________________
કલશ-૧૨૪
૧૩૫ જેણે આનંદ સ્વરૂપ પ્રભુ, અનંત જ્ઞાન (સ્વરૂપ), મર્યાદા રહિત જેનો અંતર સ્વભાવ છે... એવા આત્માની જેણે પ્રાપ્તિ કરી, સમ્યગ્દર્શનમાં તેણે એ કાર્ય કર્યું છે. બહારમાં આ બધા કાર્યની ગણતરી કરે છે કે નહીં? આ કર્યું ને.. આમ કર્યું. આમાં આટલી લાદી રાખીને આટલા પેદા કર્યા. મુંબઈમાં આટલા પેદા થયા. એ બધા કાર્યની ગણતરી એ પાપનું સ્વરૂપ છે. એમ કહે છે. અહીં તો કહે છે – (સમ્યગ્દર્શન) એ કાર્ય છે. જે અનંતકાળમાં એક સેકન્ડ પણ કર્યું નથી. પ્રભુ આ તો જિનેન્દ્રદેવ પરમાત્માનો પોકાર છે.
આહાહાજેણે આત્માને દેહથી નિરાળો, રાગથી અર્થાત્ પુણ્ય-પાપના ભાવથી નિરાળો અને પોતાની શક્તિથી પૂર્ણ સ્વભાવથી ભર્યો પડ્યો છે, તેની પ્રતીત-સમ્યગ્દર્શન એ તેણે કાર્ય કર્યું. આવું કાર્ય કર્યું તેને સંસારનો અંત આવ્યો. આ તમારા ભાઈ.... મોટી મોટી કંપનીના મોટા મોટા કામ કરે છે ને ! તે કંપનીના મોટા માણસ છે. આવું છે ભગવાન!
અહીંયા કહે છે કે – જેણે આવું કામ કર્યું તેને અનંતજ્ઞાન પ્રગટ થયું. ભલે સમ્યગ્દર્શન હોય તો પણ સમ્યજ્ઞાન અનંત થયું. અનુભવ કરતાં કરતાં કરતાં કેવળજ્ઞાન થઈ જશે. અને તે અનંતકાળ પર્યત રહેશે.
જુઓ! જ્યાં આત્મા છે ત્યાં આત્માની પ્રગટ દશા જે કેવળજ્ઞાન આદિ થઈ તે અનંતકાળ રહેશે. “ક્યારેય અન્યથા થશે નહીં.” (ભવિષ્યમાં) હવે તેમાં ફેરફાર નહીં થાય. આહાહા! “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” થયા પછીથી જે કેવળજ્ઞાન પ્રગટ થયું તેમાં હવે કોઈ જ ફેરફાર નહીં થાય.
દુનિયામાં તો આજ કરોડપતિ દેખાય અને કાલ તે ભિખારીના વેશમાં હોય. એ તો બહારની ચીજો છે ભાઈ ! કહેવત છે ને... “ચડતી પડતી.. છાયા.” છાયા આવે છે ને જાય છે. કાલનો બાદશાહ હોય અને આજનો ભિખારી થઈ જાય. ઘડીકમાં આવું બની જાય. જ્યારે બિહારમાં ધરતીકંપ થયો હતો ત્યારે કોઈ કરોડપતિ ઘોડાગાડી લઈને બહાર ફરવા ગયો. તેની પાસે આઠેક હજાર રૂપિયાનું ઝવેરાત હતું. બહારગામથી ફરીને આવે તો ધરતીકંપમાં આખુ કુટુંબ, મકાન કાંઈ ન મળે. આખુ શહેર ખલાસ થઈ ગયેલું. બાપુ! એ નાશવાનમાં શું હોય !! એ કરોડપતિ માણસ પછી જામનગર આવ્યો હતો. તેના કરોડો રૂપિયા, મોટા મકાન, બાયડીછોકરાંવ બધું નાશ થઈ ગયું. જામનગરમાં એક મંદિર છે. ત્યાં લોકોએ આશરો. પૈસા આપ્યા. ત્યાં લોકોએ તેનો આદર કર્યો, પછી તે ભાષણ કરતો હતો અને બોલતાં બોલતાં હાર્ટફેઈલ થઈ ગયું. આવી દેહની સ્થિતિ છે. આ શરીર તો માટી-ધૂળ છે. જે સમયે દેહ છૂટવાનો તે સમય નિશ્ચિત છે. ભગવાનના જ્ઞાનમાં જે સમયે દેહ છૂટવાનો નિર્ણય (નિશ્ચિત) હોય તે સમયે છૂટશે જ. પછી લાખ ઉપાય કરે, ઇન્દ્રોને ઉતારે કે ડોકટરને ઉતારે. કોઈ ફેરફાર ન કરી શકે.
અહીંયા કહે છે કે – જેણે આત્માનું ભાન કર્યું તેને અનંતજ્ઞાન ઉત્પન્ન થયું. તે હવે