________________
૧૨૮
કલશામૃત ભાગ-૪ - “કેવા છે અશુધ્ધ પરિણામ? “સર્વતઃ પિ મરવાનાં સર્વથા પ્રકારે આસવ એવું નામ - સંજ્ઞા છે જેમની, એવા છે.” એ અસંખ્ય પ્રકારના શુભ અને અસંખ્ય પ્રકારના અશુભ એ આસ્રવ સંજ્ઞા છે. અશુધ્ધ પરિણામ જ નહીં, શુભને પણ આસ્રવ નામ સંજ્ઞા છે. જેનાં નિમિત્તે નવા કર્મ આવે છે.
ભાવાર્થ આમ છે કે - “જીવના અશુધ્ધ રાગાદિ પરિણામોને સાચું આસવપણું ઘટે છે.” દ્રવ્યાસવ (જડ કર્મ નવા) આવે છે તેમાં આસ્રવ નિમિત્ત હો તો તે આવે છે. ખરેખર આસ્રવ તો પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત-ભક્તિના ભાવ, કામ-ક્રોધ એ આસ્રવ છે – એ મલિન પરિણામ છે.
“જીવના અશુધ્ધ રાગાદિ પરિણામોને સાચું આસ્રવપણું ઘટે છે.” આમ કર્મ આવે છે તેને આસ્રવ કહેવાય છે ને! પણ એ તો કહે છે – કે અહીં આસ્રવનો સહારો છે, ભાવનો સહારો છે નિમિત્તપણે ત્યારે એ (દ્રવ્યાસવ) આવે છે. ખરેખર (જડકર્મ) એ આસ્રવ નથી. ખરેખર આસ્રવ તો શુભ ને અશુભ ભાવ છે. હિંસા-જૂઠ-ચોરી-ભોગ-વાસના-કામ-ક્રોધમાન-માયા-લોભ એ પાપાસવ છે. અને દયાદાન-વ્રત-ભક્તિ-પૂજા એ પુણ્યાસવ તે બન્ને આસ્રવ છે.
પ્રશ્ન:- સાચા..... તેનો અર્થ શું?
ઉત્તર:- સાચા એટલે શુભ – અશુભ પરિણામ છે તે સાચા આસ્રવ એમ ! કર્મ આવે તે સાચા આસ્રવ નહીં, કેમકે તે તો (ભાવ) આસવના સહારે (નિમિત્તે) છે. બન્નેને આસ્રવ કહેવાય. (૧) ભાવ આસ્રવ (૨) દ્રવ્યઆસ્રવ. ભાવ આસ્રવ (જીવના ) અશુધ્ધ પરિણામ, દ્રવ્યાસ્ત્રવ અર્થાત્ (કર્મરૂપે) રજકણ આવે તે. (કર્મરૂપે રજકણ આવે છે તે સાચો આસ્રવ નહીં, સાચો આસ્રવ (ભાવ આસવ) તે છે. એ કહ્યું ને! સાચો આસ્રવ એક જ છે. એમ! અશુધ્ધ રાગાદિ પરિણામને સાચું આસ્રવપણું ઘટે છે. એટલું છે કે – ત્યાં “જ' નથી લગાવ્યો, કેમકે શુભ – અશુભ ભાવનું નિમિત્ત પામીને એમ !
“તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આરાવે છે. જે પુગલની વર્ગણાઓ તે તો અશુધ્ધ પરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત? અશુધ્ધ પરિણામ હતા. તેનું નિમિત્ત પામીને (નવા) કર્મ આવ્યા. ખરેખર તો અશુધ્ધ પરિણામ એ જ આસ્રવ છે. વહાણમાં છિદ્ર પડ્યું હોય અને પાણી આવે છે તેમ (ભાવ) આસવના (નિમિત્તે) સહારે કર્મ રજકણ આવે છે.
કર્મ રજકણ આવે છે તેનું નિમિત્ત કોણ? અશુધ્ધભાવ. માટે અશુધ્ધભાવ જ સાચો આસ્રવ છે. પછી તે દયા પાળે, તપ કરે, વ્રત કરે, ભક્તિ કરે, દાન કરે તે બધા પરિણામ આસવ છે. તેમાં ક્યાંય ધર્મનો અંશ નથી.
શ્રોતા- એ પર સન્મુખનો ભાવ છે.