________________
કલશ-૧૨૪
૧૨૫
આનંદ છું એવા જે વિકલ્પો તે રાગ છે. તે પણ (અનુભવમાં) નથી, તેમ ત્યાં શૂન્ય થઈ જાય-તેમ નથી. આનંદ સ્વરૂપ ભગવાન આત્માના અસ્તિત્વના અવલંબનથી પર્યાયમાં આનંદ ને શાંતિ આવે છે. ધર્મ આવો છે. અરે ભાઈ ! આ તો ધીરાના કામ છે બાપુ !
અનંતકાળમાં એક સમય પણ ચૈતન્ય દ્રવ્યનું અવલંબન કરી લીધું નથી. પર્યાયનું અવલંબન, પુણ્ય-પાપનું અવલંબન, નિમિત્તના અવલંબનમાં અનાદિથી પડયો છે. જે સંતો કહે છે તે જ પરમાત્મા કહે છે. અહીંયા તો પરમાત્મા આમ ફરમાવે છે. આ પુણ્ય-પાપના | વિકલ્પ છૂટી જાય છે. એટલે જાણે તે શૂન્ય થઈ ગયો? એમ છે નહીં – એમ કહે છે.
પ્રશ્ન- રાગથી શૂન્ય થાય છે! ઉત્તર- રાગથી શૂન્ય થાય છે પરંતુ આનંદના અસ્તિત્વપણે. તેનાથી અશૂન્યપણે ભાસે છે.
“ભાવશ્રુતજ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પ વસ્તુમાત્રને અવલંબે છે” જુઓ! કોઈ અસ્તિત્વ મહાપ્રભુ અંદર છે. તેને અવલંબે છે. વિકલ્પ છૂટી ગયા માટે તેને કંઈ અવલંબન રહ્યું નહીં – એમ નથી. લોકો એમ માને કે – જો શુભભાવ છોડશું તો આપણે શૂન્ય થઈ જશે. શુભભાવ અર્થાત્ દયા-દાન-વ્રત-ભક્તિના જે વિકલ્પ છે તે છોડ, તે શૂન્યનો અર્થ: વિકલ્પ છૂટવાથી શૂન્ય નથી થયો. વિકલ્પ છૂટવાથી અતિરૂપ ભગવાનનું અવલંબન થયું. અરે! આવો માર્ગ....! એણે શું કરવું એની સૂઝ પડે નહીં.
પ્રશ્ન- તો શું કરવું?
ઉત્તર- અંદર અંદર જવું. જ્યાં ચીજ છે-ભગવાન બિરાજે છે ત્યાં જવું. ચૈતન્ય સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ આત્મા બિરાજમાન છે. ત્યાં જવું... ત્યાં (તારું ) અસ્તિત્વ છે. એ અસ્તિત્વના અવલંબને અસ્તિત્વનું વેતન આવે છે. દુઃખનું જે વેદન છે તેનાથી જેમ શૂન્ય થઈ જાય છે તેમ નથી. (અનુભવ) સમયે ક્યાંય આનંદ છે જ નહીં – એમ નથી. શરીરમાં નથી, આબરૂમાં નથી, પૈસામાં નથી, કીર્તિમાં નથી, પુણ્ય-પાપના વિકલ્પ ઊઠે છે તેમાં નથી.
આનંદ પ્રભુ આત્મા છે. અતીન્દ્રિય સુખનો સાગર પ્રભુ છે. તેના અવલંબનથીપર્યાયમાં આનંદના અસ્તિત્વની મોજૂદગી અનુભવમાં આવે છે. આસ્રવનો અભાવ થયો પરંતુ સ્વભાવની શાંતિની મોજૂદગીનો અનુભવ છે. દયા પાળો, વ્રત કરો, એમ રાડો પાડે બિચારા! જૈન દર્શનમાં છાપામાં આવું બહુ આવે છે – સોનગઢવાળા વ્યવહારને ઉથાપી નાખે છે. અરે... પ્રભુ! સાંભળ તો ખરો ભાઈ !
શ્રોતા- એકેય દિવસ અહીંયા આવીને સાંભળ્યું નથી.
ઉત્તરઃ- સાંભળે? એના સાંભળવાના ભાગ્ય ક્યાં હોય ! આવી ચીજ સાંભળવાના ભાગ્ય જોઈએ. આહાહા ! (અલૌકિક) વસ્તુ બાપુ! આ ચીજ કાંઈ (સાધારણ નથી) પં. દોલતરામજીની સ્તુતિમાં આવે છે – ભગવાનની દિવ્ય ધ્વનિ ભવ્યોના ભાગ્ય જોગે નીકળે છે. “મવિ માન વગોવાય, તુમ ઘનિ હૈ સુનિ વિશ્વન નશાય”