________________
૭૬
કલશામૃત ભાગ-૪ જ્ઞાનગુણ તે જ છે લક્ષણ-ચિહ્ન; વર્તમાનમાં જ્ઞાનની પર્યાય પ્રગટ છે. ઉદ્ધત જ્ઞાન કોઈને ગણતું નથી. હું જ્ઞાન લક્ષણ છું અને જ્ઞાનલક્ષણથી લક્ષ્ય જાણવામાં આવે છે, જ્ઞાન લક્ષણથી આત્માનું ભાન થાય છે એવું જ્ઞાન લક્ષણ ઉદ્ધત છે. આવો ઉપદેશ કેવો આ! પેલી વાતું સહેલી - “એકેન્દ્રિયા, બેઇંદિયા, તેઈદિયા... અપ્પાણે વોસિરામિ,” જાવ થઈ ગયો ધર્મ.
આત્મા શું? વોસરામિ શું? કાંઈ ખબર ન મળે. સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ” સિદ્ધ ભગવાન કોણ છે એની ખબરું ન મળે (અને થઈ ગ્યો ધર્મ!)
એક વખત લીંબડીની વાત કરી હતી. લીંબડીમાં બે અપાસરા છે. ઘણાં વર્ષો પહેલાં વિશાશ્રીમાળી અને દશાશ્રીમાળી બન્નેને તકરાર હતી – વિરોધ હતો. એમાં એક ડોશી સામાયિક કરવા બેઠી અને કહે “વી હા રોઈ મર્યા” લોગસમાં આવે છે કે – એવું મએ અભિથુઆ વિહુય રયમલા પછીણ જર-મરણા” આના અર્થની તો ખબર ન મળે અને બાઈ બોલી “વિહાય મઈરા” આ લોગ્ગસમાં આપણી તકરાર ક્યાંથી આવી? લોકો કહે – આપણે વીશા અને દશાની તકરાર છે તે આમાં ક્યાંથી આવી? જુઓ તો ખરા ! પાઠમાં ક્યાંથી આવી?
વિહુય રય મલા” હે નાથ પરમાત્મા! કર્મરૂપી જડ ધૂળને ટાળી છે અને મળ એટલે પુણ્યના વિકારી ભાવ તેને વિશેષ ટાળ્યા છે. જડ રજ અને અરૂપી મળને તેમજ સંશયને ટાળ્યા છે. જેમ કપડાં ઉપર ધૂળ ચઢેલી હોય અને તેને આમ ખંખેરે એમ આનંદ સ્વરૂપમાં રમતાં હે નાથ ! આપે તો વિશેષે “રય” આઠ જડકર્મની રજને ટાળી છે. મળ એટલે પુણ્ય-પાપના મલિન ભાવ-દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ, તેને પ્રભુ આપે ટાળ્યા છે. “વિહુય યમલા” નો આવો અર્થ છે. લોન્ગસના બોલનારને એના અર્થની પણ ખબર ન મળે.
અહીંયા કહે છે પ્રભુ! એકવાર સાંભળ તો ખરો નાથ ! જુઓ! “રય મલા” એ બે શબ્દો છે. રજ એટલે આઠ કર્મની ધૂળ અને મલા એટલે પુણ્ય-પાપના જે ભાવકર્મ અને રય એટલે દ્રવ્યકર્મ એ બન્નેને પ્રભુએ ટાળ્યા છે. લોગ્સસ બોલે પણ અર્થની ખબર ન પડે. જય ભગવાન કરે.
જ્ઞાનગુણ તે જ છે (ચિહ્ન) લક્ષણ જેનું, એવો છે;” શું કહે છે? જેમ રૂનું ધોકળુંગાંઠડી-પચ્ચીસ મણની બોરી હોય તેમાં રૂનો નમૂનો જુએ તેમ આત્માની વર્તમાન પ્રગટ પર્યાયમાં જ્ઞાન જેનું ચિહ્ન છે. એ દ્વારા આખો આત્મા જાણવામાં આવે છે.
કોઈ પણ રીતે મનમાં પ્રતીતિ લાવીને;” કોઈ પણ રીતે પુરુષાર્થની જાગૃતિથી પ્રતીતિ કરવી. ભગવાન આત્મા જાગૃત સ્વરૂપ છે, ત્રિકાળ જાગૃત સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ છે તેને કોઈ પણ પ્રકારે અર્થાત્ જાગૃતિની પર્યાય દ્વારા પ્રતીતિ લાવીને. પહેલાં જ્ઞાન અર્થાત્ જાગૃતિ લીધી. કોઈ પણ પ્રકારે મનમાં જ્ઞાન લક્ષણ દ્વારા પ્રતીતિ લાવીને, આ વિધિ બતાવી.
કોઈ પણ રીતે,”કોઈ પણ પુરુષાર્થ દ્વારા, કાળલબ્ધિ દ્વારા, સ્વભાવ દ્વારા કોઈ પણ પ્રકારે અંતર્મુખની પ્રતીતિ લાવીને. હું તો પૂર્ણ ભગવાન છું એવી જ્ઞાનની પર્યાયમાં પ્રતીતિ