________________
૧૦૮
કલશામૃત ભાગ-૪ અગિયારમી ગાથામાં કહ્યુંને કે- “મૂલ્યૌ સિવો યુસુદ્ધગયો” “સત્યાર્થ ત્રિકાળી આનંદકંદ પ્રભુ તેને શુદ્ધનય કહ્યું. શુદ્ધનય અને શુદ્ધનયના વિષયનો ભેદ ન પાડતાં, તેને જ શુદ્ધનય કહ્યું. નહીંતર શુદ્ધનય એ વિષયી છે અને શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય વિષય ધ્યેય છે. પરંતુ અહીંયા તો ભેદ પણ છોડી દીધો. એ ત્રિકાળી ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્ય વસ્તુને અહીંયા શુદ્ધનય કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
આ એક કાર્ય કરવા લાયક છે. જાત્રા, દયા, દાન, વ્રત, ઉપવાસ એ બધી રાગની ક્રિયા કરવાથી ધર્મ થશે તે મિથ્યાત્વના ભાવની પુષ્ટિ કરે છે. ધર્મી-સમકિતીને પણ રાગ આવે છે. પરંતુ તેને હેય તરીકે જાણે છે. અજ્ઞાની ઉપાદેય તરીકે જાણે છે. ઠીક કરું છું તેવી દષ્ટિ મિથ્યાત્વ છે. આ કાર્ય (અર્થાત્ શુદ્ધનયનું) કાર્ય કદી છોડવું નહીં. રાગનું કાર્ય કદી ગ્રહણ કરવું નહીં. રાગ મારું કાર્ય છે તેવી દૃષ્ટિ ક્યારેય ન કરવી. આવો માર્ગ!
આહાહા ! અરે.. જેને રાગની હૂંફ ચડી ગઈ તેને ભગવાનના પડખાની હૂંફ કેમ આવે? જેને રાગના રંગ ચડી ગયા તેને ભગવાન ચિદાનંદ પ્રભુના રંગ કેમ ચડે? જેને આત્માના રંગ ચઢયા તેને રાગના રંગ રહેતા નથી. આહાહા! આવી દિશા ફેર છે.. આવો માર્ગ છે. ધર્મી આત્મજ્ઞાનીને પણ રાગ આવે.. ભક્તિ પૂજાનો પણ તેને હેય તરીકે જાણે છે, દુઃખ તરીકે જાણે છે, આકુળતા તરીકે જાણે છે. જ્યારે અજ્ઞાની તેને સુખરૂપ માને છે.
કેવો છે શુદ્ધનય? “વિસ્મરણ યોગ્ય નથી.” આ શુદ્ધનયની વ્યાખ્યા કરી “શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુનો અનુભવ” એનો અનુભવ હોં! કારણકે એ વસ્તુ છે પણ વસ્તુનો અનુભવ ન હોય ત્યાં સુધી એ વસ્તુ છે એમ પ્રતીતમાં ક્યાંથી આવે ?
કેવો છે શુદ્ધનય? “વોથે વૃત્તિ નિવદનન” બોધ નામ જ્ઞાન સ્વરૂપ આત્મા. [વોપે] અર્થાત્ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા! સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્મા! તેમાં [વૃત્તિ] અતીન્દ્રિય સુખ સ્વરૂપ પરિણતિને પરિણાવે છે.”
આહાહા! શુદ્ધનય કેવી છે? પોતાનો ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, આત્મ સ્વરૂપ તેની [વૃત્તિ] એટલે વર્તમાન પર્યાયમાં અતીન્દ્રિય સુખ સ્વરૂપ પરિણતિને પરિણાવે છે. જેને અતીન્દ્રિય સુખનું પરિણમન નથી તો ચૈતન્ય વસ્તુ સુખસ્વરૂપ છે એવો નમૂનો આવ્યા વિના તેણે જાણ્યું ક્યાંથી ? અહીંયા તો (અતીન્દ્રિય સુખના) નમૂના સહિત સ્વરૂપને જાણ્યું તેને જાણવું કહ્યું છે. બહુ આકરું કામ ભાઈ ! વસ્તુ તો સરળ, સહજ છે પરંતુ તેનો પ્રયત્ન નથી. એ પ્રકારનો પ્રેમ નહીં. એટલે લોકોને કઠણ લાગે.
નિજ સ્વરૂપ ભગવાન અંદરમાં બિરાજે છે. [વૃતિ] અર્થાત્ તેને અતીન્દ્રિય આનંદનું ધરવું, અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા તેને પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું ધારણ કરવું. એ રીતે (પરિણતિને) પરિણમાવે છે. અતીન્દ્રિય આનંદરૂપ પરિણમે છે તેને શુદ્ધનય કહેવામાં આવે છે. બહુ આકરું કામ!