________________
૧૨૦
કલશામૃત ભાગ-૪ બહાર નીકળી ગયો. અંદ૨માંથી બહાર નીકળી ગયો. કોઈએ આબરુના વખાણ કર્યા તો રાજી– રાજી થઈ ગયો, ફૂલીને ડોલો થઈ જાય. મૂરખ ! તું આત્મા છો અને તને તારા વખાણની તો ખબર નથી. (બહા૨માં ) મોટો અભિનંદન (પત્ર) નથી આપતા! અભિનંદન આપે તમે આવા છો ને તમે આવા છો... તેમાં હોય નહીં કંઈ માલ.
બે – પાંચ લાખ ખર્ચીને મંદિર બનાવો ભાઈ ! પૈસા ખર્ચ્યા હોય તેથી એને તો જાણે (ઓહો થઈ જાય ) ધૂળમાંય ઓહો નથી, આવી વાતું છે. દુનિયા સાથે મેળ ખાય એવું નથી. આ બધી ઉપાધિ છે – અનાત્માની વાત છે.
આત્મા જે છે એ તો આનંદ સ્વરૂપ છે. તેને જે જે પુણ્ય – પાપના વિકલ્પ ઊઠે છે ( વૃત્તિ: નિયંત્) બહા૨ ભમે છે. બિહÁલો – વ્યભિચારી થઈ ગયો છે. પુણ્ય – પાપના રસિયાઓને તો આકરું પડે એવું છે.
જુઓને ! અમે આવા મંદિર બનાવીએ, આ આરસ પહાણનું છવ્વીસ લાખનું મંદિર છે. આ તો આરસ પહાણનું છે પરંતુ સવારે વાત આવી હતી કે સ્ફટીકમણિના મહેલ હોય રાવણના મહેલ હતા એમાં શું છે? એ બહા૨ની ચીજ બધી ધૂળ છે. એ તારામાં ક્યાં આવી ? (લોકો ) બહા૨માં હાલી નીકળ્યા છે તેને કહે છે - ( વહિ: નિયંત્ )
પોતાનો જ્ઞાનાનંદ પ્રભુ, નિત્યાનંદ પ્રભુ – સ્વભાવ છે. તેનાથી (ભિન્ન ) જેટલા વિકલ્પ ઊઠે છે. પુણ્ય –પાપના, શુભ – અશુભ રાગના અને તેનો બંધ અને તેના ફળનો એ બહા૨ની ચીજ છે. એ વિકલ્પ તારા અંત૨માં નથી. એ બહિર્ચીજને પોતાની માનવી તે બહિર્માત્મા મિથ્યાર્દષ્ટિ મૂઢ છે. આમાં એક કલાકમાં કેટલું યાદ રાખવું ? ભાષા તો જુઓ ! મરિચિચ – વિકલ્પની જાળ. શુભ – અશુભ એ બધી ( વૃત્તેિ: નિયંત્) જાળ બહા૨માં છે, અંદ૨માં નથી. અનાદિથી બહા૨માં ભમ્યો છે. મેં વ્રત કર્યા, શ૨ી૨થી બ્રહ્મચર્ય પાળ્યા એ બધા વિકલ્પ છે. મેં સ્ત્રીનો ત્યાગ કર્યો, તે શું ત્યાગ કર્યો ? બ્રહ્મ નામ આત્મા અને એના આનંદમાં ચરવું – રમવું તેનું નામ બ્રહ્મચર્ય છે. શ૨ી૨થી બ્રહ્મચર્ય પાળ્યું એટલે બ્રહ્મચર્ય થઈ ગયું એમ નથી. બ્રહ્માનંદ પ્રભુ ભગવાનમાં રમવું તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ પ્રભુ ! તેમાં ચરવું અર્થાત્ ૨મવું તે બ્રહ્મચર્ય છે. શ૨ી૨થી તો અનંતવા૨ બ્રહ્મચર્ય પાળ્યા પ્રભુ ! એ તો બધી રાગની ક્રિયા છે, ભાઈ ! તને ખબર નથી.
“ભાવાર્થ આમ છે કે-પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સમસ્ત વિકલ્પ મટે છે.” અંદરમાં જે સ્વરૂપ છે તે વર્તમાન દશામાં પ્રાપ્ત થયું. બધા વિકલ્પનો નાશ થઈને એકલી અતીન્દ્રિય આનંદમય દશા રહી જાય છે. અતીન્દ્રિય આનંદની દશા, અતીન્દ્રિય અનંતજ્ઞાન તેનું નામ ૫રમાત્મપદ છે – તેનું નામ મુક્તિ છે, તેમાં કોઈ વિકલ્પ છે નહીં.