________________
૧૧૬
કલશામૃત ભાગ-૪ ચોંસઠ પહોરી તીખાશ તેની દશામાં પ્રગટ થાય છે. તેમ પરમાત્મ સ્વરૂપ શક્તિરૂપે તો દરેક આત્મા ભગવાન છે. તે પરમાત્મા સ્વરૂપ જ છે. આરે..! આવી વાત કેમ બેસે? બીડી વિના ચાલે નહીં. બે બીડી – સીગરેટ સરખી પીવે ત્યારે પાયખાને દિશા ઊતરે આવા તો લખણ, તેને કહેવું કે – પ્રભુ તારો આત્મા (પરમાત્મા) છે. તે કયા ગજથી માપે? સવારે એક પ્યાલો સરખી ચા હોય અને એમાં રસગુલ્લા હોય, બિસ્કીટ હોય એ બધું સરખું ખાય તો (મજા પડે ને?) અહીં ના પાડે છે. ધૂળમાંય મજા નથી. સાંભળ તો ખરો! એમાં ઠીક છે અને અમને મજા પડી (એમ માનનાર) મૂઢ છે.
પ્રશ્ન:- એ તો ખાવાવાળો જાણે! ઉત્તર- ખાવાવાળો એમ જાણે એ મૂઢ છે. એ જાણે છે કે – મને મજા પડી. પ્રશ્ન- મજા માને છે પણ મજા આવે શેમાંથી?
ઉત્તર- અજ્ઞાનપણામાં મજા માની છે, મજા છે ક્યાં? એ તો દષ્ટાંત આપીએ છીએ ને ! વર્ષ – દોઢ વર્ષનું બાળક હોય, જેઠ માસનો તડકો હોય, દૂધ વધારે પીધું હોય, એની માતાએ પાયું હોય અને બીજાએ પણ પાયું હોય તો તેને શરણું થઈ જાય તે આમ ઠંડુ ઠંડુ લાગે, બહારમાં ગરમી હોય તેથી ઝાડાને અડાડીને ચાટે. આ તો અમે બધું જોયું છે એમ સાકરના સ્વાદમાં, ખાવાના સ્વાદમાં રાગની વિષ્ટાનો સ્વાદ (લે) છે, તેમાં ભગવાન આત્માનો સ્વાદ નથી. આહાહા ! આવી વાતું છે નાથ!
કેવો છે મદદ? કહે છે કે – અંદરમાં ચૈતન્ય તેજ છે જેનું. ચોસઠ પહોરી શક્તિ પડી છે. તેમ અંદરમાં તેજમાં, તેજ કેવું છે? “અસંખ્યાત પ્રદેશે જ્ઞાનરૂપે બિરાજમાન છે.” અસંખ્ય પ્રદેશ છે, વાત ઝીણી છે. જેમ સોનાની સાંકળી હોય છે. શું કહે છે? હજાર મકોડાની ચેન – સાંકળી છે તેમ આ આત્મા (અસંખ્ય પ્રદેશી છે) અહીંયા પ્રદેશ, અહીંયા પ્રદેશ છે. જેમ સાકળીમાં મકોડા છે તેમ પ્રદેશ છે. પણ છે સળંગ. સળંગ એક આત્મા (વ્યાપક છે.) ઝીણી વાત બહુ!
આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વાત છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે. દરેક પ્રદેશમાં અનંત આનંદ ને જ્ઞાન આખા અસંખ્યાત પ્રદેશમાં વ્યાપ્ત છે. પગથી માથા સુધી અંદરમાં શરીરથી ભિન્ન ભગવાન છે. શરીર તો હાડકાં માટી – જડ – ધૂળ છે, તે તો રૂપી છે, મૂર્તિ છે. જ્યારે ભગવાન અરૂપી છે અને અમૂર્ત છે.
“પૂf” અસંખ્યાત પ્રદેશે જ્ઞાનરૂપે બિરાજમાન છે.” અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાન ભર્યું છે... અને ત્યાં તો ચૈતન્ય બિરાજમાન છે. ચેતન એવો ભગવાન તેની ચેતના જાણન-દેખન સ્વભાવથી અંદર ભર્યો પડયો પ્રભુ છે.
“વળી કેવું છે? જ્ઞાનઘનૌઘમ્” ચેતનાગુણનો પુંજ છે.” જેમ રૂનું ધોકળું હોય છે ને! પચ્ચીસ મણની પચાસ મણની બોરી હોય તેમ આ ભગવાન જ્ઞાનનું ધોકળું છે. અંદરમાં