________________
કલશ-૧૨૪
૧૨૩ વાણી સાંભળીને જે વિકલ્પ આવે છે તેનાથી પણ જાણવામાં આવતો નથી. બહિર્મુખનું લક્ષ છોડીને. અંતર્મુખ ભાવશ્રુતજ્ઞાન દ્વારા અંતરંગમાં (પત્તિ ) પ્રત્યક્ષ અવલંબે છે. સમાજમાં આવ્યું? માર્ગ બહુ સૂક્ષ્મ છે.
અનંતકાળથી તેણે આ કર્યું નથી. ચારગતિમાં રખડતાં.. રખડતાં શુભાશુભભાવ કર્યા અને એ શુભભાવથી મનુષ્યપણું કે સ્વર્ગાદિ મળ્યું. તેમાં દુઃખ છે. પા૫ (ભાવ) થી તિર્યચપણું અને નરકાદિ એવી હલકી ( ગતિ મળી)- એમાં દુઃખ થાય છે. ચારેય ગતિ દુઃખરૂપ છે. પુણ્યપાપના ફળરૂપ ચારગતિના ભાવ દુઃખરૂપ છે. આસ્રવના પરિણામનું લક્ષ છોડીને.. ત્રિકાળ આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્ય સત્તાસ્વરૂપ તેનું ભાવશ્રુતજ્ઞાન દ્વારા અવલંબન કર્યું. તેને આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવ્યો. આવી વાત છે. આસ્રવ અધિકારનો છેલ્લો કળશ છે ને!
ભાવાર્થ આમ છે કે-“શુદ્ધ સ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ઠની માફક જડ છે એમ પણ નથી.” શું કહે છે? કોઈ એમ કહેતા હોય છે ને કે – અંદરમાં અનુભવ પછી કોઈ ચીજ અનુભવમાં નથી આવતી. અર્થાત્ તે લાકડાંની જેમ નિર્વિકલ્પ થઈ જાય છે... તો એમ નથી. દૃષ્ટિમાં ચીજ આવી જ નથી. – એમ નથી. જડ જેવો થયો નથી.
“સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી” શું કહે છે? ભગવાન આત્મા અંતર આનંદનું ધામ પ્રભુ ! સ્વયં જ્યોતિ સુખધામ છે. એ (આત્મ) ચીજને અનુભવતાં... ત્યાં લાકડાં સમાન જડ નથી થતો, તેમ રાગના, પુણ્ય-પાપના વિકલ્પ કરનારની પેઠે વિકલ્પી પણ થતો નથી. આવી વસ્તુ છે. સમજમાં આવ્યું?
શ્રોતા:- લાકડાંની સમાન જડ નથી અને
ઉત્તર લાકડાંની સમાન જડેય નથી અને વિકલ્પી પણ નથી. પેલા કહે છે ને ! વિકલ્પ છોડી ધો. વિકલ્પ છોડી દ્યો...! પણ... અંદર શું ચીજ છે એનો તો ખ્યાલ નથી. એ... આનંદમાં અને જ્ઞાનમાં ખ્યાલમાં એ ચીજ આવે છે કે નહીં? એ કહે – વિકલ્પ છોડી દ્યો! શું વિકલ્પ છોડે!! અહીં કહ્યુંને અંતર ચૈતન્ય સ્વરૂપનું અવલંબન લીધું છે. વિકલ્પ છોડીને તેને લક્ષમાં – અવલંબનમાં કોઈ ચીજ નથી – એમ નથી, એવી ચીજ નથી. અલૌકિક વાત છે. વીતરાગમાર્ગ બહુ સૂક્ષ્મ છે.
આહાહા ! દુનિયામાં બધું અનંતવાર કર્યું. વેપાર ધંધાનો રાગ કર્યો. પણ ધંધો કે વેપાર કરી શકતો નથી. તેણે રાગ કર્યા અને દ્વેષ કર્યા. અરે..! દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા (ના ભાવ) પણ અનંતવાર કર્યા. પરંતુ તે તો બધી રાગની ક્રિયા છે. એ બધી આસવની ક્રિયા છે. અહીંયા અધિકાર આસ્રવના અંતનો (નાશનો) છે.
આહાહા ! અંતર સ્વરૂપ... આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ! તેના અવલંબનથી વિકલ્પનો અભાવ થાય છે. તો તે જડ જેવો નથી થતો અને વિકલ્પી અર્થાત્ જે રાગી છે... વિકલ્પો ઊઠે છે. એવોય નથી. ત્યાં તો ચૈતન્ય શુદ્ધ આનંદનું અવલંબન છે અને તે ભાવશ્રુતજ્ઞાનમાં