________________
કલશ-૧૨૨
૯૯ ત્યારે તેને પોતાથી રાગ-દ્વેષ થાય છે, તેને બંધ પણ થાય છે. આમાં કેટલી અટપટી વાતો ! વાતે વાતે ઘણો ફેર ભાઈ ! જૈનધર્મ આને કહેવાય બસ.
સંપ્રદાયમાં તો કર્મથી વિકાર થાય છે, કર્મથી વિકાર થાય છે, આત્માએ ઘણાં કર્મો (બાંધ્યા) છે તેથી કર્મને મારી નાખો! પેલા ભાઈ વ્યાખ્યાનમાં બોલતા'તા કે- “કર્મે રાજા, કર્મે રંક, કર્મે વાળ્યો આડો અંક” સ્થાનકવાસીમાં દશ મિનિટની સ્તુતિ બોલે તેમાં આ બોલતા હતા. કર્મ રાજા, કર્મે રંક તે તો અઘાતી કર્મના કારણની વાત છે. પરંતુ કર્મે વાળ્યો આડો અંક', કર્મે આત્માનો વિરોધ કરી નાખ્યો. તે વાત જૂહી છે.
આહાહા! કર્મ જડ પરદ્રવ્ય છે અને ભગવાન ચૈતન્ય અરૂપી પરદ્રવ્ય છે. કર્મ આત્માને અડતા નથી અને આત્મા કર્મને અડતો નથી તો પછી કર્મ શું કરે? બહુ ફેર બહુ ફેર... બહુ ફેર! આખું ચક્કર ફરી ગયું છે. ધર્મનું ચક્ર ફરી ગયું એટલે કે કર્મથી વિકાર થાય એમ માને તેનું આખું ચક્ર ફરી ગયું.
જ્યારે સમ્યકત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપ જેવો ચારિત્રમોહને કહ્યો; તે ઉપરના ભાવાર્થનો અભિપ્રાય જાણવો.” સમ્યકત્વ છૂટે છે ત્યારે બંધ થાય છે એમ ! સમ્યગ્દર્શન છૂટે પછી ચારિત્રમોહનો બંધ થાય છે. અશુધ્ધતા ઉત્પન્ન થાય છે તેનો સ્વામી થાય છે તેમાં કર્મનો ઉદય નિમિત્ત છે. જ્યારે જ્ઞાનીને અશુધ્ધતા છે જ નહીં. થોડી અશુધ્ધતા નામ અસ્થિરતા છે તે પોતાની કમજોરીને કારણે છે અને તેને અલ્પ સ્થિતિનો બંધ થાય છે તેને ગણવામાં આવ્યો નથી. આવી વાત લ્યો!
આવો જૈનધર્મ હશે ! આ શું ભાઈ આવું તો અમે કોઈ દિવસ સાંભળ્યું પણ ન હતું. જૈનધર્મ તો દયા પાળવી, વ્રત કરવા, કંદમૂળ ન ખાવા, ચોવિહાર કરવો, પ્રત્યેક વનસ્પતિની મર્યાદા કરવી, છ પરબી પાળવી, બીજ-પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદશ, સ્થાનકવાસીમાં પૂનમ પાળવી તેઓ ચૌદશને ન ગણે એ છ પરબીમાં બ્રહ્મચર્ય પાળવું વગેરે. અરે.. સાંભળને બાપા ! એ બધી રાગની ક્રિયાની વાતો છે. સમજમાં આવ્યું?
ભગવાન આત્મામાં તો રાગેય નથી એવી ચીજની જ્યારે દૃષ્ટિ થઈ... તો કહે છે કે તેને ચારિત્રમોહનો બંધ નથી થતો. અલ્પ બંધ પડે છે પણ તેને ગણવામાં આવ્યો નથી. અને જ્યારે તે (ફરી) પોતાની ભૂલથી મિથ્યાષ્ટિ થયો, કર્મથી નહીં, “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા” જુઓ! પોતાને ભૂલી ગયો.
જ્ઞાનનો ચંદ્ર.. ચંદ્ર. ચંદ્ર એવો આત્મચંદ્ર જિનચંદ્ર પ્રભુ આત્મા છે. “જિન સોહી આત્મા” જિનચંદ્ર પ્રભુ શીતળ. શીતળ.. શીતળ... શીતળ... શાંત સ્વભાવનો પિંડ આત્મા પ્રભુ છે. અકષાય ભગવાન આત્મા છે તેનું જ્યારે ભાન થયું તો પછી બંધ થતો નથી તેમ કહે છે. સ્વભાવના ભાનથી છૂટી ગયો પછી તેને બંધ થાય છે. આ તો અંતરની રમતુંની વાતો છે. હવે એ આસ્રવનો સાર કહે છે.