________________
૧૧૪
કલશામૃત ભાગ-૪ (તત્રસ્થા) શુદ્ધ ચૈતન્યધન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ તેમાં “સ્વ” નામ લીન થવાથી (શાન્તમg: પશ્યત્તિ) શાંત અધિકારી શુદ્ધ ચૈતન્યધન (મહુડ) નામ તેજ (નો) (પશ્યત્તિ) નામ અનુભવ કરે છે. આહાહા! (પશ્યત્તિ) નો અર્થ તો દેખાય છે, દેખાય છેનો અહીં અર્થ કર્યો – અનુભવ કરે છે.
તત્રસ્થ: શાન્ત મg: પશ્યન્ત” આનંદકંદ શક્તિરૂપ અંતરમાં આખું તત્ત્વ છે તેમાં સ્થિર થવાથી. શાંત તેજ પ્રગટ થાય છે. વર્તમાન દશામાં પૂર્ણ આનંદની શાંતિ પ્રગટ થાય છે. જેમ પાતાળમાંથી પાણી છૂટે તેમ. પાતાળ કૂવા હોય છે ને! પાતાળનું તળિયું તૂટે અને પાણીની શેડ ફૂટે તેમ ભગવાનના તળિયામાં – પાતાળમાં અતીન્દ્રિય આનંદ પડ્યો છે. તેમાં સ્થિર થવાથી પર્યાયમાં આનંદ પ્રગટ થાય છે. પર્યાય નામ વર્તમાન દશા, વસ્તુ નામ ત્રિકાળી શક્તિ. આહાહા ! આવો માર્ગ છે ભાઈ !
દુનિયાએ (ધર્મને) ક્યાંયનો ક્યાંય મનાવ્યો છે બિચારાના મનુષ્યના ભવ ચાલ્યા જાય છે. (મહા પશ્યત્તિ) પ્રગટ થાય છે પ્રત્યક્ષરૂપથી પ્રાપ્ત કરે છે. એ . આનંદ સ્વરૂપને વેદનમાં પ્રત્યક્ષ કરે છે. વર્તમાન અવસ્થામાં એટલે રાગમાં વસ્તુ પરોક્ષ રહી ગઈ. રાગના પ્રેમમાં વસ્તુ (તિરોભૂત થઈ ગઈ.) દયા-દાન-વ્રત ભક્તિ – પૂજાનો ભાવ એ રાગ છે. એ રાગના પ્રેમમાં એ ચીજ પરોક્ષ રહી ગઈ. એ રાગનો પ્રેમ છોડીને વસ્તુમાં લીન થવાથી એ વસ્તુની શક્તિમાં જે આનંદ છે તે પર્યાયમાં પ્રત્યક્ષ થશે. તારા જ્ઞાનમાં તું પ્રત્યક્ષ જાણીશ કે – આત્મા આનંદ સ્વરૂપ છે. આવી વાતો હવે!
“(મ:) ચૈતન્યદ્રવ્યને (પત્તિ ) પ્રત્યક્ષપણે પામે છે.” પ્રત્યક્ષનો અર્થ એ કે – અંતર સ્વરૂપ આનંદઘન પ્રભુ તેમાં લીન થવાથી. પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય છે. (વસ્તુ) પરોક્ષ રહી જ શકતી નથી. જેમાં રાગ ને નિમિત્તની અપેક્ષા નથી. એવા ભગવાન આત્મામાં સ્થિર થવાથી આત્મા પ્રત્યક્ષ થાય છે. આવું સાંભળવુંય કઠણ પડે! ઘરે પૂછે કે – શું સાંભળીને આવ્યા? તો કહે – કોણ જાણે? આમ કાંઈક કહેતા હતા કે આત્મા આવો છે ને આવો છે.
અરે ભગવાન! પ્રભુ... એકવાર સાંભળ તો ખરો નાથ ! તારામાં અનંતજ્ઞાન અને અનંત આનંદ અને અનંતશાંતિ પડી છે. અંદરમાં તું આનંદ ને શાંતિની ખાણ છે. એ ખાણમાં પુણ્ય ને પાપને ગોતવા જઈશ તો ત્યાં આત્મા છે નહીં. અહીંયા કહે છે – (પશ્યત્તિ) પ્રત્યક્ષ રૂપથી (પ્રગટ) કરે છે.
આ એક લીટીનો અર્થ થયો. “તત્રસ્થા: શાન્ત મદદ પૂરન્તિ” આચાર્યોએ ગજબ કર્યું છે ને! સંતોએ જંગલમાં રહીને કર્યું છે. નગ્ન દિગમ્બર મુનિઓ.. જેમને (શરીર ઉપર) વસ્ત્રનો ટૂકડોય નહતો. તે તો અનંત આનંદકંદમાં ઝૂલવાવાળા છે. સમજમાં આવ્યું?
મુનિ તો નગ્ન જ છે. મુનિની દશા સ્વસંવેદન (રૂપ હોય છે) કે –તેને શરીર ઉપર વસ્ત્રનો ટૂકડો રાખવાનો વિકલ્પ છૂટી જાય છે. ઝીણી વાત છે, પ્રભુ! સમજમાં આવ્યું? નગ્ન