________________
૧૨૨
કલશામૃત ભાગ-૪ કળશ નં.-૧૨૪ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૨૧૨૩
તા. ૧૫-૧૬/૧૦/૭૭ આગ્નવ અધિકારનો છેલ્લો કળશ છે. “તત જ્ઞાનમ ઉન્મમ જેવો કહ્યો છે તેવો શુદ્ધ ચૈતન્ય પ્રકાશ પ્રગટ થયો તે જીવ કેવો છે?”શુદ્ધ જ્ઞાન ચૈતન્ય પ્રકાશ આસ્રવ રહિત થઈને પ્રગટ થયો છે. અહીં ચૈતન્ય પ્રકાશ પ્રગટ થયો તે બતાવવું છે. શુભ-અશુભ એ આસ્રવ છે – મલિન પરિણતિ છે. તેનાથી રહિત જ્યાં અંતર ભાન થયું અને તેમાં લીન થતાં શુધ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો. આસ્રવ જે પ્રગટ હતો તેના સ્થાને શુધ્ધ જ્ઞાન પ્રકાશ થયો, અર્થાત્ શુદ્ધ ચૈિતન્ય સ્વરૂપ આસ્રવ રહિત થઈને પોતાના પરમાનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના (લક્ષની) દશા પ્રગટ થઈ તેનું નામ આસ્રવ રહિત આત્મદશા પ્રગટ થઈ.
જેને જ્ઞાન પ્રગટ થયું તે જીવ કેવો છે? જેને અંતરમાં આત્મ સ્વરૂપ ચૈતન્યબિંબ જે અનાદિ અનંત, શાંત ને આનંદરસથી ભર્યો છે. એવો આત્મા કોને પ્રગટ થયો? કેવી રીતે પ્રગટ થયો? તે વાત કહે છે.
“મિપિ વસ્તુ અન્તઃ સમ્પશ્યતઃ” નિર્વિકલ્પ સત્તામાત્ર કોઈ વસ્તુ” (મિ) એટલે કોઈ પણ. ચૈતન્ય આનંદકંદ નિર્વિકલ્પ વસ્તુ.. એ અન્તઃ સમ્પયત: ભાવશ્રુતજ્ઞાન દ્વારા અનુભવમાં આવી. આહાહા! (સમ્પશ્યતઃ) ભાવશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે અવલંબે છે. શું કહે છે? આ થોડી સૂક્ષ્મ વાત છે. જ્યારે ધર્માજીવ પોતાના ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ આનંદકંદ તેનું અવલંબન લેતાં, આમ્રવનો અર્થાત્ વિકારનો નાશ થયો.
(અન્તઃ સમ્પયતઃ) અન્તઃ ચૈત્નય સ્વરૂપને ભાવશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ દેખે છે – આવી ભાષા છે. “મિપિ વસ્તુ અન્તઃ પરન્તઃ” નિર્વિકલ્પ સત્તામાત્ર કોઈ વસ્તુ છે. અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનમયી આત્મ વસ્તુ તેને “મન્તઃ સમ્પયતઃ” અંતરમાં ભાવશ્રુતજ્ઞાન દ્વારા (પ્રત્યક્ષપણે અવલંબે છે.) (કન્તઃ) ની વ્યાખ્યા ભાવશ્રુતજ્ઞાન દ્વારા, (સપૂરતઃ) નો અર્થ પ્રત્યક્ષપણે અવલંબે છે. અંતર નિર્મળ ભાવશ્રુતજ્ઞાન એ દ્વારા અંતરમાં વસ્તુને અવલંબે છે. આહાહા! પુણ્ય ને પાપના મલિન દુઃખરૂપભાવનો અભાવ કરીને.... પોતાનો ચૈતન્ય સ્વભાવભાવ તેને (કન્તઃ સમ્પશ્યત:) પ્રત્યક્ષપણે દેખે છે. આવી ઝીણી વાતો બહુ! ધર્મ વસ્તુ સૂક્ષ્મ છે. આ આસ્રવ અધિકારનો છેલ્લો કળશ છે ને!
આહાહા ! અંતરમાં ભગવાન આત્મા! ચૈતન્ય પ્રકાશનો સાગર ભગવાન આત્મા છે. પુણ્ય-પાપના આગ્નવભાવ મલિન અને દુઃખરૂપ છે. તેનો અભાવ કરીને....(અન્તઃ ) ચૈતન્ય વસ્તુને અંતર ભાવશ્રુતજ્ઞાન દ્વારા અવલંબે છે અને પ્રત્યક્ષ દેખે છે.
“પ્રત્યક્ષ અવલંબે છે” આ ભાષા છે. પોતાના અંતરમાં ધર્મની દશા પ્રગટ થતાં. એ ભાવકૃત દ્વારા (પ્રત્યક્ષ દેખે છે.) દ્રવ્યશ્રુતથી નહીં, વાણીથી (આત્મા) પ્રગટ થતો નથી.