________________
કલશ-૧૨૦ લાવીને.
તે ઇવ સમયસ્ય સાર” પરણ્યત્તિ” તે જ જીવો નિશ્ચયથી સકળ કર્મથી રહિત, અનંત ચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને પ્રગટપણે પામે છે.”
એવો જે જીવ છે કે જે – આનંદકંદમાં રમે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે અંતરમાં રહે છે. તેને આત્મા પ્રાપ્ત થાય છે એમ કહે છે. (આવી પ્રતીતિ થતાં) ભગવાન પ્રગટ (વ્યક્ત) થાય છે. અંતરમાં અભ્યાસ કરતાં અનંત ચતુષ્ટયે બિરાજમાન અંદર પરમાત્મા પ્રગટે છે તે (વ્યક્તિમાં) પ્રગટ થયો. હવે વિશેષ અનુભવ કરતાં... કરતાં, અંતરમાં અનુભવ કરતાં.. કરતાં કેવળજ્ઞાન થઈ જશે. અર્થાત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાની રીત પણ અંતર અનુભવ સાધન છે. આહાહા! આ વ્રત-તપ-ભક્તિ એ બધા શુભરાગ છે. એ કોઈ સાધન નથી. દુનિયાથી આખી વિરુદ્ધ વાત છે.
કેટલાક એમ કહે છે – અમારા બાપ-દાદા જે કરતા આવ્યા છે એ બધું શું ખોટું છે? પૂર્વેના બાપ હતા એમાંના કેટલાક મોક્ષે ગયા છે. એ ખબર નથી તને? અનંતભવમાં અનંત બાપ થયા અને અનંતબાપ આત્માનું ભાન કરીને મોક્ષે ગયા છે. એની ખબર છે તને? કેટલાય બાપ અને મા હજુ લીમડામાં અને પીપળામાં એક પાંદડામાં પડ્યા છે. આહાહા ! ભાઈ, એની તને ખબર નથી.
બાપ-દાદાની ઓથ લઈને, એણે એમ કર્યું છે માટે અમે કરીએ છીએ. અમારા બાપદાદાનો માર્ગ મૂકાય નહીં. બાપ-દાદા તો પાઘડી પહેરતા હતા.. આવી ટોપી નહોતા પહેરતા, એ કેમ છોડી દીધી? ત્યારે ઝબ્બા ક્યાં હતા? બે કસ બાંધેલા કેડિયા હતા. તારો બાપ જે પહેરતો એને તો ત્યાં છોડી દીધું. આ વાત સત્ય લાગે તો ખોટું છોડી દે!!
સકળ કર્મથી રહિત, અનંત ચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને પ્રગટપણે પામે છે.” અંતરમાં આત્મા છે તે રાગ અને વિકલ્પથી રહિત છે તે સ્વરૂપમાં એકાગ્રતાના અભ્યાસ દ્વારા પર્યાયમાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. આત્મા શક્તિરૂપે પરમાત્મા છે જ તે પર્યાયમાં પ્રગટ થાય છે – એન્લાર્જ થાય છે. સમજમાં આવ્યું?
અનાદિથી આત્મા વસ્તુ એ તો પરમાત્મ સ્વરૂપ જ છે. શક્તિએ, સ્વભાવે તો પરમાત્મ સ્વરૂપ જ છે. તેણે પામર તરીકે માન્યો છે કે – હું માણસ છું, હું રાગી છું, હું પુણ્યવાળો છું, હું લક્ષ્મીવાળો છું, હું ગરીબ છું, હું દરિદ્ર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જાડો છું, એવી માન્યતા થઈ છે પરંતુ એવી સ્થિતિ છે નહીં. સમજમાં આવ્યું?
(પશ્યત્તિ) નો અર્થ પ્રગટ કર્યો, દેખે છે એમ ભાષા કહી. અનાદિથી પૂર્ણ આનંદના નાથની એકાગ્રતાનો ત્યાગ કર્યો છે તે હવે પૂર્ણ આત્માને દેખે છે. તેનો અર્થ પ્રગટ કરે છે. આવો ઉપદેશ! આમાં શું કહે છે! આ નવી જાતનો ઉપદેશ લાગે પરંતુ ભગવાનનો માર્ગ અનાદિનો આ છે, નવી જાતનો નથી. ભાઈ ! તને ખબર નથી. અનાદિમાં અનંત તીર્થકરો