________________
૧OO
કલશામૃત ભાગ-૪ (અનુષ્ટ્રપ) इदमेवात्र तात्पर्य हेय: शुद्धनयो न हि।
नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि।।१०-१२२।। ખંડાન્વય સહિત અર્થ- “ષત્ર રૂમ પર તાત્પર્ય” (સત્ર) આ સમસ્ત અધિકારમાં (રૂમ વ તાત્પર્ય) નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? “શુદ્ધાય: દેય: નહિ”(શુદ્ધય:) આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ (દેય: નહિ) સૂક્ષ્મકાળમાત્ર પણ વિસારવાયોગ્ય નથી. શા કારણે?“દિ તત્ત્યાતિ વન્ધ: નાસ્તિ”(હિ) કારણ કે (તત) શુદ્ધસ્વરૂપનો અનુભવ તેના (અત્યા'ત) નહિ છૂટવાથી (વન્ધ: નાસ્તિ) જ્ઞાનાવરણાદિકર્મનો બંધ થતો નથી. વળી શા કારણે? “તત ત્યાત વ:”(ત) શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના (ત્યાII) છૂટવાથી (વશ્વ: વ) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે. ભાવાર્થ પ્રગટ છે. ૧૦-૧૨૨.
કળશ . – ૧૨૨ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૯૧૨૦
તા. ૧૧-૧૩/૧૦/'૭૭ આહાહા ! અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર સંત હતા. (સીમંધર) ભગવાનની વાણી સાંભળીને કુંદકુંદાચાર્ય શાસ્ત્ર બનાવ્યા. સમયસાર, પ્રવચનસાર તેની ટીકા કરનારા અમૃતચંદ્ર આચાર્ય આ શ્લોક કહે છે.
“સત્ર રૂમ વ તાત્પર્ય” આ સમસ્ત અધિકારમાં નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? શુદ્ધનય: દેય: નદિ” આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ સૂક્ષ્યકાળ માત્ર પણ વિચારવા યોગ્ય નથી.” આ આસ્રવ અધિકાર છે. નિશ્ચયથી આ એક કાર્ય છે. “શુદ્ધના: દેય નહિ” આ શુદ્ધનયની વ્યાખ્યા કરી.. કે આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ સૂક્ષ્મકાળમાત્ર પણ ભૂલવા યોગ્ય નથી. આ રીતે આસ્રવનો સાર કહેવામાં આવ્યો. બધા શાસ્ત્રોનો સાર આવી રીતે કહેવામાં આવ્યો છે. ભગવાનની વાણીમાં આ રીતે સાર કહેવામાં આવ્યો છે કે ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ દયા-દાન-વ્રત-ભક્તિના વિકલ્પથી અર્થાત્ રાગથી ભિન્ન એવો આત્મ અનુભવ કદી વિસારવા યોગ્ય નથી, કદી છોડવા યોગ્ય નથી, કદી ભૂલવા યોગ્ય નથી. આહાહા ! દૃષ્ટિમાં તો સદાય ત્રિકાળી શુદ્ધાત્માને જ રાખવો.
આહાહા ! ધ્રુવ ચિદાનંદ પ્રભુ આત્મા એને શુદ્ધનય કહ્યું. નય તો વિષયી છે અને વસ્તુ સ્વરૂપ જે ચિદાનંદ પ્રભુ તેનો વિષય છે. અહીંયા તો શુદ્ધનયને જ વસ્તુ કહી છે. ભગવાન આત્મા ! પૂર્ણાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે તે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અર્થાત્ શુદ્ધ ચૈતન્યનું વેદન એ અતીન્દ્રિય આનંદનો અનુભવ છે તે કદી છોડવા લાયક નથી.
ભગવાન આત્મા પ્રભુ.. શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે, તે વસ્તુ છે, તેનો અનુભવ