________________
८६
કલશામૃત ભાગ-૪ કષાયની મંદતા હોય તો પણ તે શુભરાગ છે, એ કાંઈ ધર્મ નથી. એ શુભરાગની રુચિમાં પડ્યા છે તે મિથ્યાષ્ટિ છે. આહાહા ! તારી વાત બહુ આકરી નાથ!
આટલા શબ્દોમાં ટીકાકારે બહુ સમાડી દીધું છે. “કોઈ જાણશે કે સર્વકાળ પ્રમાદી રહે છે.” દેખાય છે તો એમ જાણે રાગમાં વર્તે છે તેથી કોઈવાર શુદ્ધતાનો અનુભવ થઈ જતો હશે. સાંભળ પ્રભુ! અનાદિ કાળનો અજ્ઞાની નિરંતર પુણ્ય ને પાપના ભાવના વેદનમાં વર્તે છે, પછી તે ભક્તિમાં બેઠો હોય કે ભગવાનના સમવસરણમાં ગયો હોય તો પણ તે રાગના વેદનમાં છે, તેને નિરંતર રાગનું વેદન છે.
તેમ પરમાત્મા! આત્મ સ્વરૂપી જે ચીજ છે... પરમ આત્મ, પરમ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ આનંદ સ્વરૂપ તેનું અંતરમાં સમ્યગ્દર્શન જ્ઞાન અને અનુભવ થયો તો ધર્મી હવે એ શુદ્ધ પરિણતિમાં જ સદા રહે છે. વિકલ્પ દેખાય છે પણ એ તો ઊપર ઊપર રહે છે, એનો તો તે જ્ઞાતા દૃષ્ટા રહે છે. તે રાગમાં રહેતો નથી પરંતુ રાગના જ્ઞાનમાં અર્થાત્ એ પોતાના જ્ઞાનમાં રહે છે. આ તો જગતથી બહુ ઊંધી વાતો છે. અને વાડાવાળા સાંભળે તો એ તો કહે – અરર... આમણે આ બધું શું કરી નાંખ્યું? લોપ કરી નાખ્યો. અરે...! સાંભળને ભાઈ !
આહાહા ! ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર આમ ફરમાવે છે. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા બિરાજે છે તેમની આ બધી વાણી છે. (વાડાના) બીજા શાસ્ત્રોમાં તો આવી વાત છે જ નહીં. ભલે એ વાંચ્યા કરે અને એમાંથી રાગની ક્રિયાને કાઢે.
અહીંયા તો કહે છે કે – “કોઈ જાણશે કે સર્વકાળ પ્રમાદી રહે છે.” આખો દિવસ રાગમાં અને પુણ્યના પાપના પરિણામમાં દેખાય છે, “ક્યારેક એક જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી. સદા સર્વકાળ શુદ્ધપણારૂપ રહે છે.”
આહાહા ! સમ્યગ્દષ્ટિને વિષય વાસનાના વિકલ્પ ઉત્પન્ન થાય છે, તેમ ભોગની ક્રિયા દેખવામાં આવે છે. ભરત ચક્રવર્તીને છન્ને હજાર સ્ત્રી છે, છન્ને કરોડ પાયદળ છે તેમાં રાગ દેખાય છે, પરંતુ જ્ઞાની એ રાગથી ભિન્ન પોતાનું સ્વરૂપ છે તેમાં રમે છે. તે રાગમાં આવતો નથી. આવો માર્ગ છે – સમજમાં આવ્યું? અજ્ઞાની દુકાન, વેપાર-ધંધા છોડીને દયા-દાન-વ્રતભક્તિમાં વર્તે છે તો એ નિરંતર રાગમાં જ વર્તે છે.
ટીકામાં બે શબ્દો વાપર્યા. (૧) સદા (૨) સર્વકાળ. હું તો આનંદકંદ છું એવી દૃષ્ટિ સમકિતીને સદાય-નિરંતર ચાલુ છે. આમાં ઘરે (એકલો વાંચે ) તો કાંઈ સમજાય એવું નથી. સદાય અને સર્વકાળના અર્થમાં ત્યાં બીડીને તમાકુ સૂઝ, શેઠ! આ એમની એકની વાત નથી, બધાની વાત છે.
અજ્ઞાની નિરંતર પુણ્યની ક્રિયામાં વર્તતો હોય, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજામાં હોય તો પણ એ અજ્ઞાનમાં છે. તે નિરંતર અશુધ્ધતામાં વર્તે છે. જ્યારે ધર્મી “સદા સર્વકાળ શુદ્ધપણારૂપ રહે છે.” શુદ્ધ આત્મા પવિત્ર પ્રભુ ચૈતન્ય જ્ઞાયકભાવના ( લક્ષ ) પર્યાયમાં પરિણમનરૂપ