________________
૧૨૬
કલશામૃત ભાગ-૪
અહીંયા તો કહે છે – પ્રભુ તું કોણ છો ? શું છો ? શું તું પુણ્યપાપના આસવમાં છો ? તું શરી૨માં છો ? એક સમયની દશામાં તારી આખી ચીજ છે ? તારી આખી ચીજ તો અંદર પડી છે ને ! અતીન્દ્રિય આનંદનું દળ પ્રભુ છે, અતીન્દ્રિય જ્ઞાનનો કંદ પ્રભુ છે. તેના અવલંબનથી, તેના આધા૨થી તને પર્યાયમાં શાંતિ ને આનંદની મોજૂદગી મળશે. આસ્રવના અભાવથી શૂન્ય થઈ જઈશ... એમ નથી. આહાહા ! આવો ઉપદેશ.
અહીંયા કહે છે – ભાવશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે અવલંબે છે. “અવશ્ય અવલંબે છે.” આ.... હા... હા...! જરૂર અંદર અવલંબે છે. પુણ્ય-પાપની વૃત્તિ, વિકલ્પ છૂટી ગયા તો હવે કોઈ અવલંબન રહ્યું નહીં− (તેમ નથી ) (વિકલ્પમાં તો ) બાહ્યનું અવલંબન હતું. પરંતુ ચીજ છૂટી નથી માટે તો ભગવાન આત્માનું અવલંબન આવ્યું. પર્યાય એ બાજુ ઝૂકી તો ભગવાન આનંદ સ્વરૂપના ભેટા થયા. આહા ! આવી વાત છે.
પ્રશ્ન:- અવલંબન લ્યે છે તે નિશ્ચય કે વ્યવહાર ?
ઉત્ત૨:- પર્યાય અવલંબન લ્યે છે તેવો ભેદેય નથી ત્યાં આ તો સમજાવવું છે. અંતર્મુખ દૃષ્ટિ થઈ તો અવલંબન લીધું એમ કહ્યું. કે – આમ દૃષ્ટિ છે અને હું અવલંબન લઉં છું તેવો વિકલ્પ નથી ત્યાં. આહાહા ! ત્યાં અવલંબન કોણ હૈ !! દ્રવ્ય વસ્તુ આખી પડી છે. એ બાજુ પર્યાય ઝૂકી તો અવલંબન લીધું એમ કહેવામાં આવે છે. આવી વાત છે. કહેવામાં તો એમ જ આવે ને!! ભાવ તો ( અંદરનો ) છે. પર્યાય આશ્રય કરે (છે). આશ્રય કોણ કરે ? પર્યાય આશ્રય કરે છે... કે – આ... આ... આ... (હું) એમ તો વિકલ્પ ઊઠે છે. ફકત ચીજ તેની સન્મુખ થઈ તો આશ્રય અવલંબન આવ્યું એમ કહેવામાં આવે છે. આવો માર્ગ છે – “પ્રભુનો મારગ છે શૂરાનો.”
પ્રશ્ન:- સન્મુખ થવાની શું જરૂર છે?
ઉત્ત૨:- જેને આત્માની જરૂર હોય તેને સન્મુખ થવું. જેણે સંસારમાં ૨ખડવું હોય એને ( આત્માથી ) વિમુખ થવું. સન્મુખ એટલે સન્... સન્ થવું... એની સન્મુખ મુખ કરવું. સત્ સાહેબ ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણની સન્... મુખ અર્થાત્ એ ત૨ફ મુખ કરવું. પર્યાયનું (દ્રવ્ય ) ત૨ફ ઝૂકવું ભાઈ ! બહુ ઝીણો માર્ગ છે.
“
અરેરે ! એ દુઃખી... દુઃખી પ્રાણી છે... હોં ! એ કષાયની અગ્નિમાં બળી રહ્યા છે. રાજાને શેઠીયા કરોડોપતિ દેખાય પણ એ કષાયની અગ્નિથી જલે છે. છ ઢાળામાં આવે છે. “રાગ આગ દહે સદા તાતે સમામૃત સેઈયે” એ બધા રાગની દાથી બળી રહ્યા છે... ભાઈ ! તને ખબર નથી. જેમ જીવતા ઉંદ૨ને અગ્નિમાં શેકે એમ રાગમાં ચૈતન્યનું આખું જીવન શેકાય છે. ભાઈ ! તને ખબર નથી. પછી તે શુભરાગ હો કે અશુભરાગ હો ! છ, સાત કલાક ધંધે બેસે, છ, સાત કલાક સૂવે... એ બધા કષાયની અગ્નિથી બળી રહ્યા છે. કોઈ ધર્મના નામે – દયા–દાન–વ્રત– ભક્તિ-પૂજામાં ( રચ્યા ) હોય એ પણ રાગની અગ્નિથી બળી રહ્યા છે. આવો માર્ગ છે ભાઈ !