________________
કલશ-૧૨૩
૧૧૩
અમે તો બધું દેખ્યું છે ને ! રાવણ આદિનો સ્ફટિકમણિનો મહેલ હતો, આ પથ્થરની શીલાઓ નહીં એક – એક સ્ફટિકમણિની અબજોની કિંમત એવા સ્ફટિકમણિ પરંતુ મૂઢ જીવને પોતાનું જે સ્વરૂપ તેની ખબર નથી. સ્ફટિકનો મહેલ, સ્ફટિકની નિસરણી સ્ફટિકની લાદી. આહાહા ! પ્રભુ ! જરા જો અને સાંભળ તો ખરો ! સ્તુતિમાં આવે છે –
'
,,
“જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે” જેવો સ્ફટિક નિર્મળ છે એવો તારો નાથ નિર્મળ છે.
આનંદ, શાંતિ એનો સ્વભાવ છે... ત્યાં તે કદી નજ૨ કરી નહીં. જ્યાં નિધાન પડયા છે ત્યાં નજરું ન કરી અને પુણ્ય ને પાપ ને આ બહારની ધૂળ મળી કરોડો રૂપિયા... અબજો રૂપિયા (એમાં મૂર્છાઈ ગયો ) એ બધા ભિખારા છે. આહાહા! પોતાના નિજ નિધાનની કિંમત નહીં અને આ બહારની ધૂળની કિંમત આ અબજો રૂપિયા મળ્યા, કરોડોના દાન આપ્યા તેથી થઇ ગયો ધર્મ. એમાં ધૂળમાંય ધર્મ નથી. સાંભળ તો ખરો !
અહીંયા તો કહે છે પ્રભુ ! પુણ્ય ને પાપના વિકલ્પ તે મૃગતૃષ્ણા છે. પાઠમાં આગળ કહેશે “સ્વમરીવિ પમ” ભાઈ ! એ પુણ્ય ને પાપના ભાવ અને તેના ફળ મૃગજળ જેવા છે. મૃગજળ એટલે ખારીલી જમીન ઉ૫૨ સૂર્યના કિરણ પડે તેથી જળ જેવું દેખાય છે. પરંતુ ત્યાં જળ છે નહીં. જળ જેવું દેખાય તેને મૃગજળ કહે છે. એ મૃગતૃષ્ણા છે તેમ પુણ્ય ને પાપના વિકલ્પો મૃગજળની તૃષ્ણા છે. ગજબની વાતું છે નાથ !
બે – પાંચ કરોડ ધૂળ મળે, પત્ની રૂપાળી મળે, શરીરે રૂપાળા હોય... પણ એ તો માટીધૂળ છે. એ બધું ‘મરીચિચક્ર' છે. એ મૃગ તૃષ્ણાનું જળ છે, એમાં આત્મા નથી. ‘તંત્રસ્થા:’ શબ્દો બહુ ગંભીર છે. સચ્ચિદાનંદ શાશ્વત અવિનાશી પ્રભુ ! અણકરેલ.. . અણબનેલ... અનાદિ અનંત એવો જે ભગવાન આનંદકંદ પ્રભુ તેમાં ( સ્થાઃ) રહેવાથી, અતીન્દ્રિય આનંદનું ધ્રુવ સ્વરૂપ પ્રભુ તેમાં (સ્થાઃ) ટકવાથી તેમાં મગ્ન થવાથી, તેમાં લીન થવાથી (આનંદનો અનુભવ થાય છે ) અરે.. ! આવી વાતું ! ધર્મના મારગડા ઝીણા નાથ ! લોકોએ તો કંઈને કંઈ સમજાવીને મારી નાખ્યા છે.
અહીંયા કહે છે કે ( તંત્રસ્થા: શાન્ત મહ: ) અવિકારી નિર્દોષ શાંતિનું તેજ, ચૈતન્યનું તેજ, ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર અંદર પડયું છે. આત્મા પરમાનંદનો નાથ.... અનાકુળ શાંત રસનો કંદ અંદર છે, તેની સ્વસન્મુખ થઈને; ૫૨થી વિમુખ થઈને અંતર્લીન થાય છે. ૫૨ પદાર્થમાં, તે તીર્થંકરદેવ હો ! તેનાથી પણ લક્ષ છોડી દે. એ તારી ચીજ નથી. એ તને લાભદાયક નથી. કેમકે એ ૫૨ચીજ છે.... તેથી ૫૨થી લક્ષ છોડી દે. એ ૫૨ (લક્ષ ) થી તને જે શુભરાગ આવે છે ( મહઃ ) એકવાર ત્યાંથી લક્ષ છોડી દે. વર્તમાન દશા જે રાગને જાણવાવાળી છે તેનું લક્ષ પણ છોડી દે. (તંત્રસ્થા: ) બાપુ ! આ તો અધ્યાત્મની વાત છે. આ તે કાંઈ વાર્તા કથા નથી... આ તો પ્રભુની કથા છે. આ તો આત્મકથા છે.