________________
૧૦૬
કલશામૃત ભાગ-૪ “મોક્ષમહલકી પરથમ સીઢી, યા વિના જ્ઞાન-ચરિત્રા,
સમ્યકતા ન લહે, સો દર્શન ધારો ભવ્ય પવિત્રા;” પોતાનો ચૈતન્યઘન આનંદકંદપ્રભુ તેને જેણે અનુભવમાં લીધો અને અનુભવ કરીને પ્રતીતિ કરી તેણે કૃતિ’ કાર્ય કર્યું. આ બધા બહારના કાર્ય કરી... કરીને... (અભિમાન કર્યું) શું કર્યું? ધૂળેય કર્યું નથી, મરી ગયો. શું પરનું કાર્ય કરી શકે છે? શરીર, મન, વાણી એ તો જડ છે- માટી ધૂળ છે. લક્ષ્મી-કુટુંબ-કબિલા તે તો બધા પરદ્રવ્ય છે. આત્મા પરનું કાર્ય કરી શકે છે? હા, એ રાગ અને દ્વેષનું કાર્ય કરી શકે છે. મિથ્યાત્વ, રાગ-દ્વેષ તે સંસારની વૃદ્ધિ કરે છે. સમજમાં આવ્યું?
અહીં તો [કૃતિમ:] ઉપર વાત ચાલે છે. પ્રભુ! તે કાર્ય કર્યું તે વાત કહે છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી આનંદઘન આત્મા છે, એનું જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું એટલે કે આત્માનો આશ્રય લઈને સમ્યગ્દર્શન કર્યું તે [ $તિમિ] જે કાર્ય કરવાનું હતું તે કાર્ય તેણે કર્યું. અનાદિથી જે સંસારનું કાર્ય કર્યું પરિભ્રમણનું કાર્ય હતું તેનો સમ્યગ્દર્શનમાં અંત આવી ગયો. આવી વાતો!
આમાં કરવું શું? બહારમાં જાત્રા કરવી, પૂજા કરવી કે ભક્તિ કરવી ? અહીં કહે છે એ ક્રિયા શુભરાગ છે. આહાહા ! સમ્યગ્દર્શન કાર્ય કર્યું તે જ કાર્ય છે. વ્યવહાર દયા-દાન-વ્રતભક્તિના પરિણામ એ તો રાગનું કાર્ય છે, તે સંસારની વૃદ્ધિનું કાર્ય છે. સૂક્ષ્મ વાત છે.
પરમાત્મા જિનેન્દ્રદેવ કહે છે કે જિનેન્દ્ર સ્વરૂપી ભગવાન આત્માનું સમ્યગ્દર્શન અનુભવ પ્રગટ કર્યો એ કાર્ય કર્યું... અને સંસારના કાર્યનો અંત આવ્યો. તેને હવે સંસાર છે નહીં. અહીંયા તો બહારથી જરા વેપાર ધંધામાં હોંશિયાર થઈ ગયા અને પાંચ પચ્ચીસ લાખ પેદા કરે ત્યાં તેને થાય કે- ઘણું કામ કર્યું. મૂઢ તે સંસાર વધાર્યો છે... સાંભળને હવે!
પ્રશ્ન- ષ આવશ્યક કરતાં ધીરે ધીરે થાય!
ઉત્તર:- એ તો રાગ છે અને રાગ તે સંસારની વૃદ્ધિ છે. સમકિતીને છ આવશ્યકનો રાગ આવે છે. પણ તે હેય છે, તે તેનું કાર્ય નથી. આકરી વાતું બાપુ! વીતરાગ જિનેન્દ્રદેવનો પંથ બહુ સૂક્ષ્મ. બહુ ફળ દાયક. એટલો સૂક્ષ્મ ફળ દાયક કે- અનંત આનંદ અને શાંતિનો દાતા.
શ્રોતા:- બધી વાતોમાં ફેરફાર થઈ ગયો.
ઉત્તર- આખો ફેરફાર. તમે બધાએ ફેરફાર કરી નાખ્યો શેઠિયાઓએ ભેગા મળીને, શેઠ! ખોટાઓને મદદ કરીને, પણ તેમને ખબર ન હતીને કે- માર્ગ આવો છે. પ્રભુ!
અરે ! પ્રભુ તો કહે છે કે એકવાર સાંભળ તો ખરો! જેમાં અતીન્દ્રિય આનંદ લબાલબ ભર્યો છે. ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદ લબાલબ-છલોછલ ભર્યો છે. એવા અતીન્દ્રિય આનંદનો પર્યાયમાં અનુભવ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. એ અતીન્દ્રિય આનંદ જે છલોછલ ભર્યો છે તેનો જ્યાં શ્રદ્ધામાં સ્વીકાર થયો તો પર્યાયમાં આનંદની ઝલક આવી.