________________
કલશ-૧૨૨
૧૦૧ વર્તમાન પર્યાયમાં થાય છે. એ શુદ્ધનું વેદન કદી છોડવા લાયક નથી. આ તાત્પર્ય છે એમ કહે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કદી હેય નથી, કદી વિચારવા યોગ્ય નથી. પ્રવચન નં. ૧૨૦
તા. ૧૩/૧૦/'૭૭ સત્ર રૂમ yવ તાત્પર્ય” રહસ્ય આ છે. બધા શાસ્ત્રોનું રહસ્ય આ છે અને આ અધિકારનું રહસ્ય અને સમસ્ત અધિકારનું આ રહસ્ય છે. “રૂમ વ તાત્પર્ય” નિશ્ચયથી આટલું જ કાર્ય છે, રહસ્ય છે. આહાહા! સર્વ શાસ્ત્રોનો સાર-નિચોડ આ છે.
“યહ ગ્રંથકા યહ પરમ સંતોષ” શુદ્ધનય ત્યાગે બંધ છે અને શુદ્ધનય ગ્રહે મોક્ષ... આ તેનો અર્થ છે, ગ્રંથનો નિચોડ છે. પરમ રસ પુરુષ આત્મા અતીન્દ્રિય દ્રવ્યાર્થિકનયનો વિષય છે. ધ્રુવ દ્રવ્ય એ વિષય છે શુદ્ધનયનો. ચૈતન્ય જ્ઞાયક તેનો અનુભવ કરવો તે બધા શાસ્ત્રોનું રહસ્ય છે. અનાદિકાળથી જે પુણ્ય ને પાપ, રાગ દ્વેષનો અનુભવ છે તે ઝેરનો અનુભવદુઃખનો અનુભવ છે, તે સંસારમાં રખડવાનો અનુભવ છે.
તે કાર્ય શું? “શુદ્ધનય: દેય: 7 દિ” (શુદ્ધનયઃ) આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ.” આ સિદ્ધાંત, આ શુદ્ધનયની વ્યાખ્યા કરી. ભગવાન આત્મા શુદ્ધદ્રવ્યાર્થિકનયે શુદ્ધ છે, પવિત્ર છે, ભગવત્ સ્વરૂપ છે. જેમ પરમાત્મા બિરાજે છે તેમ આત્મા પરમાત્મ સ્વરૂપે બિરાજે છે, તેની દૃષ્ટિ કરી તેનો અનુભવ કરવો, આનંદનું વેદન કરવું (તે એક કાર્ય છે.) અનાદિથી પુણ્ય-પાપના વિકારનું વેદન છે તે તો સંસાર છે, તેમાં સંસારની વૃદ્ધિ છે, તે દુઃખરૂપ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદકંદ તેનો અનુભવ સુખરૂપ છે તેમજ મોક્ષનું કારણ છે. આત્માનો અનુભવ શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે. ઝીણી વાત છે ભાઈ !
“રૂમ yવ તાત્પર્ય એમ આવ્યું ને? બધા શાસ્ત્રોના અધિકારનું તાત્પર્ય આ છે. આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો અનુભવ. દ્રવ્યાર્થિકનય અર્થાત્ જે નયનું પ્રયોજન ત્રિકાળી જ્ઞાયક ભાવ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે તેને ધ્યેય બનાવી, વિષય બનાવીને તેનો અનુભવ કરવો.
ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો તે હેય નથી. જે શુભાશુભ ભાવો થાય છે તે હેય છે અને તેનો અનુભવ દુઃખરૂપ છે. આ તો એકદમ શાસ્ત્રોનું રહસ્ય આવ્યું છે. તાત્પર્ય છે ને ! શાસ્ત્રોનું કહેવાનું આ રહસ્ય છે. માર્ગનું રહસ્ય આ છે. બહારથી વૃત્તિને સમેટી, અંદર ચિદાનંદ જ્ઞાયક તરફ દૃષ્ટિને ઝૂકાવીને અનુભવ કરવો તે કાર્ય છે. આ કાર્ય કદી હેય નથી. એમ કહે છે. શુદ્ધનય હેય નથી.
“સૂક્ષ્યકાળમાત્ર પણ વિચારવા યોગ્ય નથી.”હું જ્ઞાયક ચૈતન્ય આનંદ છું તે ક્ષણમાત્ર પણ વિચારવા યોગ્ય નથી. હું પવિત્ર પરમાત્મા છું તે ક્ષણમાત્ર પણ વિચારવા યોગ્ય નથી... અર્થાત્ ભૂલવા યોગ્ય નથી. સ્મૃતિ પટલમાંથી કાઢવા યોગ્ય નથી.