________________
કલશ-૧૨૦
૭૯ પવિત્ર અને શુદ્ધ હતી જ, પરંતુ એકાગ્ર થતાં.... થતાં પર્યાયમાં એટલે કે અવસ્થામાં શુદ્ધ પરમાત્મા થઈ ગયા. અરે! આવી વાતો છે. શબ્દો બધા જ બીજી જાતના અત્યાર સુધી સાંભળ્યું હોય એમાનું એક કલાકમાં કાંઈ આવે નહીં. શું થાય ! ભાઈ...બાપુ! એ માર્ગ એક બાજુ પડ્યો રહ્યો. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના પંથે જવાનો માર્ગ કોઈ અલૌકિક છે.
આહાહા! અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન છે તેમાં એકાગ્રતાનો અનુભવ કરતાં... કરતાં પર્યાયમાં પરમાત્મપદ પ્રગટે છે. રાગથી ભિન્નતાનું ભેદજ્ઞાન નિરંતર ધારાએ કરતાં. કરતાં પૂર્ણ દશાની પ્રાપ્તિ થઈ એટલે અરિહંતપદ પ્રગટ થયું તો (વશ્વ વિધુરમ) બંધનો નાશ થઈ ગયો. “સકલ કર્મોના ક્ષયથી થયો છે. શુદ્ધ તેની, પ્રાપ્તિ થાય છે.” વાંચન ઝીણું છે!
“સકળ કર્મોના ક્ષયથી થયો છેશુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે.” શું કહે છે? સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થઈ ? શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં થઈ. આત્માએ અરિહંતપદને પ્રાપ્ત કર્યું એ ભાવમોક્ષ છે. કર્મ છૂટી જશે ત્યારે દ્રવ્યમોક્ષ અર્થાત્ સિદ્ધ થઈ જશે. તે મોક્ષ કેવી રીતે થયો? આહાહા ! શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં થયો.
કોઈ કહે-દયા, દાન, વ્રત-ભક્તિ કરતાં... કરતાં મોક્ષ થશે તો એમ નથી, તેનાથી તો ભિન્ન પડ્યો છે. ભારે માર્ગ ભાઈ ! ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ શુદ્ધ ત્રિકાળ છે. તે શુદ્ધ સ્વરૂપનો વર્તમાનમાં અનુભવ કરતાં... કરતાં, એ શુદ્ધ સ્વરૂપનો વર્તમાનમાં રાગ અને વિકલ્પથી રહિત પવિત્રતાનો અભ્યાસ કરતાં કરતાં મોક્ષ માર્ગ પ્રગટે છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય પવિત્ર દશા છે. તે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. આહાહા ! એક શ્લોકે તો કમાલ કરી નાખ્યું છે, પણ તેને લાગે તો ને! દુનિયાની સાથે જોવા જાશે તો મેળ નહીં ખાય. વીતરાગ પરમાત્માનો માર્ગ આ છે.
કહે છે? શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં મોક્ષ થયો, શુદ્ધતાની પ્રાપ્તિ થઈ. એમ કહે છે. સિદ્ધપદ કેવી રીતે પ્રગટ થયું? એ.. શુદ્ધ પરમાત્માનો પર્યાયમાં અનુભવ થતાં થયું. દ્રવ્ય તો શુદ્ધ ત્રિકાળ છે તેનો અભ્યાસ કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ. પુણ્ય-પાપ એ તો અશુધ્ધભાવ છે, તેનાથી રહિત શુદ્ધતાનો અનુભવ કરતાં કરતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પેલા એમ કહે કે – વ્રત કરો, ત૫ કરો, ઉપવાસ કરો, એ સંવર નિર્જરા છે. બે-બે મહિનાના ઉપવાસ અનંતવાર કર્યા છે, પાંચ મહાવ્રત પાળ્યા છે... પરંતુ તે તો આસ્રવ છે. આ આસ્રવ અધિકાર ચાલે છે ને! એ આસવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે? તેનાથી તો બંધ થાય છે. બહુ ફેર છે એમાં જિંદગી ચાલી જાય છે. જા... વ ચોર્યાશીના ભવાબ્ધિ એટલે ભવરૂપી મોટો દરિયો જે ચોર્યાશી લાખ યોનિનો છે... એમાં જીવો ક્યાં ઊતરીને કેટલા અવતાર કરશે? એને છૂટવાનો આ એક રસ્તો છે.
કેવા છે તે જીવો? “વિમુમનઃ રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે.” અહીં શબ્દ (મનસ:) લીધો છે પરંતુ લેવું છે પરિણમન. રાગાદિ મુક્ત જેનું પરિણમન