________________
૯૩
ઉત્ત૨:- ઉદય બળવાન કા૨ણ નથી. ઉદય તો કર્મમાં રહ્યો. પોતાના ઉપાદાનની યોગ્ગાથી વિપરીતતા થઈ છે. “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા” બીજી વાત અહીંયા છે જ નહીં. પોતાનું સ્વરૂપ આનંદનો નાથ પ્રભુ ! આનંદનું દળ છે. અતીન્દ્રિય આનંદના બરફની પાટ છે. અતીન્દ્રિય આનંદની ધ્રુવ પાટ પ્રભુ આત્મા છે, તેની રુચિમાં અને આશ્રયમાં જોડાયો હતો ત્યાં સુધી તો સમ્યગ્દષ્ટિ હતો. હવે રુચિએ જ્યાં ગુંલાટ ખાધી એટલે જે દ્રવ્ય સ્વભાવની રુચિ હતી તેને બદલે રાગ સ્વભાવની રુચિ થઈ ગઈ. આખી ગુંલાટ ખાઈ ગયો. માર્ગ બહુ અલૌકિક છે ભાઈ !
લોકોને આવી વાત સાંભળવા મળી નથી... એ શું કરે ! બહારથી આ કર્યું ને આ કર્યું, ઉપવાસ કર્યાં, વ્રત લીધા ને તપ કર્યાં, આટલાં દ્રવ્યો છોડયાંને આટલાં દ્રવ્યોની છૂટ રાખી. અરે.. ! ભગવાન... બાપુ ! તને ખબર નથી ભાઈ ! જ્યાં સુધી એક રાગના કણનો કર્તા છે ત્યાં સુધી તે આખા લોકનો કર્તા છે. અને જ્યારે આત્મા કર્તાપણું છોડી પોતાના આનંદનો કર્તા થયો તો તેને આખા લોકનું કર્તાપણું છૂટી ગયું. આહાહા ! આવો માર્ગ છે.
શ્રોતા:- બહુ પુણ્યના યોગમાં સાંભળવા મળ્યું...!
ઉત્ત૨:- માટે તો કહે છે કે-ભાગ્ય હોય તેને કાને પડે. આવી સત્ય વાત પૂર્વના ભાગ્ય હોય તેને તો કાને પડે. પછી રુચિ અને દૃષ્ટિ કરવી એ તો એના પુરુષાર્થનું કામ છે.
અહીં કહે છે— મિથ્યાત્વના પરિણામ અશુધ્ધરૂપ છે. ભાષા આટલી લીધી છે. પેલા અસ્થિરતાના એકલા રાગ દ્વેષ તેની વાત અહીંયા નથી. અહીંયા તો રાગની રુચિ કે રાગાદિ વ્રત-તપ-ભક્તિના ભાવથી મને ધર્મ થશે એવા મિથ્યાત્વના પરિણામ થયા તો અશુધ્ધતા થઈ ગઈ. આહાહા ! આવી વાતું છે... પ્રભુ !
અરેરે...! શું કરે ? શું કહે ? આહાહા...! અત્યારે તો આખું દળ (દિશા ) ફરી ગયું છે. આખું ચકકર ફરી ગયું છે. રાત્રિના પ્રશ્નો કરતા હતા ને! બિચારાને ન બેસે. (સાંભળવા ) મળ્યું નથી ને !
કલશ-૧૨૧
અરે.. પ્રભુ! એ બિચારા શું કરે....! એ પણ અંદર ભગવત્ સ્વરૂપ છે. એ અંદર ૫૨માત્મા છે ભગવાન છે, પણ તેની તેને ખબર નથી.
પ્રશ્ન:- દ્રવ્યમાં ભગવાન છે... પર્યાય ક્યાં ભગવાન છે?
ઉત્ત૨:- તે દ્રવ્યે ભગવાન છે પણ તેને ભગવાનની ખબર નથી. પર્યાયમાં ભગવાન છે તેવી ખબર નથી, પર્યાયમાં રાગ છે એવી ખબર છે.
આ (બહા૨નું ) નગ્નપણું રહી ગયું. પંચમહાવ્રતના પરિણામ તો અત્યારે છે જ નહીં, કારણકે એના માટે ચોકા બનાવી આહાર લ્યે છે. એ તો પંચમહાવ્રતનો વ્યવહા૨ પણ નથી. સમ્યગ્દર્શન તો છે જ નહીં પરંતુ વ્રતના વ્યવહા૨ પરિણામ હોય એ પણ અત્યારે નથી. સાચો વ્યવહારેય નથી... તેને ચારિત્ર માનવું ? તેને સમ્યગ્દર્શન તો હોય નહીં અને આ ચારિત્ર છે,