________________
૧૧૮
કલશામૃત ભાગ-૪ છે? એ વાત તેણે કદી સાંભળી નથી.
અરે! એણે જિંદગીને બહારથી માની છે. પૈસા થઈ ગયા કરોડ – બે કરોડ પાંચ કરોડ થયા હોય અને પચાસ લાખનું દાન આપે તો (માને ધર્મ)... દુનિયા પણ ગાંડીને પાગલ છે. (અજ્ઞાની) બધા પાગલ છે. આપણે આ જયપૂરના સંસ્કૃતના મોટા પ્રોફેસર છે. એ પ્રોફેસર ધૂળના છે. પાપનો ધંધો છે. એલ. એલ. બી. ને એમ. એ. ભણેલા હોય, મોટા ભાષણ આપે, લોકોને થાય ઓહોહો ! પણ ધૂળમાં શું છે? આ (નિજ) ત્રણલોકના નાથને ન જાણ્યો ત્યાં સુધી બધું જાણું ફોક છે. આહાહા ! પાંચ પાંચ હજારના ને દસ હજારના પગાર એ બધું ધૂળધાણી છે.
આહાહા! ભગવાન આત્મા કેવો છે? એક છે તેની વ્યાખ્યા કરી. પુણ્ય – પાપના કોઈ વિકલ્પ તેમાં છે જ નહીં. હું શુદ્ધ છું. અખંડ છું એવી વૃત્તિ ઊઠે છે. એ વૃત્તિ પણ અંદરમાં છે નહીં, અંદરમાં નિર્વિકલ્પ – અભેદ ચીજ પડી છે.
વળી કેવું છે?“અવન” કર્મનો સંયોગ મટવાથી નિશ્ચલ છે.” હવે રાગના વિકલ્પનો નાશ થઈ ગયો. નિત્યાનંદ પ્રભુ અચલ છે. પોતાના આનંદમાં અવિચલ વિચરે છે. હવે રાગમાં આવતો નથી.
શું કરીને આવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે? મરી િવક્રમ જિરાત સંદર્યે “સ્વમરિચિચક્રનો અર્થ જૂઠ છે. ભ્રમ છે.” સ્વમરિચિચદં મૃગતૃષ્ણા જેવું જૂઠ છે. આ પુણ્ય ને પાપના વિકલ્પ બધા જૂઠ – માયાજાળ – મૃગજળ છે. જેમ મૃગજળ હોય તેમાં પાણી ન હોય તેમ આ પુણ્ય ને પાપના ઠાઠ બધા છે બહારના એ મૃગજળ છે. સમજમાં આવ્યું?
(રિજિ) મૃગતૃષ્ણાનો સમૂહ (સ્વમરિચિમ્) પોતાના વિકલ્પોનો અર્થાત્ જૂઠા જળનો સમૂહ. જૂઠી તૃષ્ણાનો સમૂહ. અંદરમાં વિકલ્પની જાળરૂપે છે. અનેક પ્રકારના શુભઅશુભ, દયા-દાન ને વ્રત – ભક્તિ – પૂજા – નામ સ્મરણ એ બધું વિકલ્પની જાળ છે. અરેરે! આકરું લાગે ! એ મરિચિચક્રે છે તે મૃગતૃષ્ણાના જળ જેવા છે... તેમાં આત્મા નથી.
પ્રશ્ન- વિકલ્પમાં થોડી ય શાંતિ ન હોય?
ઉત્તર- ત્યાં શાંતિ ક્યાં છે, ત્યાં તો દુઃખ છે. દયા-દાન-વ્રત-તપ-ભક્તિ-પૂજા-પ્રભુનું નામ સ્મરણ એ વિકલ્પ છે, રાગ છે, દુઃખ છે, એ આત્માના આનંદથી વિપરીતભાવ છે. આ શેઠે પૈસા આપીને ત્રણ લાખનું મંદિર બનાવ્યું છે. ત્રણ લાખની ધર્મશાળા બંધાવી છે. એક કરોડ આપેને. ત્યાં ક્યાં ધર્મ હતો? પૈસા તો જડ-ધૂળ છે. એ ધૂળનો ઘણી થઈને આપે તો મિથ્યા ભ્રમણા છે. અહીંયા (ખોટા) માખણ ન મળે ! ત્યાં તો બધા (ખોટી) હા પાડનાર હોય ને!
અહીંયા કહે છે – (પરિવિવ) વિકલ્પની જે જાળ છે તે બધી “જૂઠ છે - ભ્રમ છે જે કર્મની સામગ્રી ઇન્દ્રિય શરીરમાં આત્મબુદ્ધિ”, આ (શરીર) જડ-માટી–ધૂળ છે-અજીવ