________________
૧૧૨
કલશામૃત ભાગ-૪ તેમ શરીર પ્રમાણ જોઈએ તો ભગવાન અતીન્દ્રિય આનંદની પાટ પડી છે. વાત કેમ બેસે? ક્યારેય તેનો અભ્યાસ નહીં અને આ વાત સાંભળવામાં આવી નથી. ક્રિયાકાંડ કરો, વ્રત – ભક્તિ કરો, જાત્રા કરો થઈ ગયો ધર્મ ! ધૂળમાંય તે ધર્મ નથી એ તો રાગ છે.
આહાહા ! પ્રભુ! તારી ચીજમાં તો એ રાગના વિકલ્પનો અભાવ છે. ભગવાન તારી ચીજમાં તો અતીન્દ્રિય આનંદ... અનાકુળ શાંતિ (આદિ) રસ ઠસોઠસ ભર્યો છે. એ અરૂપી ચીજ છે. તેમાં વર્ણ – રસ – સ્પર્શ – ગંધ છે નહીં. જેમાં પુણ્ય – પાપનો રાગ પણ નથી.
(તત્રસ્થા:) (તત્ર) એટલે નિજ આનંદપણું (0) અંતરમાં ટકવાથી... અર્થાત્ સ્વરૂપમાં લીન થવાથી. આવી ચીજ છે બાપુ! તત્રસ્થા: શાન્ત મg: પરણ્યત્તિ” આહાહા ! ભગવાન અતીન્દ્રિય આનંદ (રૂપ) છે. મોજૂદગીની ચીજ છે કે નહીં? કે – અભાવ છે? આહાહા! મોજૂદગી છે. (તત્રસ્થા:) ધ્રુવ સ્થિર છે. ધ્રુવ ચિદાનંદ પ્રભુની સ્થિતિમાં “સ્વ” અર્થાત્ અંતર રમણતા કરવી. એ આનંદ પ્રભુમાં રમવું... “સ્વ” નામ મગ્ન થવું.
(તત્રસ્થા:) શુદ્ધ સ્વરૂપ - અનુભવમાં મગ્ન છે, પૂર્ણ ચૈતન્યઘન આત્મા. શુદ્ધ સ્વરૂપમાં મગ્ન ભારે અપૂર્વ વાત છે ભાઈ ! અનંતકાળમાં કદી કરી નથી. આ વ્રત ને તપ ને ભક્તિ ને જાત્રા ને પૂજા કરી તો ધર્મ થઈ ગયો તેમ માનીને જિંદગી ચાલી ગઈ.
અહીંયા તો કહે છે – પ્રભુ! એકવાર સાંભળ તો ખરો!તારી ચીજ અંદર કોણ છે? વસ્તુ છે કે નહીં ? પદાર્થ છે કે નહીં? વસ્તુ છે તો મોજૂદ છે. કોઈ ચીજ છે કે નહીં? છે તો, એ ચીજ કેવી છે? (શાન્ત) “સર્વ ઉપાધિથી રહિત છે.” દયા-દાનના જે વિકલ્પો છે તે ઉપાધિ છે. એ ઉપાધિથી પ્રભુ અંદર રહિત છે. આકરી વાતું છે નાથ!
આહાહા ! એ (ચીજમાં) અંદરમાં મગ્ન થવાથી શાંત.... (દશા પ્રગટે છે) શાં.. ત ઉપશમ રસનો કંદ પ્રભુ.. અવિકારી સ્વભાવનું દળ છે. આહાહા ! આવી શાંત નિર્વિકલ્પ ચીજ તારી અંદર પડી છે પ્રભુ! આવી (શાન્ત મg:) “માં” નામ તેજ, અંદર શાંત ચૈતન્યનું તેજ પડ્યું છે. જ્યાં નજર નાખવાની છે ત્યાં નજર નાખતો નથી અને રાગ, દયા ને દાન, પુણ્ય ને પાપ, ધૂળ ને ધમાલમાં (પડ્યો છે) પરની સેવા કરી ને (અમે) પરનું કાર્ય કર્યું. , પણ એ બધો રાગ છે – સાંભળને ! આ દેશ સેવા કરી અને ગરીબોની સેવા કરી એ તો બધો રાગભાવ છે, પ્રભુ તને ખબર નથી એવા વિકલ્પો તે પુણ્યનો રાગ છે, તે કોઈ આત્મા
નથી.
અહીંયા તો “શાન્ત મદ: પૂણ્યત્તિ” એવા શબ્દ છે ને! “તત્રસ્થા: શાન્ત મદદ પશ્યન્તિ” આતો ઘણાં ગંભીર શબ્દો છે. આ તો અધ્યાત્મની વાત છે, આ કોઇ કથા – વાર્તા નથી. આહાહા! (તત્રસ્થાઃ) આનંદનો નાથ પ્રભુ! અનાદિ અનંત અવિનાશી છે. અરે ! આવી વાતો! અહીં આખો દિ' ધંધા આડે નવરો ન થાય; તેને અહીંયા કહે છે – પ્રભુ! સાંભળ તો ખરો ભાઈ ! તારી ચીજ ચિંતામણી રતન અંદર પડી છે.