________________
કલશ-૧૨૩
૧૧૯ છે મૂર્તિ છે. પુદ્ગલ પરમાણું માટી – અજીવ - જડ - મૂર્તિ છે. છ એ ઇન્દ્રિય, શરીર છે તે અનંતા રજકણોનો પિંડનો જથ્થો છે. આ (શરીર) એ કાંઈ પ્રભુ આત્મા નથી. શરીરમાં આત્મા નથી. આત્મા તો અંદર જુદી ચીજ છે.
આહાહા! “જે કર્મની સામગ્રી ઇન્દ્રિય શરીર, રાગાદિમાં આત્મબુદ્ધિ,” રાગ અર્થાત્ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-હિંસા-જૂઠ-ચોરી-વિષય-ભોગ-વાસના એ બધા વિકાર છે અને તેમાં આત્મબુદ્ધિ- આ મારું છે. તેમ માને છે એ ભ્રમ અજ્ઞાન અને મૂઢતા છે.
એક વ્યક્તિ એ એમ કહેતો હતો કે – બાવો થઈ જાય તો બેસે! અહીં કહે છે- સાંભળ તો ખરો. (આત્મા) બાવો જ છે. તારી ચીજ છે એ તો નિગ્રંથ સ્વરૂપ... અંદર ભગવાન સ્વરૂપ બિરાજે છે. તને તારી ખબર નથી. એ ચીજ તો પુણ્ય – પાપના વિકલ્પથી નિવૃત્ત સ્વરૂપ છે. (આત્મા) નિવૃત્ત સ્વરૂપ ન હોય તો નિવૃત્તિ સ્વરૂપ આવશે ક્યાંથી? આહાહા ! ભારે આકરું કામ ભાઈ !
અહીંયા કહે છે - (સ્વમરિવિવ) પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભમાં દયા - દાન - વ્રત - કામ - ક્રોધ – વિષય ભોગ - વાસનાના ભાવ તે બધા મૃગતૃષ્ણાના ભાવ છે, તેમાં કોઈ શાંતિ નથી તેમજ એ ભાવમાં આત્મા નથી.
“મરિચિવ વરાત્ ત્ય” તેનો તત્કાળમાત્ર વિનાશ કરીને.” આહાહા! શાંત વીતરાગ મૂર્તિ પ્રભુ! અવિકારી આનંદ સ્વરૂપની અંદર સ્થિર થવાથી આવા મરિચિચક્રનો નાશ થઈ જાય છે.. અને પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે.
(વિરા) તત્કાળમાત્ર વિનાશ” જુઓ! ચિર નહીં, દીર્ધકાળ નહીં. વિકલ્પની જાળનો તત્કાળ નાશ થાય છે. ભગવાન આનંદકંદમાં જ્યાં સ્થિર થયા. તે જ ક્ષણમાં સર્વ વિકલ્પનો નાશ થાય છે. (વિરા) તત્કાળ.. , પ્રકાશ થયો તો તે જ ક્ષણે અંધકારનો નાશ થઇ જાય છે. બધાએ આ સમજવા જેવું છે બાપુ! બાળ હો! યુવાન હો! વૃદ્ધ હો ! ગરીબ હો ! સ્ત્રી હો કે પુરુષ હો! એ તો બધાં (નોકર્મ) છે.
આહાહા ! પૂર્ણાનંદના નાથમાં સ્થિર થતાં, (ધ્રુવની) ત્રાટક બનાવીને સ્થિર થતાં ધીર થતાં.. . દશામાં પૂર્ણ સ્વરૂપને ધારતાં બધા વિકલ્પોનો નાશ થાય છે. અહીંયા અનંત પુરુષાર્થ છે. આ કાંઈ વાતે વડા થાય એવું નથી. એ લોકોને આકરું લાગે છે કે- સોનગઢવાળાએ વ્યવહારને ઉથાપી નાખ્યો છે. એમ કહે છે. રાડો પાડો તો પાડો! સંપ્રદાયવાળા વિરોધ કરે છે. કોનો વિરોધ કરે છે પ્રભુ! તને ખબર નથી ! આહાહા ! તારી ચીજ છે તે અંદર રાગ રહિત, વિકલ્પ રહિત પડી છે તેની વાત કરીએ છીએ.
કેવું છે મરીચિચક્ર? વદિ: નિયંતઅનાત્મ પદાર્થોમાં ભમે છે. (વર: નિર્વત) અંતર સ્વરૂપથી નીકળીને પુષ્ય ને પાપ, શુભ ને અશુભમાં અર્થાત્ બહારમાં ભમે છે. આહાહા ! ભગવાન અનંત આનંદના નાથને છોડીને, વિકલ્પની જાળમાં ભમે છે. સર્વ વિકલ્પમાં (વી.)