________________
કલશ-૧૨૪
૧૨૭ કોઈ નિર્વિકલ્પ વસ્તુમાત્રને” ભગવાન મહાપ્રભુ ચૈતન્ય રત્નાકરની અસ્તિ, તેને જરૂર અવલંબે છે. આસ્રવ છૂટે તો (આત્માને ) જરૂર અવલંબે છે... અવશ્ય અવલંબે છે.
“પર” આવા અવલંબનને વચનદ્વારથી કહેવાને સમર્થપણું નથી,” કહેવા માટે શબ્દ શું કહે... એમ કહે છે. ભગવાન અતીન્દ્રિય આનંદ પ્રભુ તેનું વર્તમાન પર્યાયમાં અવલંબન કરવું. કેવી રીતે કહેવું? ભાષા તો શું કરે? “પર' વચન દ્વારા કહેવાને સમર્થ નથી, તેને કહેવું શક્ય નથી. ભાષા જુઓ! આ તો શબ્દથી એમ કહ્યું બીજી જગ્યાએ કળશટીકામાં એમ આવે છે કે – વચનથી કહેવાય નહીં. પણ જ્ઞાન છે એટલું કહીએ છીએ. જ્ઞાન એટલે આત્મા છે. એ રાગના વિકલ્પથી રહિત થતાં ભગવાન જ્ઞાન સ્વરૂપ દૃષ્ટિમાં આવે છે. એટલું કહીએ છીએ.
કેવો છે શુદ્ધ જ્ઞાન પ્રકાશ?” ભગવાન પ્રભુ અંદર કેવો છે? આહાહા ! જેને વર્તમાન ભાવશ્રુતજ્ઞાન અવલંબે છે, વર્તમાન નિર્મળ પર્યાય જેને અવલંબે છે – એ ચીજ અંદર કેવી છે? એ ભગવાન આત્મા છે કેવો?
નિત્યોદ્યોત” અવિનાશી છે પ્રકાશ જેનો.” આહાહા ! ધ્રુવ. ધ્રુવ... ધ્રુવ. ધ્રુવ અવિનાશી ચૈતન્યનો પ્રકાશ એ ચીજ અંદર છે. અવિનાશી ધ્રુવ નિત્ય ઉદ્યોત પ્રભુનિત્યકાયમ પ્રકાશરૂપ એવી ચીજ અંદર છે. કયા કારણથી આવો અવિનાશી પ્રકાશ જેનો છે? પ્રગટ અવલંબન થયું.
શા કારણથી?“રા'વીનાં નિતિ વિનાત” રાગ-દ્વેષ મોહની જાતિના છે જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુધ્ધ પરિણામ તેમનો તત્કાળ વિનાશ થવાથી.”
અહીંયા શું કહે છે? વિકલ્પમાત્ર છૂટી જતાં અવલંબન થયું. શું તેનાં અવલંબનથી થયું? ચૈતન્ય ધ્રુવ સ્વભાવ તેનો અનુભવ થયો. શ્રુતજ્ઞાને અવલંબન લીધું તો થયું શું? “RITલીનાં
તિ વિરામારાગ-દ્વેષ મોહની જાતિના જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુધ્ધ
પરિણામ.”
શુભ પરિણામ પણ અસંખ્ય પ્રકારના છે અને અશુભભાવ પણ અસંખ્ય પ્રકારના છે. “જ્ઞાતિ વ માતતત્કાળ વિનાશ થવાથી. જ્યાં આત્માના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લીધું ત્યાં આસ્રવ તત્કાળ નાશ થાય છે – એ સમયે નાશ થાય છે. રાગ ઉત્પન્ન થતો નથી... એટલે નાશ થઈ ગયો એમ. આવો ઝીણો માર્ગ બહુ! લોકોએ બહારમાં સ્થૂળ કરી નાખ્યો.
આહાહા! અરૂપી પ્રભુ! એમાં એના પરિણામ અર્થાત્ પર્યાય એ તો ઘણી સૂક્ષ્મ. હું દ્રવ્ય સ્વરૂપ છું. એ સૂક્ષ્મ છે અને એક સમયની દશા એ પણ સૂક્ષ્મ છે. એ પર્યાય... પર્યાયવાન તરફ ઝૂકી તો કહે છે કે – (વિરામ) તત્કાળ આગ્રુવનો નાશ થાય છે. અહીંયા (પરિણામમાં) આનંદ ઉત્પન્ન થયો, તે સમયે આસ્રવની ઉત્પત્તિ ન થઈ તેનું નામ નાશ થયો તેમ કહેવામાં આવે છે. ભાષા તો બહુ સાદી છે ભાઈ !