________________
કલશ-૧૨૧
૯૫ ચોવીસ કલાકમાં ચાર વખત દિવ્યધ્વનિ છૂટે છે. સવારે, બપોરે, સાંજે, રાત્રે તેમ ચાર વખત બે-બે ઘડી વાણી છૂટે છે ત્યાં કેમ જન્મ ન લીધો?
અહીંયા કહે છે “વિમુpવો:” જ્યાં રાગના પ્રેમની રુચિ થઈ ત્યાં તે મિથ્યાષ્ટિ થયો. તો વિમુક્ત બોધાઃ” તેને સ્વરૂપની દૃષ્ટિ છૂટી ગઈ. શુદ્ધ સ્વરૂપે છું તેવી દૃષ્ટિ છૂટી ગઈ– તેનો નાશ થઈ ગયો. બહારની ક્રિયાતો એવી ને એવી કરે છે પરંતુ અંતરમાં જે રાગની રુચિ થઈ– “વિમુક્ત બોધા?' તો સમ્યગ્દર્શન છૂટી ગયું. આવી વાતો હવે!
“વિમુ$ વધા: છૂટયો છે શુદ્ધ સ્વરૂપનો અનુભવ જેમને જે આનંદનો સ્વાદ હતો તે રાગની સચિમાં છુટી ગયો... અને તેને ઝેરનો સ્વાદ આવ્યો. આવો માર્ગ! “કેવો છે કર્મબંધ? “પૂર્વલદ્ધદ્રવ્યાસ્ત્રવૈ: 9તવિવિત્રવિત્પનાન” સમ્યકત્વ વિના ઉત્પન્ન થયેલાં,મિથ્યાત્વરાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યાં હતાં જે પુદ્ગલપિંડ રૂપ મિથ્યાત્વકર્મ તથા” પૂર્વે સમકિત વિના મિથ્યાત્વના અને રાગ-દ્વેષના કારણથી બાંધેલા કર્મબંધ જે પડ્યા છે તે જડ કર્મ તેમજ “ચારિત્રમોહકર્મ તેમના દ્વારા કર્યા છે નાના પ્રકારના રાગ-દ્વેષ મોહપરિણામનો સમૂહ જેણે” જડ કર્મ છે તે નિમિત્તરૂપ છે. પર્યાયમાં વિકલ્પની જાળ ઉત્પન્ન થઈ તે (નૈમિત્તિક) છે. ચૈતન્ય સ્વભાવની દૃષ્ટિથી ભ્રષ્ટ થયો અને શુભ અશુભ ભાવની જાળ ઉત્પન્ન થઈ તો મિથ્યાષ્ટિ થયો. પૂર્વે બંધાયેલા કર્મના નિમિત્તના સંબંધમાં વિકલ્પની જાળ ઉત્પન્ન થઈ. પછી તે શુભ હો કે અશુભ તે બધી વિકલ્પની જાળ છે. આવી વાતો છે.
આહાહા ! (શુભ અશુભભાવ ) વિકલ્પની જાળ છે. વિચિત્ર રાગ-દ્વેષના પરિણામ અને તેની જાળ એટલે સમૂહ. પુણ્ય ને પાપની (સચિની) ભાવની મિથ્યાત્વની જાળ ઉત્પન્ન થઈ. જેમ કરોળિયો જાળ બનાવીને તેમાં બંધાય છે) તેમ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ભૂલીને પુણ્ય-પાપ-મિથ્યાત્વરૂપી રાગની જાળમાં ઘૂસી ગયો.
“ભાવાર્થ આમ છે કે- જેટલો કાળ જીવ સમ્યકત્વના ભાવરૂપ પરિણમ્યો હતો તેટલો કાળ ચારિત્ર મોહકર્મ કીલિત (મંત્રથી તંભિત થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું” જેટલા કાળ સુધી રાગની રુચિ છોડીને અંતર આનંદ સ્વરૂપ ભગવાનના અનુભવની દૃષ્ટિ હતી તેટલો કાળ ચારિત્ર મોહકર્મ કીલિત સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું;” જેમ સર્પને ખીલે બાંધે તેમ અમને આ વાતનો અનુભવ છે. પાલેજમાં દુકાનની પાછળ વખાર હતી. તેમાં પેટીની નીચે સર્પ ઘૂસી ગયો હતો. હવે તેને બહાર કાઢવો કેવી રીતે? સાણસો નહીં અને એમ ને એમ બહાર નીકળે નહીં. પછી કોઈએ કહ્યું કે ઠંડુ પાણી નાખશો તો ઠરી જશે પછી પકડાશે કેમકે તે હલચલી શકશે નહીં. પછી ઠંડુ પાણી નાખ્યું. કીલિત થયા એટલે બંધાયા થકા, મૂછયા થકા સર્પની જેમ પોતાનું કાર્ય કરવામાં સમર્થ નથી. અહીંયા આવી વાત કહી અને સમ્યગ્દર્શનનું મહાભ્ય બતાવે છે.
સમ્યગ્દર્શન એ તો અલૌકિક ચીજ છે. આત્મજ્ઞાનરૂપ અનુભવ થયો એ સમ્યગ્દર્શન છે.