________________
કલશ-૧૨૧
૯૭
આમાં યાદેય કેટલું રાખવું! એક કલાકમાં બધી જુદી જુદી જાતની વાત આવે, એમાં કેટલું યાદ રાખવું. ઘરે જાય તો પૂછે કે– તમે શું સાંભળ્યું ? તો તે કહે કોણ જાણે !( પ્રવચનમાં ) આમ ને તેમ એવું કાંઈક કહેતા હતા.
ચારિત્રમોહકર્મનું કાર્ય એવું છે કે તે જીવના અશુધ્ધ પરિણામમાં નિમિત્ત થાય છે. “જીવ મિથ્યાર્દષ્ટિ થતાં” આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહીં. “ કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ધનધાત લોકી સંગતિ પાઈ.”
લોઢામાં અગ્નિ પેસતાં તેને ઘણ પડે છે. અગ્નિ ન પેસે તો લોઢા માથે ઘણ ન પડે. ભગવાન આત્મા પોતાથી પોતાને ભૂલીને પુણ્ય... પાપના પ્રેમમાં ફસાય જાય તો જેમ અગ્નિ ઉ૫૨ ઘણના ઘા પડે તેમ પાપના ઘા પડે છે.
સંપ્રદાયમાં તો એક એક વાત કર્મથી થાય છે.. કર્મથી થાય છે તેમ ચાલે છે. અમારી સંવત ૧૯૭૧ની સાલથી એટલે આજથી બાસઠ વર્ષ પહેલાંથી એ વાત ચાલે છે. સ્થાનકવાસીમાં બધા લોકો એમ કહેતા હતા, શ્વેતામ્બરમાં એ જ વાત, દિગમ્બરમાં આવ્યા તો પણ એ જ વાત ચાલતી હતી– કર્મથી વિકાર થાય છે.
મે કહ્યું આત્મામાં કર્મથી બિલકુલ વિકાર થતો જ નથી. સ્વયં પોતાને ભૂલીને વિકા૨ ક૨ે છે.. તો કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. વીતરાગનો આવો માર્ગ છે. કોઈ એમ માને કેઅમને કર્મને લઈને વિકાર થાય છે તો તે મિથ્યાર્દષ્ટિ-સ્થૂળ અજ્ઞાની છે.
કર્મ ૫૨માણું જડ–અજીવ-ધૂળ છે... તેમાં મિથ્યાત્વ થવાની ( કરાવવાની ) તાકાત છે ? અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલે છે તો મિથ્યાત્વ થાય છે... તો તેમાં પૂર્વના કર્મને નિમિત્તમાત્ર કહેવામાં આવે છે. જે સ્વભાવને ભૂલે છે તો મિથ્યાત્વના અશુધ્ધ પરિણામ થયા તો તેમાં ચારિત્ર મોહકર્મને નિમિત્તમાત્ર કહેવામાં આવે છે.
પ્રશ્ન:- ડીગ્રી ટૂ ડીગ્રી છે ?
ઉત્ત૨:- ડીગ્રી ટૂ ડીગ્રી છે નહીં એમ કહે છે. કર્મનો ઉદય આવે માટે ડીગ્રી ટુ ડીગ્રી વિકાર કરવો પડે એમ નથી. શેઠ! ઠીક યાદ કરે છે. આ વાત પહેલાં ઘણાં કરતા હતા. જેટલા કર્મ નિમિત્ત થઈને આવે છે તેટલા (પ્રમાણે ) વિકાર તો કરવો જ પડે છે. વર્ણીજી પાસે મોટું લખાણ આવેલું તેમાં ઘણી વિપરીતતા હતી. ત્રણેય ફિરકામાં વિપરીતતા હતી. સ્થાનકવાસીમાં એકોતે૨માં કહ્યું તો ગ૨બડ પછી શ્વેતામ્બર પાસે ગયા તો ગરબડ થઈ ગઈ અને આ દિગમ્બરમાં આવ્યા તો દિગમ્બ૨માં ગરબડ છે. કર્મથી વિકાર થાય છે, જેટલા પ્રમાણે કર્મનો ઉદય આવે એ પ્રમાણે વિકાર થાય છે, તેની અહીંયા ના પાડે છે– ત્રણ કાળમાં તેમ થતું નથી.
પ્રશ્ન:- જેટલા કર્મ ઉદયમાં આવે છે તેટલો બંધ થાય છે?
ઉત્ત૨:- બંધ થાય છે તે તેને કા૨ણે, કર્મનાં કા૨ણે નહીં. વિકા૨ કર્યો અને કર્મબંધ થયો તે વિકા૨ને કારણે નહીં. કર્મ પણ પોતાની ઉપાદાન પર્યાયના કા૨ણે બંધાય છે. દરેક