________________
કલશ-૧૨૩
૧૦૩ કર્યું ને તે કર્યું. દાન દઈએ, વ્રત પાળીએ, તપ કરીએ, ઉપવાસ કરીએ તો કલ્યાણ થાય બહારમાં આવી બધી ચીજો તો બહિર્મુખ લક્ષવાળી છે. અંતમુખ-લક્ષવાળી ચીજ તો ભગવાન અંતર પૂર્ણાનંદ સ્વરૂપ છે, તેનું અંતરલક્ષ કરી અનુભવ કરવો. જે અનુભવમાં રાગનો લેશમાત્ર અનુભવ નથી. આહાહા ! અનુભવમાં તો અરાગી પરિણામનો અનુભવ છે.
અત્યાતિ' તેને ન છોડવાથી બંધ થતો નથી. આવી વાત છે. પૈસા તો ક્યાંય રહી ગયા. અહીંયા તો કહે છે- વ્રત-તપના વિકલ્પ હતા તે પણ (આત્મ અનુભવમાં) છૂટી ગયા. તે વિકલ્પ સાથે આવતા નથી તેનો સથવારો નથી. ભગવાન પૂર્ણધન સ્વરૂપ છે, તેનો અનુભવ અર્થાત્ એ તરફના વલણની દશા છે તે અનુભવ દશા છે. તેને [ ગત્યાત્] નહીં છોડવાથી બંધ થતો નથી.
“વળી શા કારણે?” “તત ત્યાIIટૂ વ: પવ” શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે.” શુદ્ધ ભગવાન પરમાનંદ પ્રભુ! તેનો સમ્યપણે અનુભવ તેને છોડવાથી [ ત્યા'ત](બંધ થાય છે). આત્મા પરમાત્મ સ્વરૂપ પ્રભુ છે તેનો અનુભવ-તે તરફની ઝુકાવની દશા છોડવાથી શુદ્ધસ્વરૂપનો અનુભવ છૂટવાથી “ત્યાતિ' છૂટવાથી “વિશ્વ: વ’ આઠ કર્મનો બંધ થાય છે. તાત્પર્ય બહુ ઊંચું.
સમયસાર નાટકમાં કળશનું હિન્દી બનાવ્યું સમયસાર ગ્રંથનો આ નિચોડ છે. “યહ નિચોડ ઇસ ગ્રંથકો યહે પરમ રસ પોખ” આત્માનો આનંદ (પ્રગટ) કરવો તે તેનું રહસ્યઅર્થ છે. અરે ! સાંભળવા મળે નહીં. બિચારા ક્યાં જાય? દુઃખી (પ્રાણી) ચોરાસીના અવતારમાં (રખડવાના) પછી તે શેઠિયા હો, રાજા હો, દેવ હો એ બધા દુઃખમાં દાઝી રહ્યા છે. એ બધાં દુઃખમાં બળી રહ્યા છે. આ આત્માને એનાથી છૂટવું હોય તો અંતર્મુખી પ્રભુ છે તેનો અનુભવ કરવો. અનુભવના અત્યાગથી બંધ નહીં થાય. એ અનુભવને છોડવાથી તેનો ત્યાગ કરવાથી બંધ થશે. વ્યવહાર રત્નત્રય આદિનો આશ્રય લેવાથી બંધ થશે. સૌ પહેલાં જ્ઞાનમાં આ વાતને ખ્યાલમાં લઈ નિર્ણય તો કરે... કે- આ શું ચીજ છે!! એમ ને એમ (માને કે ) અમે ધર્મ કરીએ છીએ... એમને એમ મરી ગયા.
તત ત્યાત વળ્યું: ” શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે.” શુદ્ધ સ્વરૂપનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શન છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવનો આશ્રય કરવાથી અને નિજ અનુભવનો આશ્રય છોડવાથી બંધ થાય છે... સંસારની વૃદ્ધિ થશે એમ કહે છે. અધિકારનું તાત્પર્ય કહ્યું. આસ્રવ અધિકારનું તાત્પર્ય અથવા આખા સમયસારનું તાત્પર્ય અંતર સ્વરૂપમાં ઝુકવું અને વ્યવહાર આદિનો આશ્રય છોડવો એ જ્યારે સ્વભાવ બાજુ ઝૂકી જાય છે તો (રાગાદિ) છૂટી જાય છે તો તેને છોડવા એમ પણ ન કહ્યું. બહુ થોડા શબ્દોમાં આટલી વાત કરી છે. એક-એક પદમાં આટલી ગંભીરતા છે.