________________
૭૫
કલશ-૧૨૦
અંત૨માં એકાગ્રતાનો અખંડ અભ્યાસ કરવો. (સવા) ‘સર્વકાળ' એટલે એક ક્ષણ માટે કરે
એમ નહીં.
આ લીંડી પીપર હોય છે તે કઠે નાની હોય, તેમાં ચોસઠ પહોરી તીખાશ છે. ઘણાં વર્ષો પહેલાંની વાત છે – લગભગ પોણોસો (૭૫ ) વર્ષ પહેલાંની વાત છે. વઢવાણમાં ડાયા જેઠા હતા તે લીંડી પીપર ઘસવા આઠ માણસો રાખતા. ચાર સવારે અને ચાર રાતના. જ્યારે તેને ચોસઠ પહોરી છૂટે ત્યારે વચ્ચે એક મિનિટનો પણ વિસામો ન લેવાનો, એમાં ખંડ ન પડવો જોઈએ. ચોસઠ પહોર સુધી અખંડ ધારાએ ઘૂંટે ત્યારે ચોસઠ પહોર પ્રગટ થાય. પછી તેઓ ગરીબ માણસોને આપતા... કોઈને આઠઆની ભાર, કોઈને રૂપિયા ભાર મફત આપતા. આ શેઠને ત્યાં હીરાની ભસ્મ કરે છે.
અહીંયા ત્રિલોકી ૫રમાત્મા કહે છે કે – તું નાથ છો ને ! તને તારી ચીજનું મહાત્મ્ય અને મહિમા આવ્યા નથી. તને રાગના, દયાના, દાનના, પુણ્યના, બહા૨ની ચીજનો મહિમા છે. તેની આગળ પ્રભુ તું તારો મહાત્મ્ય ભૂલી ગયો છે. હવે એકવા૨ તો ૫૨નું મહાત્મ્ય છોડ અને સ્વનું મહાત્મ્ય લે.
“અખંડિત ધારાપ્રવાહ અભ્યાસ કરે છે” જેમ ચોસઠ પહોી પી૫૨ ઘૂંટે તો એક મિનિટ પણ વિસામો ન લ્યે. એક ભૈયો થાકી જાય તો બીજો ઘૂંટે. ચોસઠ પહોર સુધી વારાફરતી ઘસ્યા જ કરે, રાત્રિના પણ ઘસવાનું બંધ ન રહે. તેમ પ્રભુ આત્મામાં ચોસઠ પહોર નામ રૂપિયે રૂપિયો તીખાશ – ચ૨૫૨ાઈ અંદર પડી છે. તેને ઘૂંટે તો તે પર્યાયમાં પ્રગટ થાય છે. આત્મા અંદરમાં પૂરેપૂરો આનંદ, જ્ઞાન, શાંતિ, પ્રભુતા, વિભુતા આદિ પૂર્ણ શક્તિનો પિંડ પડયો છે. તેનો અખંડિત ધારાપ્રવાહ અભ્યાસ કરતાં... કરતાં પર્યાયમાં વ્યક્ત થાય છે. કેટલો કાળ ? ‘સર્વકાળ’ અર્થાત્ પૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી લઢવું. અંદરમાં એકાગ્રતાથી લઢવું. આવો માર્ગ છે તેને લોકોએ કંઈનો કંઇ કરી નાખ્યો. જિંદગી એમને એમ ચાલી જાય છે. જૈન ૫રમેશ્વર જે માર્ગ કહે છે એ માર્ગની તો ખબરેય નથી.
“સર્વકાળ; કેવો છે ( શુદ્ધનય ) ? “ઉદ્ઘતોષવિદ્યુમ્” સર્વકાળ પ્રગટ જે જ્ઞાનગુણ તે જ છે લક્ષણ જેનું, એવો છે;” ( ઉદ્ધૃત) જેનું જ્ઞાન પ્રગટ છે એટલે જ્ઞાન પર્યાયમાં લક્ષણ પ્રગટ છે એ જ્ઞાન લક્ષણથી આખી ચીજ જ્ઞાનમાં આવે છે. વર્તમાનમાં જે જ્ઞાન પ્રગટ છે તે ઉદ્ધત છે. એ પ્રગટ જ્ઞાન કોઈને ગણતું નથી. લોકમાં એમ કહે છે કે – આ માણસ ઉદ્ધત છે. એમ જ્ઞાન લક્ષણ કોઈને ગણતું નથી. પોતાના લક્ષણમાં રહેવાવાળી જ્ઞાન પર્યાય ઉદ્ધત બોધ છે. તે જ્ઞાનગુણ ઉદ્ધત છે જે સર્વકાળ પ્રગટ છે... ચિહ્ન-લક્ષણ જેનું.
શું કહે છે ? વર્તમાન પર્યાયમાં જ્ઞાન જાણવામાં આવે છે. રાગને જાણે, ૫૨ને જાણે... એને જાણે તો શાન જાણે છે ને ! ‘બોચિહ્ન’ એ જ્ઞાનની પ્રગટ પર્યાય તે આત્માનું લક્ષણ છે. આત્માનું લક્ષણ પ્રગટ છે. સમજમાં આવ્યું ? અરે આવી વાત ! શ્લોક જ એવો આવ્યો છે.