________________
૯૦
કલશામૃત ભાગ-૪ તા. ૧૧/૧૦/’૭૭
પ્રવચન નં. ૧૧૯
શું કહે છે ? “સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે” તેનો અર્થ—સહજ સ્વરૂપ ભગવાન પૂર્ણ ધ્રુવ અસ્તિ ચીજ ધ્રુવસત્તા સામાન્ય પ૨મ પારિણામિક પંચમભાવ એવો શાયકભાવ તેની સન્મુખ થઈને જે દૃષ્ટિ પ્રગટી તે સમ્યગ્દર્શન છે. પૂર્ણ પંચમ પારિણામિક સ્વભાવભાવ, ધ્રુવભાવ, નિત્યભાવ, સામાન્ય ભાવ, એકરૂપભાવ સહજ આત્મ સ્વરૂપ ભાવ તેની દૃષ્ટિ અર્થાત્ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થયું છે... જેમાં રાગના વિકલ્પનો પણ આશ્રય નથી. એકલો પૂર્ણાનંદ પ્રભુ ! ધ્રુવ સહજ વસ્તુ, અનાદિ અનંત અણ કરાયેલી અણનાશ અર્થાત્ અવિનાશી એવી ચીજ તેનો અનુભવ થતાં એ ધ્રુવ સ્વભાવને અનુસરીને થતાં અનુભવમાં જે પ્રતીત થાય છે તેનું નામ સમ્યગ્દર્શન છે.
“જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે” જ્યાં સુધી ( ધ્રુવનો ) આશ્રય લ્યે છે ત્યાં સુધી સમ્યગ્દર્શન સહિત છે. પંચમ સ્વભાવ ભાવ ૫૨મ પારિણામિક ભાવ તેની પરિણતિ જે મોક્ષનો પંથ છે- એ સમ્યગ્દર્શન છે. આહાહા..! એ સ્વભાવના આશ્રયે જ્યાં સુધી સમ્યગ્દર્શનની સાબિતી હૈયાતિ અસ્તી રહે છે. “ત્યાં સુધી રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામો નહીં હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી.”
આ રાગ-દ્વેષ-પુણ્ય-પાપ–દયા-દાન-વ્રતના પરિણામ તે મારા છે તેવો ભાવ નથી ત્યાં સુધી તેને મિથ્યાત્વ સંબંધી મોહ સંબંધી રાગ-દ્વેષ થતાં નથી. વ્રત-તપ-ભક્તિ આદિના શુભભાવ અને હિંસા આદિના અશુભભાવને સમ્યગ્દષ્ટિ પોતાની સાબિતી માનતો નથી. પોતાની ચીજ તો ૫૨મ પારિણામિક સહજ સ્વભાવભાવ છે તેનું જ્ઞાન થઈને પ્રતીતિ-વિશ્વાસ થતાં તેને ભગવાનનો ભરોસો થઈ ગયો.
ધર્મીજીવ સમકિત સહિત ૨હે છે. ભગવાન ૫૨માત્મા છે તે અંદરમાં આત્મ સ્વરૂપ ભગવાન છે. તેનું અંત૨માં એકાગ્ર થઈને નિર્વિકલ્પ આનંદના સ્વાદની સાથે જે સમ્યગ્દર્શન થયું તેની હૈયાતિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોઢુ થતા નથી. સમજમાં આવ્યું ?
વાત તો બહુ સત્ય અને સરળ છે, પરંતુ અનંતકાળમાં તેનો પરિચય-આશ્રય લીધો નહીં. વસ્તુ છે તે આદિ અંત વિનાની છે અને તે પરિણામ નામ પર્યાયથી રહિત છે. એ જે પરિણમનની દશા તે ત્રિકાળનો આશ્રય કરે છે. (ધ્રુવનો આશ્રય કર્યો ) ત્યારે તેને અનુભવની સાથે આનંદનો શાંતિનો ભરોસો આવ્યો કે ભગવાન તો પૂર્ણ શાંત અને આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપી ભગવાન પરમાત્મા તેની પ્રતીતિ અનુભવ થયો તે સમ્યગ્દર્શન છે. આમ ખાલી એકલી પ્રતીતિ નહીં, પરંતુ આ ચીજ છે; આ આત્માનું સ્વરૂપ છે એવું ભાન થઈને જે પ્રતીતિ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન છે ત્યાં સુધી મિથ્યાત્વ સંબંધી