________________
૧૧૦
કલશામૃત ભાગ-૪ તેમ આત્મા આનંદનો નાથ પ્રભુ જ્યાં અનુભવમાં સમ્યગ્દર્શનમાં આવ્યો તો એ ધારાપ્રવાહ કાયમ ચાલે છે. અહીં (પાઠમાં) એમ કહ્યું ને! “ધીર ઉદાર' દૈષ્ટિ. પહેલાં “બોધિ ધૃતિ” એમ કહ્યું હતું ને! “બોધ' નામ આત્મ સ્વરૂપમાં ધૃતિ વર્તમાન પર્યાયને ધારણ કરી છે. આનંદની ધારા વહે છે. એ ધારા પ્રવાહ પરિણમનશીલ છે. “ધીરોવારમદિગ્નિ' એ તેમની મોટાઈ છે. બહુ ગંભીર વાત છે.
ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે એ જેની દૃષ્ટિમાં આવ્યો અને સમ્યગ્દર્શનમાં વેદનમાં આવ્યો તેની મોટાઈ આ છે. તેની ધારાપ્રવાહ કાયમ ચાલે.... તે તેની મોટાઈ છે. આવું કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય. આવો માર્ગ છે.
શું કહે છે? પ્રભુ! તારા અનુભવની મહત્તા મોટા અને વિશેષતા એ છે કે આત્માના આનંદનું વેદન થયું એ ધારાપ્રવાહ ચાલે છે તે તેની મહિમાને મોટાઈ છે. એક સમયમાં આવ્યો તે કલાક બે કલાક રહે અને પછી (અનુભવ ) રોકાય જાય એવી તેની બડાઈ નથી. અરે... ભગવાનનો માર્ગ સાંભળવા મળે નહીં.. (શું થાય!) એ પોતે ભગવાન પ્રભુ છે.
આહાહા ! એ ભગવાન આત્મ સ્વરૂપ તેનો અનુભવ સમ્યગ્દર્શનમાં થયો તો કહે છે– તે (હવે, ધારાપ્રવાહ રહેશે. એ ધારા અપ્રતિહત ચાલશે. એ ધારા કદી તૂટશે જ નહીં. અમે જ્યારે સ્વર્ગમાં જઈશું તો અમારી ધારા તો આ રીતે જ રહેશે. સમ્યગ્દર્શનની ધારા પ્રવાહ એ કાયમ રહેશે. કારણકે અમે પંચમ આરાના મુનિ છીએ. કેવળજ્ઞાન છે નહીં. દેહ તો છૂટશે. (શરીર) તો હાડકાં ને જડ છે જ્યારે ) ભગવાન આત્માના અનુભવની) ધારાપ્રવાહ તો એકપણે જ ચાલશે. દિગમ્બર સંતોની આવી વાત છે.
જુઓ! પર્યાયની મોટાઈ આવી છે. “વળી કેવો છે?” “નાિિનયને” નથી અંત જેનો એવો છે.” આ વસ્તુ તો આદિ અંત વિનાની ચીજ છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદકંદ નાથ છે તે આદિ અંત વિનાની ચીજ છે. જેણે આત્માનો અનુભવ કર્યો તે એમ કહે છે. જે અનાદિ અનંત ચીજ છે તેને ધૃતિ' નામ પર્યાયમાં ધારણ કરી છે. આહાહા ! જે ત્રિકાળી ચીજ છે તેને વર્તમાન પર્યાયમાં ધારણ કરી છે. આવી ધારાપ્રવાહી વસ્તુ તો અનાદિ અનંત આત્મા છે.
“વળી કેવો છે શુદ્ધનય? “વર્માન સર્વવષ:”જ્ઞાનાવરણાદિ પુગલપિંડનો અથવા રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામોનો મૂળથી ક્ષયકરણશીલ છે. આત્મા અતીન્દ્રિય આનંદનું વેદન કરતાં કરતાં.. કરતાં.. એ ધારાપ્રવાહ ચાલશે તો આઠ કર્મનો નાશ કરશે, દયા-દાન રાગાદિના પરિણામનો નાશ થશે. આહાહા! આનંદની ઉત્પત્તિ થશે અને મોહરાગનો નાશ થશે.
કર્મ નામ જડકર્મ (સર્વકષ) શબ્દ છે ને! સર્વ એટલે મૂળથી ક્ષયકરણશીલ કરશે. સર્વ અર્થાત્ મૂળથી નાશ કરશે. “સર્વ' શબ્દ પડ્યો છે ને! સર્વ એટલે મૂળથી, “કષ' એટલે