________________
કલશ-૧૨૧
८७
શુદ્ધતા પ્રગટ થઈ એ પુણ્ય-પાપ, રાગના વિકલ્પથી ભિન્ન છે. દયા-દાન–વ્રત-પૂજા-ભક્તિ એ રાગની ક્રિયા છે અને એમાં જે ધર્મ માને છે તે ત્યાં ને ત્યાં ચોંટી ગયો, તે રાગમાં રોકાય ગયો, તેને ભગવાન આત્માનું સ્વરૂપ એક બાજુ પડયું રહ્યું. સમજમાં આવ્યું.
(વસન્તતિલકા )
प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्ध
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्।। ९-१२१।।
ખંડાન્વય સહિત અર્થ:- “તુ પુન:” આમ પણ છે- “યે શુદ્ઘનયત: પ્રત્યુત્ય રાવિયોમાં ઉપયાન્તિ તે જ્ઞ ર્મવન્ધમ્વિન્નતિ”(યે ) જે કોઈ ઉપશમ-સમ્યગ્દષ્ટિ અથવા વેદકસમ્યગ્દષ્ટિ જીવ ( શુદ્ઘનયત: ) શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અનુભવથી (પ્રત્યુત્ય ) ભ્રષ્ટ થયા છે તથા ( રવિ ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામ(યોગમ્ ) રૂપે ( ૩પયાન્તિ ) થાય છે, ( તે ) એવા છે જે જીવ તે ( ર્મવન્ધમ્ ) કર્મબંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ (વિશ્રૃતિ) નવા ઉપાર્જિત કરે છે. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે ત્યાં સુધી ( તેમને ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામો નહિ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી. (પરંતુ) જે સમ્યગ્દષ્ટિ જીવ હતા, પછી સમ્યક્ત્વના પરિણામથી ભ્રષ્ટ થયા, તેમને રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામ હોવાથી જ્ઞાનાવ૨ણાદિ કર્મબંધ થાય છે, કેમ કે મિથ્યાત્વના પરિણામ અશુધ્ધરૂપ છે. કેવા છે તે જીવ ? “વિમુત્ત્તવોધા:” (વિમુTM ) છૂટયો છે ( લોધા: ) શુદ્ધસ્વરૂપનો અનુભવ જેમને, એવા છે. કેવો છે કર્મબંધ ? “પૂર્વલદ્ધદ્રવ્યાસવૈ: ધૃતવિચિત્રવિલ્પનાતમ્” (પૂર્વ) સમ્યક્ત્વ વિના ઉત્પન્ન થયેલાં, ( બદ્ઘ ) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યાં હતાં જે (દ્રવ્યાસવૈ:) પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મ તથા ચારિત્રમોહકર્મ તેમના દ્વારા (ત) કર્યો છે (વિવિત્ર) નાના પ્રકારના (વિત્વ) રાગ-દ્વેષ-મોહપરિણામનો (નાતમ્) સમૂહ જેણે, એવો છે. ભાવાર્થ આમ છે કે-જેટલો કાળ જીવ સમ્યક્ત્વના ભાવરૂપ પરિણમ્યો હતો તેટલો કાળ ચારિત્રમોહકર્મ કીલિત (-મંત્રથી સ્પંભિત થયેલા ) સાપની માફક પોતાનું કાર્ય ક૨વાને સમર્થ ન હતું; જ્યારે તે જ જીવ સમ્યક્ત્વના ભાવથી ભ્રષ્ટ થયો થકો મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યો ત્યારે ઉત્કીલિત (-છૂટા થયેલા ) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ થયું. ચારિત્રમોહકર્મનું કાર્ય જીવના અશુધ્ધ પરિણમનનું નિમિત્ત થવું તે. ભાવાર્થ આમ છે કે-જીવ મિથ્યાર્દષ્ટિ થતાં ચારિત્રમોહનો બંધ પણ થાય