________________
કલશ-૧૨૩
૧૧૧ ક્ષયકરણશીલ ભગવાન આત્માનું સમ્યગ્દર્શન થયું અને સાથે આનંદની ધારા પ્રગટી તે રાગને, કર્મને મૂળથી નાશ કરવાવાળી છે. આ તો ઉપચારથી કથન કર્યું છે. આવી ચીજ છે. પ્રવચન નં. ૧૨૧
તા. ૧૪/૧૦/૭૭ આ આસ્રવ અધિકાર ચાલે છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, તેમાં પુણ્ય પાપના જે વિકલ્પ ઊઠે છે તે આસ્રવ છે. હિંસા - જૂઠ - ચોરી – ભોગ - વિષય – વાસના તે પાપરૂપી રાગ છે, એ આસ્રવ છે તે નવા કર્મના આવવાનું કારણ છે. દયા –દાન- વ્રત - તપ - ભક્તિ - પૂજાનો વિકલ્પ તે શુભરાગ છે. શુભ ને અશુભ બને રાગ – આસ્રવ નવા (કર્મનું) આવરણનું કારણ છે.
જેમ વહાણમાં છિદ્ર પડતાં પાણી આવે છે તેમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ આનંદકંદ પ્રભુ છે તે પોતાનું સ્વરૂપ ભૂલીને... આવા શુભ અશુભ ભાવો કરે છે તે નવા આસવ - નવા આવરણનું (કારણ ) છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ !
એ. આવરણ ટળે કેવી રીતે? અથવા એ આસ્રવ ટળે કેવી રીતે? તે (ઉપર) કહ્યું ને!! ભગવાન આત્મા અંતર આનંદ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પોતાની જે જ્ઞાનગુફા છે અંદર તે અતીન્દ્રિય આનંદને જ્ઞાનસ્વરૂપનો “વો કૃતિ” અનુભવ લેવો. આહાહા! સૂક્ષ્મ વાત છે ભાઈ ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. ધર્મ કોઈ બહારની ક્રિયાકાંડથી, વ્રત કરવાથી, ઉપવાસ કરવાથી, પૂજા ને ભક્તિ કરવાથી જાત્રા કરવી તે ધર્મ છે – એમ નથી. એ તો રાગ – વિકલ્પ છે અને એ આસ્રવ બંધનું કારણ છે.
(સર્વકષ:) મૂળથી ક્ષયકરણશીલ છે” ત્યાં સુધી આવી ગયું છે. શુદ્ધ સ્વરૂપ એવો સચ્ચિદાનંદ પ્રભુ અંદર છે. સત્ નામ કાયમ રહેવાવાળી ચીજ અર્થાત્ અવિનાશી અને ચિદાનંદ ચિત્ નામ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ જેનું કાયમી સ્વરૂપ ને સ્વભાવ છે. આહાહા ! ભગવાન આત્માનો આશ્રય લેવાથી; અતીન્દ્રિય આનંદ પ્રભુ આત્મા તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો – આનંદનું વેદન (થવું તે ધર્મ છે).
અનાદિથી જેમ પુણ્ય ને પાપના, શુભ કે અશુભ રાગનું વિકલ્પનું વેદન કરે છે તે દુઃખનું વેદન છે. તે ભગવાન આત્માનું સ્વરૂપ નથી. અહીંયા તો આત્મા છે તે જ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. જેમ સાકરમાં મીઠાશ ભરી છે તેમ આત્મામાં અતીન્દ્રિય અનાકુળ આનંદ ભર્યો પડ્યો છે. એ અતીન્દ્રિય આનંદ શક્તિ -સ્વભાવ જે છે. તેનો અનુભવ કરવો, વર્તમાન દશામાં એ અતીન્દ્રિય આનંદનું વેદન કરવું તે જ રાગ-દ્વેષ અને (જડ) કર્મના નાશ કરવાનો ઉપાય છે. આકરી વાતું છે ભાઈ ! જગતથી નિરાળી ચીજ છે ભાઈ !
તત્રસ્થા: શાન્ત મદ: પૂણ્યત્તિ ભગવાન અતીન્દ્રિય આનંદમૂર્તિ આનંદકંદ દળ છે. કહ્યું હતું ને....! જેમ બરફની પાટ હોય છે ને! બરફની પાટ પંદર, વીસ, પચ્ચીસ મણની હોય