________________
કલશ-૧૨૩
૧૦૭ આહાહા ! એ આનંદના વેદનથી પ્રતીત થવી કે- આત્મા આવો પૂર્ણાનંદ (સ્વરૂપ) છે તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દષ્ટિએ અહીંયા કાર્ય કર્યું છે. એ કાર્યને સુકૃત નામથી કહે છે. આ કોઈ દયા-દાન કર્યા, વ્રત કર્યા તે સુકૃત નથી એ તો દુષ્કૃત છે. આહાહા ! વાતો બહુ આકરી ભાઈ ! ભગવાનની ભક્તિ કરી, જાત્રા કરી એવો શુભરાગ તે સુકૃત નથી. આખો માર્ગ બદલાઈ ગયો. અરે! તું કોણ છો એની તને ખબર નથી.
આહાહા ! (અંદર) મહાપુરુષ પ્રભુ બિરાજે છે. તારી પર્યાયની સમીપમાં બિરાજે છે.. અહા ! તેની નજરું ન કરી. નજરું ને પુણ્ય-પાપ અને ક્રિયાકાંડમાં રોકી તેથી દેખવાની ચીજ નિધાન નજરમાં ન આવ્યા.
અહીંયા કહે છે- “સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા [નાતુ] સૂક્ષ્મકાળ માત્ર પણ” [નાત] થોડોકાળ એમ [ નાત] નો અર્થ છે. ગજબ વાત છે. શ્લોક પણ એવો આવ્યો છે ને! એકએક શ્લોકે અમૃત ઝરે છે. આહાહા ! એ અમૃતચંદ્ર આચાર્ય દિગમ્બર સંત.... એમની વાણી શું છે! આહાહા ! એક શબ્દમાં ઘણાં અર્થ ભર્યા છે.
ધર્મી જીવોએ આત્માના શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ અને અનુભવ કર્યો છે. [વાત] કોઈ ક્ષણમાત્ર પણ એ અનુભવને છોડવો નહીં. અને રાગના પ્રેમમાં આવવું નહીં. એમ કહે છે. [નાતુ] શબ્દ છે ને! કદાચિત્ પણ એમ! સૂક્ષ્મકાળ અર્થાત્ કોઈપણ કાળ “શુદ્ધનય અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુનો અનુભવ” શુદ્ધનયની વ્યાખ્યા જ આ છે. અગિયારમી ગાથામાં આવ્યું છે- મૂત્યો સિવો ડું સુદ્ધાગો” શુદ્ધનય અર્થાત્ શુદ્ધ (વસ્તુ)... શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ તેનો અનુભવ-પર્યાય સહિત અનુભવ છે. કારણકે વસ્તુ તો શુદ્ધ છે પરંતુ તે અનુભવમાં આવ્યા વિના, પ્રતીત વિના તેને શુદ્ધ છે તે ક્યાંથી આવ્યું? પવિત્ર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અંતરની ચીજ છે, પરંતુ પર્યાયમાં તેના વેદનનો નમૂનો ન આવે ત્યાં સુધી (વસ્તુ) પૂર્ણાનંદ છે તેવી પ્રતીત ક્યાંથી આવી? સમજમાં આવ્યું? આવો માર્ગ છે!
“શુદ્ધનય અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુનો અનુભવ વિસ્મરણ યોગ્ય નથી” ત્યાજ્ય નથી. ભગવાન આત્માનો અનુભવ એક સમયમાત્ર પણ છોડવા લાયક નથી. આત્માને પડખે ગયો.. ( હવે ) એ પડખું છોડવા લાયક નથી, રાગના પડખે ચડવા જેવું નથી. શું કહે છે? રાગનો પક્ષ હતો તે પક્ષથી છૂટીને ભગવાનના પક્ષમાં આવ્યો તો હવે રાગનો પક્ષ કિચિત્માત્ર પણ કરવો નહીં. એવો પક્ષ ન કરવો કે- દયા-દાન-વ્રત-ભક્તિથી આત્માનું કલ્યાણ થશે. એવો પક્ષ મિથ્યાષ્ટિ કરે છે તે પક્ષ તારે ન કરવો. બાપુ! વાત જગતથી બહુ નિરાળી છે.
અરે! દુનિયા તો હજુ ક્યાંય સંસારના પાપના ધંધા આડેથી નવરાશ નથી, તેને ફુરસદ નથી. તેના હજુ (એવા) પુણ્ય (નથી) કે તેને શ્રવણ કરવાનો યોગેય મળે નહીં. (કદાચ) શ્રવણ કરવાનો યોગ મળે તો એ શુભભાવ છે- પુણ્ય છે.
અહીંયા કહે છે કે આ વસ્તુ જે પ્રભુ (સ્વરૂપે છે) તેને શુદ્ધનય કહેવાય. સમયસાર