________________
કલશ-૧૨૩
૧૧૫ થઈ જાય છે એટલે સ્વસંવેદન થાય છે એમ નથી. પરંતુ અંતરમાં એટલું બધું આનંદનું વેદન સ્વસંવેદન પ્રચુર હોય છે કે – જેમાં વસ્ત્રનો ટૂકડો રાખવાનો વિકલ્પ રહેતો નથી. જ્યારે માતાએ જન્મ આપ્યો તેવું નગ્ન શરીર હોય છે. તેઓ તો અંદરમાં અતીન્દ્રિય આનંદના ઝૂલામાં ખૂલે છે. તેમાં આ ટીકા બની ગઈ.
ટીકા બનાવવાનો વિકલ્પ આવ્યો તે રાગ છે. અહીં કહે છે કે – એ રાગ મારી ચીજ નથી. પરંતુ (રાગ) આવી ગયો છે અને આ શાસ્ત્ર બની ગયું છે. શાસ્ત્રને બનાવવાવાળો હું નથી. શાસ્ત્ર બનાવવાનો જે વિકલ્પ ઊઠે છે તે રાગ છે. તે હું નથી. રાગ આવ્યો હતો અને આ પરમાણુંની ટીકા બની ગઈ.
“ભાવાર્થ આમ છે કે - પરમાત્મપદને પ્રાપ્ત થાય છે.”પરમ સ્વરૂપની પ્રાપ્તિ, દશામાં થાય છે. વસ્તુ તરીકે જેમ લીંડીપીપર (કદે ) નાની હોવા છતાં તેની અંદર ચોસઠ પહોરી તીખાશ પડી છે. તે બહાર આવે છે. ચોસઠ પહોરી તીખાશ પીપરમાં છે તે પર્યાયમાં બહાર આવે છે ચોસઠ નામ રૂપિયે રૂપિયો આપણે ચોસઠ કહે છે ને! ચોસઠ પૈસા એટલે રૂપિયો. ચોંસઠ પહોરી એટલે રૂપિયે રૂપિયો. પૂર્ણ શક્તિરૂપ તીખાશ પડી છે.
લીંડીપીપરમાં અંદર પૂર્ણ તીખાશ ભરી છે. તેને લઢવાથી પર્યાયમાં બહાર આવે છે. એને લઢવાથી પણ તીખાશ નથી આવી. લઢવાથી આવતી હોય તો પથ્થરા અને કોલસાને ઘૂંટવાથી ચોંસઠ પહોરી (તીખાશ આવી જાય ) પણ ત્યાં ક્યાં આવે છે?
પ્રશ્ન- તો કેવી રીતે આવે છે?
ઉત્તર:- એ (તીખાશ) ઘંટયા વિના જ આવે છે. ઘૂંટવાનું તો નિમિત્ત છે. (તીખાશ) પોતાના લીંડીપીપરના ઉપાદાનથી પ્રગટ થાય છે. એમ કહે છે. ઝીણી વાતો છે બાપુ! જગતથી નિરાળી છે નાથ!
આહાહા ! પોતાની ઉપાદાનની યોગ્યતાથી પર્યાય પ્રગટ થાય છે. કહે છે કે (પત્તિ ) પોતાનામાં સ્થિર થવાથી પર્યાય પ્રગટ થાય છે. અરેરે! આવી વાતું બાપુ! આવું મનુષ્યપણું મળ્યું અને આવું તત્ત્વ ન સમજે તો મનુષ્યપણું મળ્યા ન મળ્યા બરોબર થઈ જશે. જગતના લોકો મોટપ આપે કે – મહાત્મા થઈ ગયાને! મહંત થઈ ગયા ને! મોટા મઠ કરોડોના – અબજોના બનાવ્યા તેમાં ધૂળમાંય ધર્મ છે નહીં. જ્યારે અંદર આત્માનો મઠ બનાવે ત્યારે ધર્મ થાય એમ કહે છે.
પરમાત્મ પદના (તત્રસ્થા.) જે પરમાત્મા શક્તિરૂપે છે, સ્વભાવરૂપે છે, આનંદરૂપે જે છે તેની અંદર લીન થવાથી. વર્તમાન દશામાં પરમાનંદ પ્રગટ થાય છે. “અપ્પા સો પરમઅપ્પા” આત્મા શક્તિરૂપે – સ્વભાવરૂપે – ભાવરૂપે આત્મા પરમાત્મરૂપે જ છે. તેની એકાગ્રતાથી વર્તમાન દશામાં પરમાત્મપદ પ્રાપ્ત કરે છે.
લીંડીપીપરમાં ચોંસઠ પહોરી ચરપરાઈ પડી છે. પરંતુ જ્યારે તે બહાર આવે ત્યારે