________________
૧૨૪
કલશામૃત ભાગ-૪ આત્માના આનંદને પ્રત્યક્ષ અનુભવે છે. આવી ચીજ છે.
પ્રશ્ન:- ભમરડા જેવો સ્થિર છે?
ઉત્તરઃ- ભમરડા જેવી વાત અહીંયા નથી. અહીંયા તો સ્થિર થઈ જાય છે. ભમરડો તો ફરે છે અને સ્થિર દેખાય છે, અહીં એમ નથી. આ છોકરાઓ રમે છે ને! તે ભમરડાને શું કહેવાય? અમારે (ગુજરાતીમાં) ગરિયો કહે છે. એ ફરતો ગરિયો આમ સ્થિર દેખાય... પણ
ત્યાં તે ફરે છે. બહુ ફરે છે. તેમ અહીંયા ( અનુભવમાં) સ્થિર દેખાય છે અને ફરે છે – એમ નથી. ગરિયો (તીવ્ર) ગતિથી ભમતો હોય તેથી અજ્ઞાનીને સ્થિર છે તેમ લાગે છે. બાકી તે ભમે છે. તેમ આત્મા રાગ રહિત થયો તો ભમે છે તેમ નથી. આત્મા અંદરમાં આનંદમાં, જ્ઞાનમાં સ્થિર થાય છે.
પ્રશ્ન- જ્ઞાન ચાલુ રહે છે?
ઉત્તર- અંદરમાં જ્ઞાન.... સ્થિર થઈને ચાલુ રહે છે. એ આત્મામાં રહે છે. આહાહા! આવી વાતું બાપુ! અનંતકાળ થયા તેને કદીય કર્યું નથી. અનંતવાર મનુષ્યપણું મળ્યું, અનંતવાર અબજોપતિ થયો, અનંતવાર ભિખારી થયો આ રીતે મનુષ્યપણું નિષ્ફળ ગયું.
આહાહા! આ આત્મા અંદર વસ્તુ છે. શુદ્ધ ચૈતન્ય પરમાનંદનો પિંડ છે. તેના અવલંબનમાં કોઈ જડતા છે એમ નથી, અને (અનુભવમાં) વિકલ્પ છે તેમેય નથી. આત્માનું અવલંબન છે, તેની દૃષ્ટિમાં આનંદ કંદ પડયો છે. ત્યાં આનંદનો અનુભવ છે. ત્યાં (આત્માની) અસ્તિ છે. ત્યાં જડ જેવો નથી. ત્યાં તો રાગ રહિત શાંતિ શાંતિ છે. અહીંયા તો આસવ રહિત કહેવો છે ને!
| વિકલ્પ છે તે રાગ છે – દુઃખ છે. એ તો ક્ષણિક કૃત્રિમ દશા છે. રાગથી રહિત અતીન્દ્રિયજ્ઞાન... અતીન્દ્રિય આનંદનું વેતન આવ્યું. અસ્તિપણે વેદન આવ્યું.. કાંઈ શૂન્ય છે તેમ નથી શૂન્ય એવું અંદર કાંઈક છે... પણ ખબર પડતી નથી – એવી ચીજ નથી. તે અંતર્લીન થયો તો... આત્મા આનંદસ્વરૂપ છે એવો જ્ઞાન પ્રકાશ પર્યાયમાં આવ્યો. જ્ઞાન સ્વરૂપ જે ધ્રુવ છે તેનું જ્યાં અવલંબન થયું તો પર્યાયમાં જ્ઞાનપ્રકાશ થયો. એમ અનંતગુણનો અંશ પ્રગટ થયો...અરે.આવી વાતો! લોકો તો બહારથી ધર્મ માનીને બેસી ગયા. વ્રત કર્યા, કંઈક બેપાંચ લાખનું દાન કર્યું... ત્યાં માની ત્યે કે – અમે કંઈક ધર્મ કર્યો. ધૂળમાંય ધર્મ નથી.
શ્રોતા:- લૌકિક દૃષ્ટિએ ધર્મ કહેવાય ને?
ઉત્તર:- કહે ધર્મ, ત્યાં જરીયે ધર્મ નથી. તે તો આસ્રવ છે – દુઃખ છે. આહાહા ! અહીંયા તો દુઃખના પરિણામ જે આસ્રવ તેને છોડવાથી.. કોઈ અસ્તિ ચીજ દૃષ્ટિમાં આવી કે શૂન્ય છે? પુણ્ય-પાપનું અસ્તિત્વ હતું તેનું લક્ષ છૂટી ગયું તો અંદર કોઈ વસ્તુનું ( અવલંબન) છે કે – શૂન્ય થઈ ગયો. કોઈ ચીજનો અનુભવ રહ્યો કે નહીં? સમજમાં આવ્યું?
કહે છે કે – સામાન્યપણે સવિકલ્પી જીવના સમાન તે વિકલ્પી પણ નથી. હું જ્ઞાન છું, હું