________________
કલશ-૧૨૦
પ્રશ્ન:- ભગવાનની ભક્તિનો રાગ પ્રમાદ છે?
ઉત્તર- હા, તે પણ પ્રમાદ છે. ભગવાનની ભક્તિનો રાગ પણ પ્રમાદ છે. શાસ્ત્ર શ્રવણનો ભાવ એવો રાગ તે પ્રમાદ છે. આહાહા ! ઘણાં કાળથી (રાગમાં વર્તે છે) તેમ દેખાય છે ને! આહાહા ! તને દેખાય છે તેવું છે નહીં. આહાહા ! એ રાગના કાળમાં પણ પોતાના સ્વભાવની શુદ્ધતામાં જ વર્તે છે. આવો જિનેશ્વર પ્રભુનો માર્ગ છે બાપુ! એ માર્ગને અત્યારે રાગના, પુણ્યના દયા-દાન-વ્રત-ભક્તિમાં સમાવી દીધા છે. અરે.. પ્રભુ! એમાં તારું કલ્યાણ નથી. એમાં તારો ઉદ્ધાર નથી નાથ.
અંદર સચ્ચિદાનંદ પ્રભુનું નિધાન પડ્યું છે ને! નાથ તું ભગવત્ સ્વરૂપ છો. તારો સ્વભાવ શુદ્ધ ભગવત્ સ્વરૂપ જ છે. આહાહા ! એ સ્વરૂપનો જ્યાં અનુભવ થયો તો હવે નિરંતર શુદ્ધતામાં વર્તે છે. અનાદિકાળથી રાગ-દ્વેષનું વેદન જેમ નિરંતર હતું, તેમાં એક સમય પણ વચમાં ખંડ પડતો ન હતો તેમ ભગવાન આત્મા શુદ્ધતાનું ભાન સમ્યગ્દર્શનમાં થયું તો એ સમ્યગ્દર્શન જ્ઞાનની પરિણતિ શુદ્ધ થઈ તેથી તે શુદ્ધતામાં જ વર્તે છે.
કોઈ એમ જાણશે કે - સાધક સર્વકાળ પ્રમાદી રહે છે. એટલે? ધર્મી – સમકિતી જીવને કોઈ એમ દેખે કે – આ તો અહીંયા ખાવામાં, પીવામાં, ભક્તિમાં, પૂજામાં, દાનમાં, દયામાં, વ્રતમાં વર્તે છે ને! એ બધી રાગની ક્રિયા છે અને તમે કહો છો એ રાગમાં વર્તતો જ નથી? ભાઈ ! તને ખબર નથી. રાગ રહિત ભગવાન આનંદ સ્વરૂપ છે કે, તેની પ્રતીતિ જ્ઞાન થતાં જે શુદ્ધતા પ્રગટ થઈ, પવિત્રતા પ્રગટી તેમાં નિરંતર રહે છે. આ તે શું કહે છે?
ધર્મી જીવ એને વિષયની વાસના પણ આવે છે અને તેને ભોગની ક્રિયા પણ જોવામાં આવે છે, તે આત્મા જેને પ્રમાદી દેખાય છે, તેને કહે છે – સાંભળ તો ખરો ! સર્વજ્ઞ વીતરાગદેવે કહેલો તે આત્મા હોં ! અન્યમતવાળા કહે છે તે આત્મા નહીં, કેમકે તેને આત્માની ખબર નથી. જિનેશ્વરદેવે જે આત્મા કહ્યો એ ભગવાન ચિદાનંદ આત્મા તે પવિત્રતાનો પિંડ અને શુદ્ધતાનો સાગર છે... તેનો જેને અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું, સમ્યગ્દર્શનમાં આત્માની અનુભૂતિ થાય છે. એ સાધક અનુભૂતિની દશામાં જ વર્તે છે. અશુધ્ધતા દેખવામાં આવે કે – આ અશુધ્ધતામાં છે... (તેમ દેખાય છે એમ નથી.) સમજમાં આવ્યું? બહુ ઝીણું બાપુ!
સંતો ગજબ વાત કરે છે ને! અંદરમાં પ્રભુ આત્મા જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ છે. સહજાનંદ આવે તો વળી કોઈ એમ કહે કે – સહજાનંદ તો સ્વામીનારાયણમાં હોય છે. અરે! સહજાનંદ આત્મા સહજ આનંદ સ્વરૂપ જ છે. એ લોકો કહે એ સહજાનંદ જુદી ચીજ અને અહીં સહજાનંદ કહીએ તે જુદી ચીજ છે. આ તો સ્વભાવિક અતીન્દ્રિય આનંદનો પિંડ આત્મા છે. એ આનંદના નાથને જ્યાં સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાનમાં નિહાળ્યો જેણે તેને જાગૃત સ્વભાવની પર્યાયમાં જાગૃતિ આવી. હવે એ જાગૃતિ તેને નિરંતર રહે છે. એ બાહ્ય કામમાં દેખાય,