________________
કલશ-૧૨૩
૧૦૯
વસ્તુ શુદ્ધ છે અને તે શુદ્ધનયનો વિષય છે. અહીં વિષય શબ્દ ન લેતાં એ પોતે આત્મા શુદ્ધનય છે. શુદ્ધનયનું પરિણમન હો ! શુદ્ધ વસ્તુનું પરિણમન હો તો શુદ્ધનય કહેવામાં આવે છે. આવી વાતું હવે ! સાંભળવી કઠણ પડે છે. એમાંય બહારમાં પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા હોય, શરીર સાંઢડા જેવું રૂપાળું હોય, યુવાન પચ્ચીસ વર્ષની ઉંમર હોય, ખૂંટડા જેવા ફાટ ફાટ સાંઢડા જેવા શરીર હોય... એમાં આવી આત્માની વાતું! તેને ગળે ક્યાંથી ઊતરે. (શરીરાદિ) તારા થોથાં સ્મશાનના હાડકાં છે બધા.
આહાહા ! શુદ્ધ ચૈતન્ય સૂર્ય, શુદ્ધ આનંદકંદ અંદર બિરાજે છે. શુભાશુભભાવ થવો તે અંધકાર છે. [ વોથે વૃતિ] એનો અર્થ કર્યો “વોથે વૃત્તિ વિશ્વન” બોધમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં અતીન્દ્રિય સુખસ્વરૂપ પરિણતિને પરિણાવે છે” પરિણતિને આત્મ સ્વરૂપમાં લીન કરી છે. “વષે ઇતિં વધઘન” આ ત્રણ શબ્દનો અર્થ થયો. “બોધ' નામ આત્મસ્વરૂપ નહીંતર તો [વો ] એટલે જ્ઞાન લેવું છે. બોધસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ-આત્મસ્વરૂપ ધૃતિ નામ અંદર આનંદરૂપે પરિણમવું, અતીન્દ્રિય સુખ દશારૂપે થવું.
કેવો છે બોધ?” ધીરોવારમદિન” [ ધીર] શાશ્વતી.” કેવો છે બોધ? શાશ્વત છે, ધીર છે. ભગવાન સ્વરૂપે તો અંદર શાશ્વત, ધીર, ધ્રુવ છે. [૨વા૨] ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ છે.”શું કહે છે? શુદ્ધ સ્વરૂપ ધ્રુવ, ચૈતન્ય અનંતઆનંદનો પિંડ પ્રભુ છે તેને પર્યાયમાં ધારણ કર્યો છે. એ ચીજનો અનુભવ કર્યો. તે ચીજ કેવી છે? કહે છે- શાશ્વત છે અને વર્તમાનમાં ધારાપ્રવાહ પરિણમનશીલ છે.
આહાહા! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તેની પ્રતીતિ અને અનુભવની દૃષ્ટિમાં ધારાપ્રવાહ ઉદાર છે. તેની નિચલી (હઠી) દશા નથી પણ ઉદાર અર્થાત્ ધારાપ્રવાહરૂપ પરિણતિ ચાલે છે. આનંદધારા, જ્ઞાનધારા, શાંતિધારા , સમ્યગ્દષ્ટિને આનંદધારા કાયમ ચાલે છે.
આહાહા! ઉદાર છે. ધીરને ઉદાર છે એટલે ટકતું ને પ્રવાહરૂપ, ધારાપ્રવાહરૂપ, પરિણમનશીલ એવી છે મોટાઈ જેની આ તેની મહિમા છે. આ તેની મોટપ છે.
શું કહે છે? શુદ્ધ ચૈતન્ય વસ્તુ જે પૂર્ણઆનંદરૂપ છે તેનો અનુભવ સમ્યગ્દર્શનમાં થયો તો આ ઉદાસીનધારા કાયમ ચાલતી રહે છે, આ તેની મહત્તા ને મોટાઈ છે. હવે તેમાં વિઘુ પડતો નથી. સમ્યગ્દષ્ટિને અંતર સ્વરૂપનો અનુભવ થયો, આનંદનો અનુભવ થયો તો કહે છે કે આ ધારાપ્રવાહ ચાલતી આવે છે. “ઉદાર છે? જેમ માણસ ઉદાર હોય ને! તો પેલા (માગવાવાળા) બોલે દશ હજાર ત્યારે ઉદાર માણસ એમ કહે- બસ! હું તો એમ માનતો હતો કે મારી પાસે લાખ બે લાખ માંગશે !! કોઈની મોટી સંસ્થા હતી, ધર્મશાળા ચાલતી હતી. તે ઉદાર માણસ પાસે પૈસા લેવા ગયો. તેને એટલો ખ્યાલ હતો કે- આ ઉદાર માણસ છે. ઉદાર માણસને એમ થયું કે- આ મારી પાસે લાખ-બે લાખ માંગશે પરંતુ પેલાએ દશ હજાર માંગ્યા તો ઉદાર માણસ કહે બસ !