________________
૯૨
કલશામૃત ભાગ-૪ રાગ છે તેની સાથે સંબંધ જોડી દીધો છે અને સ્વભાવ સાથે સંબંધ તોડી નાખ્યો છે. હવે તેને કહે છે- અહીંયા ( રાગ સાથે ) સંબંધ જોડયો હતો તે તોડી દીધો તો દશા પલટી ગઈ. દિશા પલટતાં દશા પલટી ગઈ. સમ્યગ્દર્શનની દશા છે તે ત્રિકાળી સ્વભાવની દિશા ઉપર થયેલી દશા છે. મિથ્યાર્દષ્ટિની દશા પુણ્ય-પાપના વિકા૨ ઉપ૨થી ઊઠતી દશાની દિશા ૫૨ છે. પ્રશ્ન:- કયા કારણે ?
ઉત્ત૨:- ઊંધી દૃષ્ટિના કા૨ણે બીજું શું કા૨ણ હોય ! દૃષ્ટિ ઉલટી કરે છે માટે. પ્રશ્ન:- કર્મના ઉદયના કારણે નહીં?
ઉત્ત૨:- કર્મ ફર્મ ત્યાં કાંઈ નથી. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ” કર્મ જડ છે તેની સાથે કાંઈ સંબંધ નથી.
પ્રશ્ન:- ગોમ્મટસારમાં આવે છે કર્મથી વિકાર થાય છે.
ઉત્ત૨ઃ- એ તો વ્યવહા૨થી કહ્યું છે. ૫૨માર્થે કર્મનો સંબંધ આત્માએ પોતે કર્યો. ભગવાન સાથેનો સંબંધ તોડીને તેણે સ્વતંત્રપણે કર્મનો સંબંધ કર્યો તો મિથ્યાત્વના પરિણામ થયા, અહીંયા તો એમ કહે છે કે- સમ્યગ્દષ્ટિ જીવ તો તે સમ્યક્ત્વના પરિણામથી ભ્રષ્ટ થયો. દર્શનમોહના કારણથી ભ્રષ્ટ થયો કે કર્મોથી ભ્રષ્ટ થયો એમ નથી. એ તો (પરિણામની યોગ્યતાથી ) ભ્રષ્ટ થયો.
"
આહાહા! પરમાનંદનો નાથ અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ છે. એ પંચમ પારિણામિક ભાવના પંથમાં પડયો છે. તેને પંચમ ગતિનો વિપાક થયો. પંચમગતિના પંથને ગ્રહણ કર્યો. એ પંચમભાવ સ્વભાવની પ્રતીતિ છોડીને જે ઉદયભાવ દયા-દાન-વ્રત-ભક્તિના ભાવમાં દૃષ્ટિ જોડી દીધી છે. “રાવિ તપયાન્તિ” તે વિકારના રૂપમાં સ્વરૂપમાં જોડાઈ ગયો છે... તો મિથ્યાત્વ ભાવ થયો. બહારમાં દયા-દાન-વ્રતની ક્રિયા એવી ને એવી હોય પણ અંદ૨માં રાગને જોડી દીધો તો તે મિથ્યાષ્ટિ થઈ ગયો. આવી વાતું ! બહુ આકરું કામ. અરે ! દુનિયાની મૂળ ચીજ ઉ૫૨ દૃષ્ટિ નથી.
આહાહા ! નહીં પલટતું તત્ત્વ નિત્યાનંદ પ્રભુ ભગવાન સ્વરૂપ છે. તેનો જેને અંત૨ સમ્યગ્દર્શનમાં ભેટો થયો–આશ્રય થયો તો મિથ્યાત્વના પરિણામનો નાશ થયો. એ પરિણામે સ્વભાવનો સંબંધ છોડી દીધો, પછી શુભભાવ જેવા કે– વ્રત-તપ-ભક્તિના ભાવ એમાં સંબંધ જોડી દીધો તે મિથ્યાર્દષ્ટિ છે. ધ્રુવનો મારગ એ વીરાનો મારગ છે. આહાહા ! સ્વભાવની દૃષ્ટિ છોડી દીધી તો વિપરીત દૃષ્ટિ થતાં રાગની રુચિ થઈ ગઈ. અહીંયા જે રુચિ હતી તે રુચિ પલટી ગઈ અને રાગની રુચિ થઈ ગઈ.
પ્રશ્ન:- કા૨ણ કોણ ?
ઉત્ત૨:- કા૨ણ... પોતાના મિથ્યાત્વના પરિણામ.
પ્રશ્ન:- કર્મનો ઉદય બળવાન કારણ છે ને ?