________________
૯૮
વાતમાં ફે૨!
અહીંયા તો એ કહેવું છે કે- જીવ મિથ્યાર્દષ્ટિ થતાં પછી તો સાધુની પંચ મહાવ્રતની ક્રિયા કરતો હોય, નિર્દોષ આહાર-પાણી લેતો હોય, તેના માટે બનાવેલ ન લેતો હોય અને દયા પાળતો હોય... એવી ક્રિયા કરે પરંતુ અંદરમાં આત્મજ્ઞાનની દૃષ્ટિથી ભ્રષ્ટ થઈને રાગની રુચિ હોય તો તે મિથ્યાર્દષ્ટિ છે. આવી વાતો ! જિંદગીમાં સાંભળી ન હોય એટલે માણસને આકરું લાગે બાપા ! પરંતુ પ્રભુના માર્ગ તો આ છે.
અનાદિથી દરેક જીવ સ્વતંત્ર છે. કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને પરતંત્ર કરી શકે? એવી કોઈ તાકાત નથી. તે પોતાથી પરતંત્ર થાય ત્યારે બીજી ચીજને નિમિત્ત કહેવામાં આવે છે.
કલશામૃત ભાગ-૪
ભાવાર્થ આમ છે કે- “જીવ મિથ્યાર્દષ્ટિ થતાં ચારિત્રમોહનો બંધ પણ થાય છે” એ પહેલાં મિથ્યાત્વનો બંધ ન હતો એમ કહે છે. સમકિત દશા વખતે ચારિત્ર મોહનો ઉદય હતો... પણ તેને બંધ ગણવામાં આવ્યો નથી. અહીંયા જ્યાં મિથ્યાત્વ થયું તો તેને ચારિત્રમોહનો રાગ પણ થયો, દ્વેષ પણ થયો અને બંધ પણ થયો.
99
“જ્યારે જીવ સમ્યક્ત્વ પામે છે ત્યારે ચારિત્રમોહના ઉદયે બંધ થાય છે, પરંતુ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી ” જ્યારે સમકિતને પ્રાપ્ત કરે છે પછી ચારિત્રમોહના ઉદયથી થોડો બંધ થાય છે; પરંતુ તેને બંધ શક્તિ હીન હોય છે અર્થાત્ ઘણો જ થોડો બંધ પડે છે. કેમકે અંદરમાં સમ્યગ્દર્શનનું જોર છે. હું પૂર્ણાનંદનો નાથ, શાતા દેષ્ટા સ્વભાવી છું તેવું સમ્યગ્દર્શનમાં જોર છે. તેને થોડો અસ્થિરતાનો રાગ આવે છે અને તેનો બંધ પણ અલ્પ સ્થિતિએ પડે છે, તેને અહીંયા ગણવામાં આવ્યો નથી. “ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી” જોયું ? આહાહા ! મિથ્યાત્વ થવાથી બંધ થાય છે એમ જીવ જ્યારે સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે તો ચારિત્રમોહના ઉદયમાં ( જોડાવાથી ) થોડો– ( અલ્પ ) બંધ થાય છે, પરંતુ બંધ શક્તિ હીન છે તેથી બંધ કહેવાતો નથી. સાધકને કર્મ બંધ આવે છે તે પણ નાશ કરવા માટે આવે છે.
સમકિત એટલે શું ? ભગવાન આત્મા અંદર છે તે મોક્ષ સ્વરૂપ જ છે. પર્યાયમાં મોક્ષ થાય છે, તે આત્મા મોક્ષસ્વરૂપ છે તેથી ( પર્યાયમાં ) મોક્ષ થાય છે. એવા આત્માનું દર્શન જ્ઞાન થવું તે ( સમ્યગ્દર્શન ) આવા મોક્ષ સ્વરૂપ ભગવાન આત્માનું જ્યાં સુધી સમ્યગ્દર્શન અનુભવ છે ત્યાં સુધી તેને રાગાદિ અસ્થિરતાનો થોડો બંધ થાય, રાગાદિ અસ્થિરતાનો થોડો બંધ થાય છે. પણ તેને અહીં ગણવામાં આવ્યો નથી.
દ
‘આ કારણથી સમ્યક્ત્વ હોતાં ચારિત્રમોહને કીલિત સાપના જેવો ઉ૫૨ કહ્યો છે, જ્યારે સમ્યક્ત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપના જેવો ચારિત્રમોહને કહ્યો;” સમ્યક્ત્વ હોય તો બંધાયેલા સર્પ સમાન અને સમકિત છૂટી જાય ત્યારે જાગૃત સર્પની સમાન ચારિત્રમોહકર્મ હોય છે. આહાહા ! રાગની, પ્રેમની રુચિ થઈ તો ચારિત્રમોહ જાગૃત થયો,