________________
કલશ-૧૨૦
શ્રોતા- આજે સવારે સર્વજ્ઞનો મહિમા કેટલો બતાવ્યો હતો.
ઉત્તર:- હા, સર્વજ્ઞપ્રભુ છે. આ આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. તેની સર્વજ્ઞ સંપદા છે, “જ્ઞ” સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવ અર્થાત્ સર્વજ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવ, પૂર્ણ સ્વભાવ એ સર્વજ્ઞ પ્રભુ જ આત્મા છે. તે પર્યાયમાં સર્વજ્ઞ આત્મા થાય છે.
પરમાત્મા થયા તે ક્યાંથી થાય છે? અરિહંતદેવ જિનેશ્વરને કેવળજ્ઞાન થયું. તે સર્વજ્ઞપણું ક્યાંથી આવ્યું? કેવળજ્ઞાન બહારથી આવે છે કાંઈ ? અંતરમાં સર્વશપણું પડયું છે. એ સર્વજ્ઞની જ્યાં અંતર અનુભવમાં દૈષ્ટિ થઈ તેને શુદ્ધતાના પરિણમનના કાળમાં નિરંતર શુદ્ધતા જ વતે છે. પછી તે ધર્મી બહારમાં દેખાય એમ કહ્યું ને! “કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે” આખો દિવસ ધંધામાં દેખાય, આમ દેખાય. બાપુ! તને ધર્મીની ખબર નથી. ધર્મીની દષ્ટિ જે શુદ્ધ સ્વભાવ પર પડી છે તે દૃષ્ટિ હવે ફરતી નથી, એવું જ પરિણમન છે. | (સર્વકાળ) એટલે જાણે ઘણો કાળ એમ. એ રાગમાં વર્તે કે અશુભમાં કે શુભમાં વર્તે એમ જાણે. “ક્યારેક એક જેવો કહ્યો તેવો થાય છે” કોઈ કાળે એને શુદ્ધ પરિણામ થશે એમ કોઈ જાણે (તો એમ નથી.) આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ છે. આ તો જિનેશ્વરદેવે (કહેલી) કથા છે. આહાહા ! સાધુ નામ ધરાવે અને તેઓ રાગની અધિકતામાં પડ્યા છે. દયા-દાન, પંચમહાવ્રતના પરિણામ એ તો રાગ છે અને તેના રસમાં પડયા છે તે મિથ્યાદૃષ્ટિ છે.
અહીંયા તો કહે છે – શુદ્ધ સ્વરૂપ ભગવાન જ્યાં અનુભવમાં આવ્યો તો શુદ્ધ દશા પ્રગટી. શક્તિમાં જે શુદ્ધતા હતી એવી શુદ્ધતા સમ્યગ્દર્શનમાં વ્યક્ત થઈ. વર્તમાન પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ.... તો તે કોઈક કાળે શુદ્ધતા રહેતી હશે અને ઘણો કાળ તો પુણ્ય-પાપના પરિણામમાં વર્તે છે એમ દેખાય છે. પણ એમ છે નહીં.
શ્રીમદ્ રાજચંદ્ર તો હીરા-મોતીનો લાખો-કરોડોનો ધંધો કરતા. લોકો એમ માને કે તેઓ ધંધામાં વર્તતા લાગે છે. સાંભળ પ્રભુ! પૂર્ણાનંદના નાથની સમ્યગ્દર્શનમાં જ્યાં અનુભવ-પ્રતીત અને રમણતા થઈ તે રમણતાના કાળમાં રમણતા તો સદા રહે જ છે. બહારમાં એમ દેખાય કે – આ કાળમાં આમ કરતા હતા, રાગ કરતા'તા; પરંતુ એમ છે નહીં. ધર્મીના માપ બહારથી થતાં નથી. ધર્મીના અંત:કરણ હૃદયથી, અંતરના માપથી થાય છે. આવી કઈ વાત હશે?
પેલા લોકો દોઢ-દોઢ મહિનાના ઉપધાન કરે અને એમાં માને જાણે કે ધર્મ થયો. ધૂળમાંય એમાં ધર્મ નથી સાંભળને ! આનંદનો નાથ આત્મા કોણ છે તેની તો હજુ ખબર નથી; તેની દૃષ્ટિ નથી, તેની શુદ્ધતાની ખબર નથી (અને ધર્મ થઈ જાય ?) બહુ આકરું કામ ભાઈ ! જગતની સાથે મેળ ખાવો બહુ કઠણ ભાઈ ! અને એમાં પૈસા ખર્ચે અને જાણે કે ધર્મ મોટો કર્યો. પાંચ લાખ ખર્ચે, ઉપધાન કરો.. , પરંતુ એમાં ધૂળમાંય ધર્મ નથી સાંભળ તો ખરો!! કોઈ માન-મોટાઈ માટે કરે તો તો એકલું પાપ છે. કોઈ માન-મોટાઈ માટે ન કરતો હોય પરંતુ