________________
કલશ-૧૨૧
૯૧ મોહ-રાગ-દ્વેષના અશુભ પરિણામ થતા નથી. કહો, સમજમાં આવે છે ને?
મોહરૂપ અશુધ્ધ પરિણામો નહિ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી” અશુધ્ધ પરિણામ નથી થતા તો કર્મબંધ પણ નથી થતા. મિથ્યાત્વ સંબંધી અને અનંતાનુબંધીના પરિણામ નથી તો એ સંબંધી બંધન પણ નથી. અહીંયા અનંતાનુબંધીને મુખ્ય બંધન કહ્યું છે.
“જે સમ્યગ્દષ્ટિ જીવ હતા, પછી સમ્યકત્વના પરિણામથી ભ્રષ્ટ થયા, તેમને રાગવૈષ મોહરૂપ અશુધ્ધ પરિણામ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થાય છે... આહાહા! જે સમ્યગ્દષ્ટિ જીવ. સમ્યકત્વના પરિણામથી ભ્રષ્ટ થયા તે વિકારી પરિણામને પ્રાપ્ત થાય છે. “STITયો ૩૫યાન્તિ” એવો પાઠ છે. સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થાય છે તો વિકારી પરિણામને પ્રાપ્ત થાય છે. રાગ-વિકાર-શુભ-અશુભ ભાવ હો, દયા-દાન-વ્રત-ભક્તિનો શુભ ભાવ હો! તે રાગને પ્રાપ્ત થાય છે. તે મિથ્યાદેષ્ટિ છે. “If યોગjપયાન્તિ” વિકારના સંબંધને પ્રાપ્ત થાય છે. સ્વભાવના સંબંધને તોડીને થતાં વિકારીભાવ શુભ હો કે અશુભ હો! એવા રાગના સંબંધને પ્રાપ્ત થાય છે. તે મિથ્યાદૃષ્ટિ છે. સમ્યગ્દષ્ટિએ રાગ સાથેનો સંબંધ તોડી નાખ્યો છે અને સ્વભાવ સાથે સંબંધ જોડી દીધો છે. મિથ્યાષ્ટિએ સ્વભાવની સાથેનો સંબંધ છોડી દીધો છે અને રાગ વિકારની સાથે સંબંધ જોડી દીધો છે. આવી વાતો છે.
સમ્યકત્વના પરિણામથી ભ્રષ્ટ થયા તે સમ્યગ્દષ્ટિ જીવ હતા. સમ્યગ્દર્શન થયા પછી સમ્યકત્વના પરિણામથી ભ્રષ્ટ થયા તેમને રાગ-દ્વેષ-વિકારરૂપ અશુધ્ધ પરિણામ થતાં તે મલિન પરિણામના સંબંધમાં આવી ગયો. નિર્મળાનંદ પરમાત્મા, પરમાત્મા એટલે ત્રિકાળી આત્મા પોતાનો નિર્મળાનંદ પરમાત્મા, પોતાનો શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્ય તેનો સંબંધ તેણે છોડી દીધો. આત્માનો સંગ-પરિચય છોડી દીધો. અસંગ ચીજનો સંગ છોડી દીધો અને રાગાદિ પુણ્ય-પાપનો સંગ જોડી દીધો તો તે મિથ્યાદૃષ્ટિ થઈ ગયો.
કેમકે મિથ્યાત્વના પરિણામ અશુધ્ધરૂપ છે.” જોયું? અહીં જે નામ આપ્યા છે ને.. મોહ–રાગ-દ્વેષના અશુધ્ધ પરિણામ તેનાથી બંધ થાય છે. કેમકે તે મિથ્યાત્વના પરિણામ છે. અહીં મિથ્યાત્વના પરિણામ લીધા છે. સમ્યગ્દર્શન થયા પછી ચારિત્રની અસ્થિરતાનો રાગ તેને અહીં બંધમાં લીધો નથી.
આત્મ સ્વભાવ ચૈતન્ય આનંદકંદ પ્રભુ છે. તેના સંબંધમાં હતો ત્યાં સુધી તો સમ્યગ્દષ્ટિ હતો. એ સંબંધને તોડીને.. રાગના વિકલ્પ જેવા કે- દયા-દાન-વ્રત-ભક્તિ આદિ રાગના સંબંધમાં જોડાઈ ગયો તે મિથ્યાત્વ છે. પહેલાં જે મોહ -રાગ-દ્વેષ ત્રણ લીધા તે મિથ્યાત્વના પરિણામ છે. આહાહા ! ભારે કામ ! સાંભળવા મળે નહીં એવી વાતો છે આ. જુઓને ! રાત્રે કેટલા પ્રશ્નો થયા હતા. અત્યારે સમ્યગ્દર્શન હોઈ શકે નહીં. સમ્યગ્દર્શન વિના આ વ્રત ને તપ તે ચારિત્ર છે. અરર..! પ્રભુ તું શું કરે છે !
અહીંયા તો કહે છે કે- સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયો અર્થાત્ જે પાંચ મહાવ્રતના પરિણામ જે