________________
૯૪
કલશામૃત ભાગ-૪ આ ચારિત્ર છે. ચારિત્ર એ મોક્ષનું કારણ છે. તીર્થકરોએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું હતું. બાપુ ! એ.. ચારિત્ર શું તેની મને ખબર નથી.
અહીંયા તો કહે છે કે- મિથ્યાત્વરૂપ પરિણમનથી દુઃખ છે. પછી તે નાનામાં નાનો રાગનો કણ હો! પરંતુ તેની રુચિ ને એ ઉપર દૃષ્ટિ પડી છે તે મિથ્યાષ્ટિ છે. જૈનમાં (જનમ્યો) પણ જૈન થયો નહીં.
એ અજ્ઞાની મિથ્યાષ્ટિ રાગના સંબંધમાં, પુણ્યના પરિણામના પ્રેમમાં આવ્યો અને મિથ્યાદૃષ્ટિ થયો. “કેવા છે તે જીવ? વિમુવીધા: છૂટયો છે શુદ્ધ સ્વરૂપનો અનુભવ જેમને એવા છે” [વધા:] એટલે જ્ઞાન સ્વરૂપથી અંદરમાં છૂટી ગયો છે. દૃષ્ટિમાં જ્ઞાતા ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એવો શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ પવિત્ર ભગવાન આત્મા છે... તેનાથી રહિત નામ ભ્રષ્ટ થઈ ગયો. તે રાગના કણમાં પ્રેમમાં સચિમાં પડ્યો તે સ્વરૂપના બોધથી રહિત નામ મુક્ત (ભ્રષ્ટ) થઈ ગયો.
લોકોને આવી વાત સાંભળવા મળે નહીં. અને તેમણે બહારથી માન્યું છે. આ વ્રત કર્યા, તપ કર્યા, ઉપવાસ કર્યા, ભક્તિ કરી, શેઠિયા હોય તે કહે- દાન કયા અને લોકો તેને દાનવીરની ઉપમા આપી હૈ. થોડા પૈસા આપે એટલે તેને દાનવીરની ઉપમા આપે-નામ આપે. પરંતુ બાપા! દાન કોને કહેવાય?
આત્મા અંદર શુદ્ધ ચૈતન્યઘન છે. તે પુણ્ય ને પાપના વિકલ્પથી રહિત છે. આત્મામાં સંપ્રદાન નામનો એક ગુણ પડયો છે. ભગવાનમાં સંપ્રદાન નામની એક શક્તિ પડી છે. દ્રવ્યના આશ્રયથી પોતાની પર્યાયમાં જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધ પર્યાય થઈ તે પોતામાંથી લીધી અને પોતાને આપી તે સંપ્રદાન છે. છ કારકમાં સંપ્રદાન આવે છે ને! કર્તા, કર્મ, કરણ સંપ્રદાન, અપાદાન, અધિકરણ (સર્વજ્ઞ) ભગવાન સંપ્રદાનનો અર્થ આવો કરે છે કે પ્રભુ તારામાં એક સંપ્રદાન નામનો ગુણ છે– શક્તિ છે. એ સંપ્રદાનનું કાર્ય શું? દ્રવ્ય સ્વભાવ ઉપર દષ્ટિ કરવાથી જે પવિત્રતા પ્રગટ થાય છે તે પવિત્રતાને લેવાવાળો પાત્ર પણ તું અને પવિત્રતાને દેવાવાળો પણ તું છે, આને દાન કહે છે. અરેરે...! આવી વાતું!
ભગવાનને આહાર આપે.. પરંતુ (વિતરાગી) ભગવાન આહાર કરતા નથી. સાચા મુનિઓને આહાર આપવાનો ભાવ છે તે શુભ છે એ ધર્મ નથી. કારણકે એ વૃત્તિ પરદ્રવ્ય ઉપર લક્ષ રાખીને ઊઠી છે. તે તો શુભ રાગ છે, તે ધર્મ નથી. અને જે દાન દેવાનો ભાવ આવ્યો તેને ધર્મ માને તે મિથ્યાષ્ટિ છે.
શ્રોતા- કોઈએ આવું સમજાવ્યું નથી.
ઉત્તર- પોતે સમજ્યો નથી. એમ કે- કોઈએ સમજાવ્યું નથી તેથી સમજ્યો નથી, શેઠ બચાવ કરે છે. કોઈ સમજાવનાર નથી તો અમે શું કરીએ? પોતામાં સમજવાની લાયકાત હોય તો સમજાવવાવાળા મળ્યા વિના રહે નહીં. મહા વિદેહમાં ત્રણલોકના નાથ બિરાજે છે.