________________
કલશ-૧૨૪
૧૩૩ છે ભાઈ !
કેવું છે શુદ્ધજ્ઞાન? ચૈતન્ય જ્ઞાનસૂર્ય આત્મા અંદર પ્રગટ થયો. આહાહા ! આ સૂર્ય તો જડ છે અને તેનો પ્રકાશ પણ જડ છે તેનો પ્રકાશક ચેતન છે... જેની સત્તામાં એ જાણવામાં આવે છે. એ ચૈતન્ય સત્તા તે આત્મા છે, એ આત્માનો અંતરમાં અનુભવ થઈને જ્ઞાનનો સ્વભાવ જે સ્વરૂપે હતો તે (પર્યાયમાં) પ્રગટ થયો, આ તેની વાત ચાલે છે.
કેવું છે શુદ્ધજ્ઞાન? કાનોકાન્તત કાનમ સકળ કર્મોનો ક્ષય થતાં જેવું નીપજ્યું તેવું જ અનંત કાળ પર્યત રહેશે.” છેલ્લી વાત છે ને! ચૈતન્ય સૂર્ય.. પોતાના સ્વભાવમાં અનંતજ્ઞાન – આનંદ પડયો છે તેનો અનુભવ કરીને. અંતર્મુખ થઈને.. સ્થિરતા કરતાં, જે શક્તિમાં હતું તે અનંતજ્ઞાન, અનંત આનંદ (વ્યક્તિમાં) પ્રગટ થયું, એ જેવું (પ્રગટ) થયું છે તેવું જ રહેશે.
શેઠ! આ અજાણી ચીજ છે. અરે! દુનિયાને આત્માની શું પડી છે! મારું શું થશે? અરે.. હું ક્યાં જઈશ ! દેહ અહીંયા પડયો રહેશે. દેહ તો આ હાડકાં-ચામડા-જડ-માટી ધૂળ છે. એની તો રાખ થઈ જશે રાખ. પછી આત્મા કયાં જશે? આત્મા વસ્તુ છે એ તો અનાદિ અનંત નિત્ય વસ્તુ છે... તો તે ક્યાં રહેશે? ભવિષ્યમાં અનંતકાળ રહેવાનો છે. જેણે પુષ્ય ને પાપ ને મિથ્યાત્વભાવનું સેવન કર્યું તે તેના ભવિષ્યકાળમાં અનંત સંસારમાં રખડવાનો છે. તે તો ભવિષ્યમાં કાગડા, કૂતરા, કીડી, ડુક્કર, પશુ, નરકમાં ભવ કરી કરીને પરિભ્રમણ કરશે.
અહીં કહે છે કે – જેને આ પરિભ્રમણનો નાશ થાય છે. પોતાનો આનંદ સ્વરૂપ ભગવાન જે ચૈતન્ય પુંજ છે. તેના આશ્રયે જે પૂર્ણ નિર્મળદશા પ્રગટ થઈ તે કાયમ રહેશે. સમાજમાં આવ્યું? આ તો તત્ત્વની સૂક્ષ્મ વાત છે, આ કાંઈ કથા-વાર્તા નથી. આખી દુનિયા ક્રિયાકાંડમાં... પુણ્ય ને પાપના શુભાશુભ ભાવ કરીને ચોર્યાશીના અવતારમાં પરિભ્રમણ કરે છે... એ બધા દુઃખી છે. આ જે પૈસાવાળા કહેવાય છે ને.. કરોડો અબજોપતિ તે મોટા ભિખારા દુઃખી છે. પોતાની ચીજમાં શું પડ્યું છે તેની ખબર નથી અને પરચીજ મળે તેમાં રાજી થાય છે... તે માંગણ છે – ભિખારી છે.
અહીંયા કહે છે – જેણે એ મિથ્યાશ્રદ્ધાને, પુણ્ય-પાપના મલિન ભાવાગ્નવને આત્માના અનુભવથી રોકી દીધા છે. આત્મામાં તો જ્ઞાન ને આનંદ પડયા છે. અતીન્દ્રિય આનંદ હોં ! અજ્ઞાનીને આ ઇન્દ્રિયના વિષયમાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે તેમ મૂઢ જીવ માને છે. તેમાં સુખ કેવું ! ત્યાં તો દુઃખ છે. જેણે આત્માનો અનુભવ કરીને અનંત સંસારનો અંત લીધો છે.
૧૨૩ કળશમાં આવ્યું” તું ને.... (ઋતિમઃ) આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન્ય આનંદઘન વસ્તુ છે તેની જેણે પ્રતીતિ કરી એ સમ્યગ્દર્શનનું કૃતિ-કાર્ય છે. તેણે ભવચક્રનો અંત લીધો અને