________________
७८
કલશાકૃત ભાગ-૪ થયા. મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, ત્યાં આ જ ઉપદેશ ચાલે છે. અહીંયા પણ મહાવીર પરમાત્મા એવા અનંત તીર્થકરો આ જ માર્ગે ચાલ્યા છે. તેમણે આ જ માર્ગ કહ્યો છે. પરંતુ એ વાત અત્યારે લોપ જેવી થઈ ગઈ છે. જે માર્ગ નથી એ માર્ગે ચડી ગયા છે – બીજે રસ્તે ચડી ગયા છે.
અહીંયા કહે છે – આત્મા પૂર્ણાનંદનો નાથ છે. પ્રભુ! એકવાર પાતાળકૂવો ખોદ, બોટાદ પાસે જનળા ગામ છે ત્યાં પાતાળ કૂવો છે તેની ઉપર અઢાર કોષ ચાલે પણ પાણી ખૂટે જ નહીં. પાતાળમાંથી પાણી આવેલું. એક માણસ કૂવો ખોદતાં. ખોદતાં થાકી ગયો પછી તેણે ખોદવાનું બંધ કર્યું. એમાં એક જાન આવી અને જમવા બેઠી. , અને એમ કે – કૂવો છે તો એમાં પાણી હશે. પછી કૂવામાં જોવે તો પાણી નહીં. પછી એક માણસે ઉપરથી વીસ-પચ્ચીસ મણનો પથ્થર નાખ્યો અને સાંધ તૂટી ગઈ અને પાતાળમાંથી પાણીની છોળ ઊડી. નીચે પાતાળના પાણી આડે એક પથ્થરની સાંધ હતી. નીચે પાતાળમાં પાણી ચાલ્યું જતું હતું એ એકદમ શેડ ફૂટી અને ઉપર આવ્યું. પછી એ કૂવા ઉપર અઢાર કોષ જોડાયા.
આહાહા! આ ભગવાન પાતાળ કૂવો છે. એ પાતાળમાં અનંતજ્ઞાન - આનંદ પડ્યા છે. રાગની એકતાની સાંધને તોડી નાખી અને સ્વભાવની એકાગ્રતાની જાગૃતિ પ્રગટ કરી. એ જાગૃતિ પ્રગટ કરતાં-કરતાં તેને પરમાત્મપદ પ્રગટ થાય છે – તેને અરિહંતપદ પ્રાપ્ત થાય છે.
કેવું પામે છે?“વવિધુરમ” વિધુર એટલે પત્ની મરી જાય તો વિધુર થયો એમ કહે છે ને! પતિ મરી જાય તો પત્ની વિધવા થઈ એમ કહે છે. એમ અહીંયા કહે છે કે – જ્યારે આત્મા પોતાના સ્વરૂપનો અનુભવ કરતાં પરમાત્મા થયો એટલે બંધથી વિધુર થયો. તેને બંધનો નાશ થઈ ગયો. (વધુ વિધુરમ ) વિધુર શબ્દ છે ને!
“અનાદિ કાળથી એક બંધ પર્યાયરૂપ ચાલ્યો આવ્યો હતો જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ, તેનાથી (વિધુરં) સર્વથા રહિત છે.” આહાહા ! (વિધુરમ ) નો અર્થ કર્યો કે - આત્મા કર્મબંધથી રાંડયો છે. કર્મથી વિધુર થઈ ગયો. આહા ! પ્રભુ તું જાગ્યો અને કર્મના બંધનો નાશ થઈ ગયો એમ કહે છે. પૂર્ણ દશાનો ઉત્પાદુ થઈ ગયો, બંધની પર્યાયનો નાશ થઈ ગયો. જે પ્રગટ દશા થઈ તેને ધ્રુવનો આશ્રય છે. આવો ધર્મ? આ શું કહે છે! સામાયિક કરી, પોષા કર્યા, એ વાતમાં કાંઈ ન હતું ધૂળેય સામાયિક ન હતી. એને સામાયિક ક્યાં હતી? આત્મા જે ચીજ છે તેની તો પ્રતીતિ અને અનુભવ નથી એ વિના સમતા આવે ક્યાંથી! સામાયિક એટલે સમતાનો લાભ. જેને સમતાનો લાભ થાય છે તેને સામાયિક કહે છે. સમતારૂપ વીતરાગ મૂર્તિ પ્રભુ છે તે તો પ્રતીતિ અને જ્ઞાનમાં આવ્યો નથી. પ્રતીતમાં વીતરાગ આવ્યો નથી તો પર્યાયમાં વીતરાગતા આવી ક્યાંથી? અરે! બહારમાં ગપે ગપ હલાવ્યું છે.
“ભાવાર્થ આમ છે કે – સકળ કર્મના ક્ષયથી થયો છેશુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે” રાગાદિ ભાવકર્મનો નાશ થઈ ગયો, પર્યાયમાં પરમાત્મા થઈ ગયા - શુદ્ધ થઈ ગયા, વસ્તુ તો