________________
૧૩૪
કલશામૃત ભાગ-૪ પોતાનું સુકાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ કાર્ય કર્યું.
આ બધું તો અજાણ્યું છે ભાઈ ! આ વાત જગતથી જુદી છે. આહાહા! જિનેન્દ્રદેવ વિતરાગ ત્રિલોકીનાથ પરમાત્મા પરમેશ્વર એમ ફરમાવે છે કે – (કૃતિમ:) જેણે આનંદ
સ્વરૂપ ચિદાનંદ આત્માનો અનુભવ કરીને પ્રતીતિ – સમ્યગ્દર્શન કર્યું. તે તેણે કાર્ય કર્યું. બાકી જગતના કાર્ય એવા રાગ ને દ્વેષ કરે છે એ મૂઢ ચારગતિમાં રખડે છે – પરિભ્રમણ કરશે, ભવ ભ્રમણમાં રખડશે. સમજમાં આવ્યું?
(કૃતિ:) તેના બે અર્થ કર્યા. પોતાનો ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તેને પોતાની પર્યાયમાં, પોતાની વર્તમાન જ્ઞાન દશામાં, તે પૂર્ણ ચીજને શેય બનાવીને જ્ઞાનભાવમાં પ્રતીત કરી તેને સર્વ કાર્ય કર્યું આ કાર્ય છે. બીજા કાર્ય તો અજ્ઞાની મૂઢ માને છે. હજુ તો પર્યાય કોને કહેવાય તેની ખબર ન હોય! અમે આમ કર્યું ને... અમે આમ કર્યું ને પાંચ-પચ્ચીસ લાખ માંથી બે-પાંચ લાખનું દાન દીધું. એ બધું ધૂળમાંય (કાર્ય) નથી સાંભળને! એ બધી ક્રિયા જડની છે. અને તેમાં કદાચિત્ રાગ મંદ હો ! તો તે પુણ્યાસ્ત્ર છે.. અને આસ્રવ મલિનભાવ છે, તે ભવના અભાવને કાંઈ કારણ નથી. આહાહા! અનંત ભવનો ભાર બોજો માથે અરે !
જેને પોતાના ચૈતન્ય સ્વરૂપ આનંદનું ભાન નથી... અને પુણ્ય ને પાપ અને તેના ફળમાં પોતાપણું માને છે તેની સાથે અનંત ભવનો બોજો પડ્યો છે. શું કહ્યું? જેણે પોતાના શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ આત્મા છે તેની અંતરમાં ખબર નથી તેના જિનેન્દ્રદેવ સર્વજ્ઞ પરમેશ્વરે ( અનંતભવ જોયા છે ). કેવળજ્ઞાનમાં અનંત આત્મા દેખાય છે. આ શરીર તો માટીધૂળ-જડ છે. આ તો જગતની માટી-ધૂળ છે. અંદર કર્મ છે તે જડ-ધૂળ છે. અંદરમાં પુણ્ય ને પાપના-દયા-દાન-વ્રત, કામ-ક્રોધના ભાવ થાય છે તે મારા છે એવી માન્યતામાં, તેને માથે અનંતભવનો બોજો પડ્યો છે. અરે! એને પોતાની દયા પણ નથી હો! હું અહીંથી ક્યાં જઈશ?
હું નિત્ય આત્મા છું. અનાદિ અનંત અવિનાશી આત્મા છું. શરીરના નાશે કાંઈ આત્માનો નાશ નહીં થાય. ક્યાંક જશે ને! એ ક્યાં જશે? આહાહા ! જેણે એ પુણ્ય ને પાપના ભાવ અને તેના ફળ આ પૈસા ધૂળ આદિ... સ્ત્રી કુટુંબ ચીજ આદિ તે મારી ચીજ છે તેવી ભ્રમણા છે તે મિથ્યાષ્ટિના મિથ્યાત્વમાં અનંતા ભવ માથે છે. તેના માથે કીડા, કાગડા, કૂતરાના અનંતા ભવનો બોજો પડ્યો છે. આખા જગતથી ઊંધી વાત છે ભાઈ !
અહીં તો જિનેન્દ્રદેવ-તીર્થંકરદેવ કેવળી પરમાત્મા એમ ફરમાવે છે કે – (ઋતિમ:) અનંત ભવનો બોજો માથે હતો. તે મિથ્યાત્વ હતું તેને આત્માની દૃષ્ટિ કરીને બોજો ઊઠાવી લીધો - એ બોજાનો નાશ કરી દીધો. અલૌકિક વાતું છે.