________________
૮)
કલશામૃત ભાગ-૪ છે એમ. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં કરતાં તે અસ્તિથી કહ્યું, અને રાગ-દ્વેષ મોહથી રહિત તે નાસ્તિથી કહ્યું. દયા-દાન-વ્રત-ભક્તિનો વિકલ્પ એવો રાગ છે તેનાથી રહિત અને શુદ્ધતાનો અનુભવ કરતાં કરતાં, અશુધ્ધતાનો નાશ કરતાં... કરતાં તે અસ્તિ નાસ્તિથી લીધું. પ્રવચન નં. ૧૧૮
તા. ૧૦/૧૦/૭૭ એકસો વીસ કળશમાં ભાવાર્થ ચાલે છે. “સકળ કર્મના ક્ષયથી થયો છે. શુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા થકા.” શું કહે છે? આત્મા જે વસ્તુ છે શુદ્ધ ચૈતન્યઘન, ધ્રુવ.. એ શુદ્ધ ધ્રુવનો વર્તમાન પર્યાયમાં અનુભવ કરતાં આત્માની પ્રાપ્તિ થાય છે. અનાદિથી પર્યાયમાં જે રાગ-દ્વેષનો અનુભવ હતો તેને છોડીને જે શુદ્ધ ધ્રુવ છે, અંદર જે સર્વજ્ઞ સ્વભાવ પડ્યો છે તેની પ્રાપ્તિ થાય છે. આત્મા સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. એ આત્મામાં અર્થાત્ ધ્રુવમાં સર્વજ્ઞ સ્વભાવ પડ્યો છે. સર્વજ્ઞ સ્વરૂપ એટલે એ શુદ્ધ છે. તેની પર્યાયમાં શુદ્ધની પ્રાપ્તિ થાય છે. કર્મોનો નાશ કરીને પર્યાયમાં શુદ્ધની પ્રાપ્તિ થાય છે.
“શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા થકા”, આહાહા ! અંતરમાં જ્યાં અવિનાશી શુદ્ધતા, ધ્રુવમાં શુદ્ધતા છે. તે ધ્રુવ શુદ્ધ જ છે. એ શુદ્ધતાનો વર્તમાન દશામાં, શુદ્ધ સન્મુખ રહીને અનુભવ કરતાં પર્યાયમાં પૂર્ણ શુદ્ધતાનો અનુભવ થાય છે.
કેવા છે તે જીવો?” શક્તિરૂપે ધ્રુવ આનંદ શુદ્ધ સ્વરૂપી, સર્વજ્ઞ પ્રભુ, ભગવાન આત્મા છે. વર્તમાન પર્યાયની તે ઉપર દૃષ્ટિ કરવાથી, અને તેનો અનુભવ કરવાથી સર્વ કર્મનો ક્ષય થઈને પર્યાયમાં પ્રગટ પ્રાપ્તિ થાય છે. શક્તિમાં પૂર્ણ શુદ્ધતા પડી છે તેવી આનંદ સહિતની શુદ્ધતા પર્યાયમાં પ્રગટ થાય છે. આકરી વાત ભાઈ !
જ્યાં સુધી તેને પોતાના ધ્રુવ શુદ્ધ સ્વરૂપ સિવાયના અનેક અનેરા પદાર્થમાં જ્યાં સુધી વિશેષતા ભાસે છે ત્યાં સુધી તે અંતરમાં જઈ શકશે નહીં. આહાહા! જ્યાં ખાસ ચીજ પડી છે અનંત આનંદ અને અનંત સર્વજ્ઞપણું; જેનાં ધ્રુવ દળમાં શુદ્ધ આનંદકંદ પડયા છે. તેની મહિમા જ્યારે આવે ત્યારે તેને પરની મહિમા છૂટી જાય છે. પછી તે શરીર હો, લક્ષ્મી હો, આબરુ હો કે પછી પુણ્ય-પાપના ભાવ હો.. તેની અધિકતા નામ વિશેષતા છૂટી જાય છે. પોતાનો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે, એ ધ્રુવતાને શુદ્ધતાને તળિયે જે પર્યાય અંદર ગઈ તે પર્યાયમાં શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. આવી વાતું હવે!
આવો ધર્મ કરવાનું કહીએ. ભાઈ ! જેને ધર્મ કરવો છે તેને કહીએ છીએ કે ધર્મ તો વીતરાગી પર્યાય છે. સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર તે ત્રણેય વીતરાગી છે.
વીતરાગ સ્વરૂપ, શાંત સ્વરૂપ દળમાં એટલે ધ્રુવમાં એકલી શાંતિ-શાંતિ-શાંતિ છે. એ અકષાય સ્વભાવ, વીતરાગ સ્વભાવ તેનો આશ્રય કરતાં તેની મહિમામાં જે રુચિ અને સ્થિરતા થાય છે તે બધી પર્યાયો શુદ્ધ છે. પર્યાયમાં જે વિશેષ ક્ષયોપશમ છે તેની પણ જ્યાં