________________
८८
કલશામૃત ભાગ-૪ છે. જ્યારે જીવ સમ્યકત્વ પામે છે ત્યારે ચારિત્રમોહના ઉદયે બંધ થાય છે, પરંતુ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી. આ કારણથી સમ્યકત્વ હોતાં ચારિત્રમોહને કીલિત સાપના જેવો ઉપર કહ્યો છે, જ્યારે સમ્યકત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપના જેવો ચારિત્રમોહને કહ્યો; તે ઉપરના ભાવાર્થનો અભિપ્રાય જાણવો. ૯-૧૨૧.
કળશ નં. – ૧૨૧ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૮-૧૧૯
તા. ૧૦-૧૧/૧૦/૭૭ તુ પુન: આમ પણ છે – “એ શુદ્ધનયતઃ પ્રવ્યુત્ય ૨*IITયો ૩૫યાત્તિ તે રૂદ ફર્મવશ્વમ વિશ્વતિ” જે કોઈ ઉપશમ સમ્યગ્દષ્ટિ અથવા વેદક સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ થયા છે તથા રાગ-દ્વેષ મોહરૂપ અશુધ્ધ પરિણામરૂપે થાય છે.
૧૨૦ કળશમાં કહ્યું તેનાથી વિરુદ્ધ વાત કહે છે. જે દયા-દાનના વિકલ્પના પ્રેમમાં આવી ગયો તે શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. અહીંયા તો સમકિતી પણ શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે તે વાત કહે છે... કેમકે તેની રુચિ ફરી પાછી રાગમાં આવી ગઈ. ક્ષાયિક સમકિતી સમ્યકત્વથી પડતા નથી.
શ્રેણિક રાજા ભગવાનના ભગત તેમને આત્માની અંતર દષ્ટિ અને અનુભવ પછી ક્ષાયિક સમ્યકત્વ પામ્યા. તે હવે કેવળજ્ઞાન લેશે. અત્યારે ભલે નરકમાં હોય! પહેલી નરકમાં ચોર્યાશી હજાર વર્ષની સ્થિતિ છે. અઢી હજાર વર્ષ ગયા અને હજુ સાડી એકયાસી હજાર વર્ષ બાકી છે. ત્યાં તેઓ સમકિતી છે તેથી શુદ્ધતામાં વર્તે છે. રાગ છે તેને જાણે છે. એટલે જાણવાના ભાવમાં વર્તે છે. આવી વાતો ભારે!
અહીં જે ઉપશમ અને વેદક સમ્યગ્દષ્ટિ લખ્યું છે તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ થયેલા છે. શુદ્ધ ચૈતન્યઘન ભગવાન આત્મા તેના અનુભવથી ભ્રષ્ટ થયા છે એટલે તે પુણ્યના પરિણામ જેવા કે – દયાદાન-વ્રત-ભક્તિના પરિણામની રુચિમાં આવી ગયા છે. તે સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયા છે. ત્યાં દિલ્હીમાં કાંઈ મળે એવું નથી. આવી બહુ આકરી વાતું બાપુ !
પહેલાં શુદ્ધ ચૈતન્યપ્રભુ તેની રુચિનું પોષણ હતું એ દૃષ્ટિ ખસી ગઈ અને શુભઅશુભના ભાવના પ્રેમમાં તે સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયા. શ્વેતામ્બરમાં આનંદઘનજી થયા તે કહે છે કે – જેને રાગનો પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. “ઢષ અરોચક ભાવ” એવો પાઠ છે. “સમભાવ ઉદય વખતે ધૂળે સર્વે સબ રેશું સેવો સદા રે... લઈ પ્રભુ સેવન ભેદ સેવન કારણ પ્રથમ ભૂમિકા અભય અઢષ અખેદ” આહાહા! જેને દયા-દાન-વ્રત-ભક્તિનો શુભભાવ આવ્યો અને તેની રુચિમાં ઘૂસી ગયો તે સમકિતથી ભ્રષ્ટ થઈ ગયો. આહાહા ! આમ