણ શરીર છે તે પોતાની પર્યાય સહિત છે. તેજસ શરીર છે તે પોતાની પર્યાય સહિત તેજસ શરીર છે. તે પર પર્યાય સહિત છે તેમ નથી. દરેક દ્રવ્ય પોતાની પર્યાય સહિત છે. હવે આ બાયડી-છોકરાંવ લક્ષ્મી આત્માના એ ક્યાંથી આવી ગયું? આહા! ભૂત કાંઈ વળગ્યું છે ને!
શ્રોતા- તેજસ શરીર પોતાની પર્યાયમાં છે, કાર્માણ શરીર પોતાની પર્યાયમાં છે.
ઉત્તર:- એ.. દરેકે દરેક પદાર્થ પોતાની પર્યાય સહિત છે. એની પર્યાય બીજા પદાર્થથી છે - તેમ નથી. આ ચશ્મા છે તો તે પોતાની પર્યાય સહિત છે. એવી એવી પર્યાય એક પછી એક (થાય છે). આ શરીર... શરીરની પર્યાય સહિત છે માટે ચશ્માની પર્યાય સહિત છે એમ નથી.