________________
૧૦૪
કલશામૃત ભાગ-૪ ભગવાન અનંતગુણનો ગંભીર દરિયો છે ને! સમુદ્ર છે ને ! જેમાં અનંતગુણ રતન રાશિ ઉછળે છે. આહાહા ! એ ઉપર નજર કરવાથી અનંતગુણ રતન ઉછળે છે. આત્મા છે તો છે પરંતુ તે ઉપર નજર કરતાં પર્યાયમાં અનંતગુણ રતન ઉછળે છે. શક્તિના અધિકારમાં આવે છે. જ્ઞાનની પર્યાય ઉછળે છે, આનંદની પર્યાય ઉછળે છે. આહાહા! ભગવાન આત્મા! અનંતગુણનો રાશિ પ્રભુ છે. તેનો આશ્રય નામ અનુભવ કરવાથી. એક સમયની જ્ઞાનની સમ્યક્રપર્યાય ઉછળે છે, તેવી અનંતાગુણની પર્યાય ઉછળે છે. આ વાત શાસ્ત્રમાં શક્તિના અધિકારમાં આવી ગઈ છે. (આત્મ અનુભવનો) ત્યાગ કરવાથી મિથ્યાત્વ ભાવનું ઉછળવું થાય છે. | વિકલ્પ છે તે રાગ છે, શુભરાગ હો. પણ તેની રુચિ કરવાથી અને (રાગનો) આશ્રય કરવાથી લાભ થાય એમ માનવાથી મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. એ મિથ્યાત્વને કારણે નવાં આઠ કર્મ બંધાય છે.
ભગવાન તારી સુંદરતા એટલી રમણીય છે કે જગતની સુંદરતા થોથાં લાગે એવી છે. થોરા હોય તે હાથિયામાં કાંટા હોય છે. એમાંથી દૂધ જેવો ક્ષીર ઝરે છે. એ થોરનું દૂધ શરીરને લગાવે તો બળતરા ઉપડે છે. જેમ ગાયનું દૂધ મીઠું છે તેમ ભગવાન આત્મા (મીઠો) છે. એ પરમાત્મ સ્વરૂપની રુચિથી. દૃષ્ટિ દેતાં.. અનુભવમાં.. પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે. દયા-દાનવ્રત-ભક્તિ આદિ પાપ પરિણામ ઉપર દૃષ્ટિ આપતાં થોર જેવા દૂધથી આકુળતા થાય છે.
પ્રભુનો માર્ગ બહુ ઝીણો બાપુ!
(શાર્દૂલવિક્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकषः कर्मणाम्। तत्रस्था: स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहि: पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।।११-१२३ ।।
ખંડાન્વય સહિત અર્થ- “કૃમિ : નાતુ શુદ્ધનય: ચી: ન દિ”(કૃતિfમ:) સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા (નાતુ) સૂક્ષ્યકાળમાત્ર પણ (શુદ્ધનય:) શુદ્ધનય અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્રવસ્તુનો અનુભવ (ત્યાન્વ: દિ) વિસ્મરણ યોગ્ય નથી. કેવો છે શુદ્ધનય? “વોથે વૃત્તિ નિવેદનન” (વો) બોધમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં (વૃત્તિ) અતીન્દ્રિય સુખસ્વરૂપ પરિણતિને (નિવનન) પરિણમાવે છે. કેવો છે બોધ? ‘વીરોવારમf=” (ઘર) શાશ્વતી, (૩૨) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ છે (દિમા) મોટપ જેની, એવો છે. વળી કેવો છે?“અનાજિનિયને”(અનાદ્રિ)નથી આદિ, (નિધને) નથી અંત જેનો, એવો છે. વળી કેવો છે શુદ્ધનય?“વર્માન્ સર્વવE:”(વરુણામૂ ) જ્ઞાનાવરણાદિ