________________
કલશ-૧૨૦
૮૧ વિશેષતા છૂટી જાય છે. શ્રી સમયસાર ૩૧ ગાથામાં છે કે “બાળસદાવાઇયં મુરબા જ્ઞાનને આનંદ સ્વભાવી આત્મા, પર્યાયથી અધિક નામ ભિન્ન પડયો છે. તેની શાંતિ. શાંતિ... શાંતિ.. શાંતિ શાંતિને સ્પર્શ કરવાથી પર્યાયમાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે... , એ શાંતિનો અનુભવ છે અને તેનાથી આઠ કર્મનો ક્ષય થઈ અને પ્રગટ પર્યાયમાં શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. આટલી શરતું છે.
“ITલમુમનસ:” રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે.” (દ્રવ્યમાં) શુદ્ધતા શક્તિરૂપે પરમાનંદરૂપે છે, તેની સન્મુખતાનો અનુભવ કરવાથી વર્તમાન પર્યાયમાં શુદ્ધતા-પવિત્રતા આવી. એ જગ્યાએ હવે રાગ-દ્વેષ-મોહના પરિણામ થતા નથી. ત્રિકાળી પરમાત્મા શાંત રસનો કંદ નાથ છે તેની દૃષ્ટિ કરી અને તેમાં સ્થિર થયો તો એ પર્યાયમાં શાંતિ.... શાંતિ... શાંતિ... વીતરાગતા પ્રગટી, એ સમયે તે પરિણામ રાગ-દ્વેષમોહના પરિણામથી રહિત છે. અને શુદ્ધ પરિણામ સહિત છે. કેમકે ધ્રુવનો આશ્રય લીધો છે. સમજમાં આવ્યું?
“વળી કેવા છે? “સતતં ભવન્તઃ”નિરંતરપણે એવા જ છે.” આહાહા ! ધર્મી જીવને ધર્મ નામ વીતરાગતા અંદરમાંથી પ્રગટ થઈ છે. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ તો શુભરાગ છે... તે ધર્મ નથી. એ રાગ અને મોહથી જેના પરિણામ રહિત છે... અને અંતર પ્રભુ સર્વજ્ઞ છે તે સર્વ આનંદથી ભરપૂર ધ્રુવ પ્રભુ છે. તેનો અનુભવ કરે છે. “સતતં ભવન્તઃ” આ રીતે નિરંતર શુદ્ધ પરિણતિનો વિનય થાય છે. આવો માર્ગ છે ભાઈ ! સમજમાં આવ્યું?
સતત ભવન્તઃ” નિરંતરપણે એવા જ છે.” જુઓ, ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ પડ્યો છે. તે તરફ ઝૂકવાથી જે વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પ્રગટ થાય છે તે હવે (નિરંતર ભવન્તઃ) અર્થાત્ કાયમ રહે છે. સમજમાં આવ્યું?
આહાહા! જીવોને બહારનો મોહ મારી નાખે છે. અંદરની સાવધાની છોડીને જે પરમાં સાવધાની છે તે. “મોહુ” શબ્દ પરમાં સાવધાની. આહાહા ! શુભ અને અશુભનો રાગ, દયાદાન-વ્રત-ભક્તિનો ભાવ, કામ-ક્રોધ-માન-માયાનો ભાવ તે બધા વિકારી ભાવ છે. વિકારમાં સાવધાની તે જ મિથ્યાત્વ છે. અહીં કહે છે – એ પરની સાવધાની જેણે છોડી દીધી છે અને ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જેવો પવિત્ર આત્મા જે આનંદકંદ આત્મા છે તેમાં તેણે સાવધાની કરી છે એ હવે નિરંતર રહે છે. પછી તેને શુભ-અશુભભાવ આવે છે. છતાં શુદ્ધતા તો નિરંતર રહે છે તેને ધર્મ અને ધર્મી કહીએ. આવો ધર્મ!!!
“ભાવાર્થ આમ છે કે – કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે”, શું કહે છે? જે આત્મા દ્રવ્ય સ્વભાવરૂપ છે, એ પવિત્ર શુદ્ધ ચૈતન્યઘનની દૃષ્ટિ અર્થાત્ સમ્યગ્દર્શન થયું, શુદ્ધતા થઈ તો હવે સ્વમાં પ્રમાદ રહિત પ્રયત્ન (નિરંતર) ત્યાં રહે છે. કોઈ સમય અનુભવ કરે અને કોઈ સમય પ્રમાદ કરશે એમ નથી. આવો માર્ગ પણ કેવો? અત્યારે તો કહે છે કે –